________________
સામાયિકની પરિભાષા
એમાં મન ચોંટતું હોય, ગમતું હોય, એમાં કંઈ ખરાબ કર્યું છે કે કંઈ ખોટું થયું છે, એવા ભાવ ન થતા હોય તો એ કેવું દેખાય ?
૫૩૯
દાદાશ્રી : સામાયિકમાં તે ઘડીએ મન હોય જ નહીં. મનનું અસ્તિત્વ જ ના હોય. આ તો જોવાનું જ હતું. સારું કે ખોટું એવું કશું જોવાનું નહીં, ખાલી જોવાનું જ હતું.
પ્રશ્નકર્તા : જોઈને એવું કહેવાનું નહીં કે માફી માગું છું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એ જુદી વસ્તુ છે. પણ આ આવું-તેવું અટકી રહેતું હતું, એવું ના બોલાય. આમાં અટકનારું કોઈ છે જ નહીં. આ મનની ક્રિયા નથી, આ આત્માની ક્રિયા છે. આ આત્માની ક્રિયા છે એટલે આમ દેખાય ખરું, તેથી મનને એમાં કશું લેવાદેવા નથી. દેખાય આત્માતું ચારિત્ર
પ્રશ્નકર્તા : એકવાર પ્રતિક્રમણ કરીએ તો ફરી આવ્યા કરે ?
દાદાશ્રી : બહુ જાડું હોય તો આવ્યા કરે. લાંબું હોય તો ઠેઠ સુધી રહ્યા કરે. એટલા માટે જ ફરી કરવાનું ને ખલાસ થતાં સુધી કર કર કરવાનું. અને તે ઘડીએ આ સામાયિકમાં આત્માનું ચારિત્ર જોવાનું મળ્યુંને આપણને ! આ ચારિત્ર કહેવાય, પ્યૉર ચારિત્ર કહેવાય !
જે કોઈને જરા ઠીક પ્રમાણમાં દેખાયું તો આંગળી ઊંચી કરજો. તમને હઉ દેખાયું ? પાટીદારને હઉ દેખાયું ?
પ્રશ્નકર્તા : ચોખ્ખું દેખાયું.
દાદાશ્રી : સાપ મળ્યો હોય તોય માર્યા વગર જવા ના દે એવા પાટીદારો, એમને પણ દેખાય ત્યારે એ આત્મા કેવો પ્રાપ્ત થયો કહેવાય !
આ વર્લ્ડની અજાયબી કહેવાય ! એક કલાક પુણિયા શ્રાવકનું સામાયિક માટે શ્રેણિક રાજાનું રાજ દલાલીમાં જાય, તે આ એક કલાકની કિંમત કેટલી ? આ દાદાએ શું આપ્યું છે એ તમને સમજાઈ
૫૪૦
ગયુંને ?
પ્રતિક્રમણ
પછી સ્વયં ખોતર ખોતર થાય
આખો દહાડો મારી જોડે બેસી રહ્યા છો તે ખોટ ગઈ નથી ? પ્રશ્નકર્તા : કશી ખોટ નથી ગઈ.
દાદાશ્રી : ત્યારે શા હારુ મારી જોડે રખડતા નથી ? આમ દુનિયામાં રઝળવું તેના કરતાં અહીં રઝળવું શું ખોટું ?
પ્રશ્નકર્તા : એ તો મોટો રઝળપાટ કહેવાય. આને રઝળપાટ ના
કહેવાય.
દાદાશ્રી : આખા બ્રહ્માંડનું રાજ આપ્યું છે. જે સાધુ-આચાર્યો કોઈ દહાડોય પામે નહીં, એ તમને આપ્યું છે.
‘હું શુદ્ધાત્મા છું’ કરીને પતંગ ઉડાડી આપી. આ તો આગળ ઉપર હિંસાનું સામાયિક કરાવેલું, તે ઘેર જાય તોય, સંડાસમાંય હિંસાના ને હિંસાના દોષો દેખાવાનું ચાલુ જ રહે મહીં, તે બંધ ના થાય. ત્રણ દહાડા સુધી ચાલુ રહેલું. ખોતર ખોતર ખોતર ખોતર થયા જ કરે. તે વિધિ કરીને બંધ કરાવેલું.
અડતાળીસ મિનિટ જ શાને ?
પ્રશ્નકર્તા : આપની ગેરહાજરીમાં સામાયિકમાં કોની આજ્ઞા લેવાની ?
દાદાશ્રી : અમારી ગેરહાજરી હોતી જ નથી, અમે ત્યાં હાજર જ હોય. અને તમારે ત્યાં તો ગેરહાજર રહે જ નહીં. તમે તો બહુ ચોક્કસ પાકા !
પ્રશ્નકર્તા : સામાયિક ઓછામાં ઓછી કેટલો સમય કરાય ? દાદાશ્રી : ઓછામાં ઓછી આઠ મિનિટ ને વધારેમાં વધારે પચાસ મિનિટ.