________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૮૯
૪૯૭
પ્રતિક્રમણ
જાય ચાસ્ત્રિમોહ માત્ર જોવાથી
પ્રતિક્રમણ કરીએ છીએ. એ પરિણામ માટે નહીં, પરિણામ તો એનું ગમે તે આવે. એટલે આપણે બધા દોષોના કૉઝને ખલાસ કરીએ છીએ.
પ્રશ્નકર્તા : એટલે આ કૉઝિઝનું પ્રતિક્રમણ છે ?
દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ કૉઝિઝને મારે છે, રિઝલ્ટને નથી મારતું. આ સમજમાં આવી ગયું ને ?
કો’કને આપણે નુકસાન કર્યું, પછી આપણે પ્રતિક્રમણ કરીએ, હવે નુકસાન થયું એ તો જાણે કે ‘ઇફેક્ટ’ છે, ‘રિઝલ્ટ’ છે. નુકસાન કરવાનો જે ઈરાદો હતો આપણો, તે ‘કૉઝ’ છે. તે પ્રતિક્રમણ કરવાથી એ ઈરાદો તૂટી ગયો. એથી પ્રતિક્રમણ એ કૉઝિઝ તોડે છે. બાકી આ બન્યું એ તો રિઝલ્ટ છે. એટલે પ્રતિક્રમણથી આ સાફ થઈ જાય છે. આ તો “સાયન્ટિફિક ઇન્વેન્શન' (વૈજ્ઞાનિક શોધખોળ) છે !
પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ જે કરીએ છીએ, તો એ પ્રતિક્રમણ કઈ રીતે તે કાર્ય કરે છે, કે જેનાથી આપણા દોષો ધોવાઈ જાય છે અને આપણને પ્યૉર ફોર્મ (શુદ્ધ રૂપ)માં લઈ આવે છે ? એ પ્રતિક્રમણ પેલાના શુદ્ધાત્મા પાસે જાય છે ને બધું ‘વાઈપ’ કરી આવે (સાફ કરી આવે) છે કે શું હોય છે એ ?
દાદાશ્રી : એવું છેને, બટન દબાવ્યું એટલે લાઈટ થઈ અને ફરી પાછું બટન દબાવીએ એટલે લાઈટ બંધ થઈ જાય. એવી રીતે પેલું કંઈક દોષ કર્યો હોય અને પ્રતિક્રમણ કરીએ એટલે દોષ બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : અતિક્રમણ કોઈને આનંદ આપે ખરું ?
દાદાશ્રી : હા. અમે કહીએ કે અલ્યા, તમારામાં અક્કલ નથી, તોય એ હસે.
પ્રશ્નકર્તા : અમને આનંદ થઈ જાય છે.
દાદાશ્રી : એવું કોઈ કોઈ માણસનું અતિક્રમણ હોય, જે બીજાને આનંદ કરાવે !
પ્રશ્નકર્તા : ઘણી ફેર મનમાં ભાંજગડ થયા કરે છે. દાદાશ્રી : તેને જોયા કરો. પ્રશ્નકર્તા : પછી પ્રતિક્રમણ કરીએ ને પાછી ભાંજગડ થયા કરે.
દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તેનેય જોયા કરો. જેટલું અખંડ જ્ઞાનદર્શન ભેગું થાય કે એટલું ચારિત્ર ઊભું થઈ જાય. હવે એ એને અનુભવ શેમાંથી થાય ? ચારિત્રમોહને જોવાથી અનુભવ થાય. એટલે ચંદુભાઈ શું કરી રહ્યા છે, એને બધું જુએ.
પ્રશ્નકર્તા: ‘ચંદુભાઈ” શું કરી રહ્યા છે, એ ચારિત્રમોહ જે જોયા કરીએ, તે વખતે કોઈ ખરાબ વિચાર આવે તો ?
દાદાશ્રી : ખરાબ વિચાર આવે તેય ચારિત્રમોહ.
પ્રશ્નકર્તા : માત્ર એને જોયા જ કરવાથી એ જતું રહે કે એનું પ્રતિક્રમણ કરવું પડે ?
દાદાશ્રી : પ્રતિક્રમણ નહીં કરવાનું. પ્રતિક્રમણ તો બધું પૂરું થયા પછી, આપણને ઠીક લાગે કે આ અતિક્રમણ કર્યું તો આપણે ચંદુભાઈને કહેવું કે, ‘પ્રતિક્રમણ કરો.’ ‘આપણે’ નહીં કરવાનું. જેણે અતિક્રમણ કર્યું હોય તે પ્રતિક્રમણ કરે.
પ્રશ્નકર્તા : એટલે જોવા માત્રથી જ આખો ચારિત્રમોહ ઊડી જાય ?
દાદાશ્રી : જોયા એટલે શુદ્ધ થયા. તમારી જે આત્મષ્ટિ છે એ એના પર પડી.
પ્રશ્નકર્તા : ચંદુભાઈ તો નિરંતર અતિક્રમણ કરતા જ હોય ને ? દાદાશ્રી : અતિક્રમણ કરેલાં હોય એને પ્રતિક્રમણ કરવાનાં.