________________
સામાયિકની પરિભાષા
દાદાશ્રી : આપણે આ સામાયિક કરીએ છીએ તેવું સામાયિક. ક્રમિક માર્ગમાં ત્યાં સુધી લઈ ગયેલો એ.
૫૧૩
શ્રેણિક રાજાને નર્કે જવાનું થયું ત્યારે ભગવાને બધા ઉપાય બતાવ્યા. ભગવાનને કહે છે નર્ક ટળે એવા ઉપાય બતાવો. ભગવાન તમે મને મળ્યા ને મારે નર્કે જવાનું થાય ? ત્યારે કહે, ‘ભઈ, એમાં કોઈ શું કરે ? એમાં કંઈ ચાલે નહીં, એ તો આયુષ્ય બંધાઈ ગયું, તે બંધાઈ ગયું, એમાં ના ચાલે !' તોય કહે છે, કંઈ ઉપાય બતાવો. તે ચાર ઉપાય બતાવ્યા કે ગમે તે એક લાવશો તો તમારે નકે નહીં
જવું પડે. તેમાં ત્રણ ઉપાય ફેઈલ ગયા. ત્યાર પછી આ પુણિયા શ્રાવકનું સામાયિક આવ્યું. ત્યારે કહે છે, એ તો હું પુણિયા શ્રાવક પાસેથી લઈ આવું છું.
શ્રેણિક રાજા પુણિયા શ્રાવક પાસે ગયા. કહે છે, ‘તું મને સામાયિક આપ. તું મારા રાજમાં રહે છે, તું એની જે કિંમત માગીશ તે આપી દેશું. સામાયિક એટલે અડતાળીસ મિનિટનું તારું જે ફળ હોય તે મને એટલું આપી દે, અને તું મને કહે કે મેં તમને આપ્યું, અર્પણ કર્યું', એટલું બોલ. ત્યારે પેલો કહે છે, સાહેબ, ના અપાય. આ આપવા જેવી ચીજ ન હોય.' ત્યારે રાજા કહે છે કેમ ના અપાય. ના, આપવું પડશે તારે. ના શબ્દ જ, બોલીશ નહીં !' ત્યારે કહે, એ અપાય નહીં, ભગવાન કહે તો અપાય.’ ત્યારે રાજા કહે, ‘ભગવાને કહ્યું છે કે પુણિયા શ્રાવકનું સામાયિક તમારે લેવાનું છે. તારે શું કિંમત લેવાની છે ?” તે પેલો બહુ દબાઈ ગયો ને એટલે પછી કહે છે, “સારું, જો ભગવાને કહ્યું હોય તો આપીશ.' એ જાણે કે કંઈ હાથોહાથ પ્રોમિસ કરવાનું હશે. બોલ, શું કિંમત લેવી છે તારે ?” પેલો રાજા એટલે માથે ઉપકાર ચઢે એવું ના જ કરે ને ? એટલે રાજા કહે છે, ‘શું કિંમત લેવાની ?” ત્યારે પુણિયો કહે, ‘એ તો ભગવાન જે કહેશે એ કિંમત લઈશ.’
એટલે પછી આમને નક્કી થયું કે હવે આણે આપવાની હા પાડી છે, સોદો કરી નાખ્યો પછી એમાં વાંધો શું છે ? એટલે પછી રાજાએ અહીં આવી ભગવાનને કહી દીધું. ભગવાનને કહે છે, ‘શુકન બહુ
પ્રતિક્રમણ
સારા થયા આજે.' ત્યારે ભગવાન કહે, “શા શુકન થયા ?' ત્યારે રાજા કહે, પેલાએ સામાયિક આપવાની હા પાડી છે, રાજીખુશીથી હા પાડી છે. હવે નર્કગતિમાં નહીં જવું પડેને ?” ત્યારે ભગવાન કહે છે, ‘શું આપવા-લેવાનું નક્કી કર્યું ?’ એટલે રાજા જાણે કે ઓહો ! પાંચ-દસ લાખ અપાવી દેશે, બીજું શું કરશે ? એક અડતાળીસ મિનિટના ! હવે મારી નર્કગતિ નહીં થાય ને ?” ત્યારે ભગવાન કહે, ‘તો તો નહીં થાય, પણ તને કોણે કહ્યું ? તને કેવી રીતે આપી ?” ત્યારે રાજા કહે, ‘એણે તો તમારા ઉપર જ છોડ્યું છે. હવે તમે જે કિંમત કહો તે આપી દઉં.' ત્યારે ભગવાન કહે, ‘મારી પર છોડ્યું છે ? એની કિંમત તો હું જાણું જ ને ? ને મારાથી આડુંઅવળું કેમ કરીને બોલાય ?” ત્યારે રાજા કહે છે કે ‘જે કિંમત હોય તે મને કહી દો, હમણે જ આપી દઉં.' ત્યારે ભગવાન કહે છે, ‘જો હું તમને સમજ પાડું, એની કિંમત કેટલી થાય તે જાણો છો ? તારું રાજ એની દલાલીમાં જાય. ત્રણ ટકા દલાલીમાં જાય એટલી કિંમત છે. તે રકમ તો બાકી રહે છે. તે ક્યાંથી લાવીને આપીશ ?” એટલે રાજા કહે, મારું રાજ દલાલીમાં જાય ? તો બીજી મૂડી ક્યાંથી હું લાવીને આપું ? આ તો મારી નર્કગતિ અટકે જ નહીં ને ?” ત્યારે ભગવાન કહે, “એ સામાયિકની એટલી બધી કિંમત છે, તારાથી પેમેન્ટ ના થાય !' એટલે પોતે જ ના કહી દીધું કે ‘ના સાહેબ, મારાથી ના ચૂકવાય. એટલે એમણે પ્રયત્ન બંધ રાખ્યો અને નર્કમાં ગયા નિરાંતે, અને (આવતી ચોવીસીના) પહેલા તીર્થંકર થઈને ઊભા રહેશે, ‘પદ્મનાભ’ નામના ! હવે એવું સામાયિક તમને રોજ કરાવડાવીએ છીએ. પણ લોકોને કશું નહીં, પાન ખાઈને પાછું થૂંકી નાખે !
૫૧૪
પ્રશ્નકર્તા : પેલા આદિવાસીને હીરો આપ્યો હોય તો કાચ જ સમજે ને ?
દાદાશ્રી : હા, એવું જ. બાળકના હાથમાં રતન આપ્યા જેવું થયું છે છતાંય કોઈ દહાડો ગાડું હેંડશે. બાળક પછી મોટાં થતાં જાય ને એક-બે ફેરા કોઈ લઈ લે પણ પછી પાછો ‘દાદા’ પાસેથી લઈને ફરી ના આપે. એક ફેરો ઠપકો આપ્યો હોય, છેતરાઈશ નહીં. હવે ના આપી