________________
(૧૮) વિષય જીતે તે રાજાઓનો રાજા !
૩૧૯
૩૨૦
પ્રતિક્રમણ
દાદાશ્રી : ના, ના, અવકાશ રહ્યો નથી. માટે હજુ જો ચેતોને કંઈ...
પ્રશ્નકર્તા : મહાત્માઓની વાત કરે છે.
દાદાશ્રી : મહાત્માને જો કદી મારી આજ્ઞામાં રહેને તો એનું કોઈ નામ દેનાર નથી આ દુનિયામાં.
પ્રશ્નકર્તા: હવે ચુસ્ત રહીશું, પણ હવે અમારું ધ્યાન રાખજો.
દાદાશ્રી : હા, એ ચોક્કસ થઈ ગયુંને. અમે સારી રીતે ધ્યાન રાખીશું.
અત્યારે આ વિચિત્ર કાળમાં સિત્તેર ટકા તો હું બીતાં બીતો કહું છું, લોકોને ખરાબ લાગે એટલા હારુ. લોકોના મનમાં ડર પેસી જાય બહુ, એ ખોટું દેખાય એટલા માટે. હજી ટકા તો બહુ વધારે છે. કારણ કે વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને માર માર્યો છે. એનું ફળ નર્કગતિ છે. જાનવર નહીં પણ નર્કગતિ. બોલો હવે, અહીં શું કરવામાં બાકી રાખ્યું હશે ? આ લોકોએ કશું બાકી જ નથી રાખ્યું. એટલે હું લોકોને કહું છું કે હજુ ચેતાય તો ચેતો. હજુ માફી માગી લેશોને, તે માફી માગવાનો રસ્તો છે.
આવડો મોટો આપણે કાગળ લખ્યો હોય કોઈ સગાંવહાલાંને, અને મહીં ગાળો દીધી હોય, આપણે ખૂબ ગાળો દીધી હોય, આખા કાગળમાં બધી ગાળોથી જ ભર્યો હોય, અને પછી નીચે લખીએ કે આજે વાઈફ જોડે ઝઘડો થઈ ગયો છે એટલે તમારે માટે બોલ્યો છું, પણ મને માફ કરી દેજો. તો બધી ગાળો ભૂંસી નાખે કે ના ભૂસી નાખે ? એટલે બધી ગાળો વાંચે, પોતે ગાળો સ્વીકાર કરે અને પાછું માફેય કરે ! એટલે આવી આ દુનિયા છે. એટલે અમે તો કહીએ છીએ ને કે માફી માગી લેજો, તમારા ઇષ્ટદેવ પાસે માગી લેજો. અને ના માગતા હોય તો મારી પાસે માગી લેજો. હું તમને માફ કરી આપીશ. પણ બહુ વિચિત્ર કાળ આવી રહ્યો છે અને તેમાં ચંદુભાઈ પણ ગમે
તેમ વર્તે છે. એનો અર્થ જ નથી ને ! જવાબદારી ભરેલું જીવન ! હજુ ચેતવું હોય તો ચેતી જજો. આ છેલ્લી તમને બાંહેધરી આપીએ છીએ. ભયંકર દુઃખો ! હજુ પ્રતિક્રમણરૂપી હથિયાર આપીએ છીએ. પ્રતિક્રમણ કરશો તો તો હજુ કંઈક બચવાનો આરો છે અને અમારી આજ્ઞાથી જો કરશો તો તમારું જ ઝપાટાબંધ કલ્યાણ થશે. પાપ ભોગવવાં પડશે પણ આટલા બધાં નહીં.
જ્યારે ત્યારે તો સમજવું પડશેને ? આમ પૂરું સમજવું પડશેને ? મોક્ષ ભણી આવવું પડશેને ?
હજારો માણસોની રૂબરૂમાં કોઈ કહે કે ‘ચંદુભાઈમાં અક્કલ નથી’ તો આપણને આશીર્વાદ આપવાનું મન થાય કે ઓહોહો ! આપણે જાણતા હતા કે ચંદુભાઈનામાં અક્કલ નથી, પણ આ તો એ હઉ જાણે છે, ત્યારે જુદાપણું રહેશે !
આ ચંદુભાઈને અમે રોજ બોલાવીએ, કે આવો ચંદુભાઈ, આવો, અને પછી એ દહાડો ના બોલાવીએ, એનું શું કારણ ? એમને વિચાર આવે કે આજે મને આગળ ન બોલાવ્યો. અમે ચઢાવીએ એને, પાડીએ, ચઢાવીએ અને પાડીએ, એમ કરતું કરતું જ્ઞાનને પામે. આ બધી અમારી ક્રિયાઓ જ્ઞાન પામવા માટે છે. અમારી હરેક ક્રિયાઓ જ્ઞાન પામવા માટે છે. દરેકની જોડે જુદી જુદી હોય, એની પ્રકૃતિ જોઈને કરેલું હોય બધું, એવું હોવું જોઈએ. એ પ્રકૃતિ નીકળી જ જવી જોઈએ ને. પ્રકૃતિ તો કાઢવી જ પડશે. પારકી વસ્તુ ક્યાં સુધી આપણી પાસે રાખવી ?
પ્રશ્નકર્તા: ખરી વાત છે, પ્રકૃતિ નીકળ્યા સિવાય છૂટકો જ નથી.
દાદાશ્રી : હં. અમારી તો કુદરતે કાઢી આપી, અમારી તો જ્ઞાને કાઢી આપી. અને તમારી તો અમે કાઢીએ ત્યારે જ ને, નિમિત્ત છીએ
તમારે ઘણી પ્રકૃતિ નીકળી ગઈ. હજુ રાતે પ્રતિક્રમણ કરવાં પડે