________________
સામાયિકની પરિભાષા
૫૪૩
પ૪૪
પ્રતિક્રમણ
પછી હિંસા સંબંધી દોષો જોવાથી હિંસાના પરમાણુઓ ખાલી થઈ જાય. બ્રહ્મચર્યનું સામાયિક કરવાથી અબ્રહ્મચર્યના પરમાણુઓ ખલાસ થઈ
જાય.
ગ્રંથિઓ છે એમ ખબર પડે પણ વ્યવહારમાં સમજાય તેમ નથી. માટે અમે એ ગ્રંથિને સામાયિકમાં મૂકવા કહીએ છીએ. સામાયિકમાં એક ગ્રંથિને મૂકીને ઓગળવા જઈએ પણ મહીં બીજી ગાંઠો ફૂટે, વિચારો દેખાય. તે પેલી ગાંઠ પર ઉપયોગ મૂકવા ના દે. ત્યારે જે દેખાય તેને જોવું.
પ્રશ્નકર્તા: આ સામાયિક પ્રતિક્રમણમાં દોષો જોવાને પ્રતિક્રમણ કર્યું તો એ દોષો ભોગવવા તો પડે ને ?
દાદાશ્રી : ના, ધોવાઈ જાય. કેટલાક ચીકણા હોય તે રહે. પણ તે કેવા રહે, કે આ ભીંતે ચોંટેલા રહે પણ એ આમ અડતાની સાથે જ ઊખડી જાય.
પ્રશ્નકર્તા : સામાયિકમાં જે દૃશ્યો દેખાય તે ટાઈમે તેનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ?
દાદાશ્રી : સામાયિકમાં જે દૃશ્યો દેખાય એનું પ્રતિક્રમણ ના હોય. જે દેખાય એ તો ગયાં. પ્રતિક્રમણ તો દેખાય નહીં (દ્રષ્ટા થઈને જોયા નહીં, બીજાને દુઃખ થયું), તેનું કરવાનું હોય. દેશ્ય જોયું એ તો ગયું. જોયું એટલે ચોખ્ખું થઈ ગયું.
પ્રશ્નકર્તા : પણ ફરીથી દેખાયને એ ?
દાદાશ્રી : ફરી તે બીજા દેખાય છે. આ ડુંગળી હોય તેવું એક પડ જતું રહે જોવાથી. પાછું ડુંગળી ને ડુંગળી દેખાય.
પ્રશ્નકર્તા : પણ એનાં એ દૃશ્યો દેખાય છે ને ? દાદાશ્રી : દેશ્યો એનાં એ ના દેખાય, બે વખત ના દેખાય. પ્રશ્નકર્તા : કોઈ જીવ સાથે વેર હોય, એનું પ્રતિક્રમણ કર્યું, પાછું
એના એ જ જીવનું પ્રતિક્રમણ કરવાનું રહે છે ?
દાદાશ્રી : હા, આપણો મોટો દોષ હતો તે પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ તૂટ્યું. બીજાં બધાં લાખો પડી રહ્યાં. એનાં પડ ઊંડે છે. એટલે
જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં પડે. કોઈ માણસની જોડે આપણે મહિના-બે મહિનાનાં પ્રતિક્રમણથી બધું પૂરું થઈ જાય, હિસાબ ચૂકતે. કોઈ માણસને આખી જિંદગી સુધી હિસાબ ચાલ્યા કરે. ગ્રંથિ બહુ મોટી હોય. આ ડુંગળી હોય છે તેનું એક પડ જાય એટલે પાછું ડુંગળી દેખાય ને ? એવી રીતે આ દોષોમાં પડ હોય છે બધાં, પણ એક ફેરો પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ જાય જ. એટલે તમારે બીજી વખત ના કરવું પડે. એકનું પ્રતિક્રમણ એક જ હોય.
હાજરી-ગેરહાજરીતી અસરો પ્રશ્નકર્તા : આપણું આ જે પ્રતિક્રમણ ને સામાયિક કરીએ છીએ, તે વખતે દાદાની હાજરી હોય તો, આ જે અનુભવ થાય છે તે થાય કે અમસ્તું યે થાય ?
દાદાશ્રી : ના, દાદાની હાજરી હોય તો વધારે સારું થાય. બહારનું કોઈનું અડે નહીં ને વાતાવરણ બહુ ઊંચું હોય ને ! અને હું જે કરું છું, ‘હું શુદ્ધાત્મા છું” એય પાંચ-છ વાર બોલું છું ને એ બધું કામ કરે. અમારા શબ્દો બહુ કામ કરે.
પ્રશ્નકર્તા : અને એ સિવાય પણ અસર તો રહે ને, દાદા ન હોય તો પણ ?
દાદાશ્રી : કરી શકાય, કરી શકાય, પણ જરા આઘુંપાછું થાય એટલું જ. તોય બહુ થઈ ગયું, બે મિનિટ થાય તોય બહુ ! અમુકને તરત જ અનુભવ થાય. આપણે ત્યાં આ સામાયિક કરાવે છેને એ મોટો પુરુષાર્થ છે. આ સામાયિક એ આત્માનું વિટામિન છે. વ્યવહારમાં આ વિટામિન દેહનું લેવું પડે. એવું એ આત્માનું વિટામિન અને તમારે તો આખો દહાડો સામાયિક, આખી જિંદગી સામાયિક જ રહે.