________________
સામાયિકની પરિભાષા
૫૦૯
સામાયિકમાં ફૂટયાં કપ કે આત્મા ?
હું છે તે ટેબલ ઉપર ચા પીતો'તો અને શેઠ પંચોતેર વર્ષના, સામાયિક કરતા'તા. પેલા રૂમમાં પ્યાલા ફૂટ્યા, તે શેઠને સંભળાયું. હું તો બહેરો (કાને ઓછું સંભળાય). મને ના સંભળાયું. અને શેઠ તો સરવા કાનવાળા. સંભળાયું તે સામાયિક કરતાં કરતાં શેઠ કહે છે, ‘શું ફૂટ્યું ?” મેં કહ્યું, ‘તમારો આત્મા ફૂટ્યો.’ આમાં બીજું શું ફૂટવાનું હતું ? નહીં તો સ્ત્રી પડે તો અવાજ થાય ? બીજું કંઈ ફૂટવાનું નથી. આ પ્યાલા જ ફૂટ્યા છે. એનો અવાજ થયો છે. તે સામાયિક કરતાં કરતાં શેઠ કહે છે, ‘શું ફૂટ્યું ?” તે આ તે સામાયિક શી રીતે કહેવાય ? તે ઘડીએ તો સ્ત્રી મરતી હોય, ધણી મરતો હોય તોય સામાયિક ના છોડે, એનું નામ સામાયિક કહેવાય. આને સામાયિક કેમ કહેવાય ? પ્યાલા ફૂટી ગયા, તેમાં તેની કાણ ને મોંકાણ ? હજુ એવું ખરું બધે ?
પ્રશ્નકર્તા : ખરું.
દાદાશ્રી : એમ ? અને તે પ્યાલા પછી જીવતા થઈ જતા હશે ? કેમ ? આપણે સામાયિક છોડ્યું તો ?
સ્થૂળ કર્મ અને સૂક્ષ્મ કર્મ
આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ સ્થૂળકર્મ છે, પણ મહીં શું છે એ જોવાનું છે. મહીં જે ‘ચાર્જ’ થાય છે તે ત્યાં કામ લાગશે. અત્યારે જે આચાર પાળે છે એ ‘ડિસ્ચાર્જ’ છે. આખો બાહ્યાચાર જ ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપ છે. ત્યાં આ લોકો કહે કે, “મેં સામાયિક કર્યું, ધ્યાન કર્યું, દાન કર્યું. તે એનો તને જશ અહીં મળશે. તેમાં આવતા ભવને શું લેવાદેવા ? ભગવાન એવી કંઈ કાચી માયા નથી કે તારી આવી પોલને ચાલવા દે.
બહાર સામાયિક કરતા હોય ને મહીં શુંય કરતો હોય ! એક
પ્રતિક્રમણ
શેઠ સામાયિક કરવા બેઠા હતા, તે બહાર કોઈએ બારણું ઠોક્યું. શેઠાણીએ જઈને બારણું ખોલ્યું. એક ભાઈ આવેલા. તેમણે પૂછ્યું, ‘શેઠ ક્યાં ગયા છે ?” ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, ‘ઉકરડે’ ! શેઠે મહીં રહ્યા રહ્યા આ સાંભળ્યું ને અંદર તપાસ કરી તો ખરેખર એ ઉકરડે
જ ગયેલા હતા ! અંદર મનમાં તો ખરાબ વિચારો જ ચાલતા હતા ને બહાર સામાયિક કરતા હતા. ભગવાન આવાં પોલને ચાલવા ના દે. અંદર સામાયિક રહેતું હોય ને બહાર સામાયિક ના પણ હોય તો તેનું ‘ત્યાં’ ચાલે. આ બહારના ઠઠારા ‘ત્યાં’ ચાલે એવા નથી. આર્તધ્યાત-રૌદ્રધ્યાત બંધ થાય તે સામાયિક મહાવીરતી
૫૧૩
ભગવાને સામાયિક કોને કહ્યું ? જેને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય તેને આખોય દહાડો સામાયિક છે, એમ કહ્યું છે. મહાવીર ભગવાન કેટલા ડાહ્યા છે ! તમને કશી જ મહેનત કરવાની ના રાખે.
અને આ લોકોનું એય સામાયિક ભગવાન ‘એક્સેપ્ટ' ના કરે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એક ગુંઠાણા માટે, અડતાલીસ મિનિટ માટે બંધ થવાં જોઈએ ને ?
‘હું ચંદુભાઈ છું’ કરીને સામાયિક કરે, જેમ આ લીમડાને કાપી નાખીએ તોય ફરી ફૂટે, તો તે કડવો જ રહે ને ? કેમ કાપ્યા પછી મહીં ખાંડ નાખીએ તોય કડવો રહે ?
મુમુક્ષુ : હા, મૂળમાં જ એમ છે, દાદા.
દાદાશ્રી : મૂળ સ્વભાવમાં જ છે એમ. તેમ આ ‘ચંદુભાઈ’ બધા રાગ-દ્વેષ બંધ કરીને સામાયિકમાં બેઠા, તો તે શેની સામાયિક કરે ? નથી આત્મા જાણ્યો, નથી મિથ્યાત્વ સમજતા ! જે મિથ્યાત્વ સમજે તેને સમકિત થયા વગર રહે જ નહીં. એટલે સામાયિક કરવા શેઠ બેઠા હોય, પણ એમને બીજું કશું આવડતું નથી. એટલે એ શું કરે ? પોતાનું એક કૂંડાળું વાળેલું હોય અને બીજા કોઈ વિચાર આવે, દુકાનના, લક્ષ્મીના, વિષયના તો તેને કુંડાળાની બહાર હાંક હાંક કરે. જેમ એક કુંડાળામાં ગાયનાં વાછરડાં પેસી જતાં હોય, કૂતરાં પેસી