________________
(૧૨) છૂટે વ્યસનો, જ્ઞાની રીતે
અને ચંદુભાઈ અતિક્રમણ કરે તો કહીએ કે પ્રતિક્રમણ કરો. ક્રમણનો અધિકાર છે, અતિક્રમણનો અધિકાર નથી.
૨૧૫
અમે શું કહ્યું કે અત્યારે વ્યસની થઈ ગયો છું તેનો મને વાંધો નથી, પણ જે વ્યસન થયું હોય, તેનું ભગવાન પાસે પ્રતિક્રમણ કરજે કે હે ભગવાન ! આ દારૂ ના પીવો જોઈએ છતાં પીઉ છું, તેની માફી માગું છું. આ ફરી ના પીવાય એવી શક્તિ આપજો. એટલું કરજે બાપ. ત્યારે લોકો વાંધો ઉઠાવે છે કે તું દારૂ કેમ પીવે છે ? અલ્યા, તું આને આમ વધારે બગાડું છું. એનું અહિત કરી રહ્યા છો. મેં શું કહ્યું, તું ગમે તેવું મોટું જોખમ કરીને આવ્યો, તો આ પ્રમાણે પ્રતિક્રમણ કરજે. કારણ કે પ્રતિક્રમણનો અર્થ શું થાય ?
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ એટલે મારાથી પ્રકૃતિના કારણે કર્મ તો થઈ જાય છે, પણ એનો મને પસ્તાવો છે, મારે છોડવું છે. એ જાતનું ?
દાદાશ્રી : હા. પણ પસ્તાવો થયો. પણ પ્રતિક્રમણનો અર્થ જ શું ? પોતે એ દારૂ પીવો છે એ અભિપ્રાય વિરુદ્ધ ચાલ્યો. અભિપ્રાયથી છૂટી ગયો એનો તો બીજા અવતારમાં દારૂ જ ના હોય. પ્રતિક્રમણ છોડાય નહીં. તે આ બધાં વાક્યો એવાં એવાં લખ્યાં છે કે બધું છોડાવી
દે.
પ્રશ્નકર્તા : તમે સવારે ‘ચા' પીતાં કહ્યું કે અમે પ્રત્યાખ્યાન કરીને પછી ચા પીધી છે.
દાદાશ્રી : ઓહોહો ! હા.
પ્રશ્નકર્તા : એની જ વાત છે.
દાદાશ્રી : એટલે ‘ચા' તો હું પીતો નથી. છતાં પીવાના સંજોગ બાઝે છે. અને ફરજિયાત ઊભું થાય છે. ત્યારે શું કરવું પડે ? જો કદી પ્રત્યાખ્યાન કર્યા સિવાય, જો પીઉં તો ‘એ’ ચોંટી પડે. એટલે તેલ ચોપડીને અને રંગવાળું પાણી રેડવાનું, પણ તેલ ચોપડીને.હા. પ્રત્યાખ્યાનરૂપી અમે તેલ ચોપડીએ પછી પાણી લીલારંગવાળું રેડે, પણ
પ્રતિક્રમણ
૨૧૬
મહીં ચોંટે નહીં. એટલે પ્રત્યાખ્યાન કરીને પછી ચા પીધી મેં ! આ એટલું સમજવા જેવું છે. પ્રત્યાખ્યાન કરીને કરો આ બધું. સમજ પડીને ? પ્રતિક્રમણ તો જ્યારે અતિક્રમણ થાય ત્યારે કરો. આ ચા પીવી એ અતિક્રમણ ના કહેવાય. ચા ફરજિયાત પીવી પડે. એ અતિક્રમણ ના કહેવાય. એ તો પ્રત્યાખ્યાન ના કરો તો, તેલ ના ચોપડો, તો થોડુંક ચોંટી જાય. હવે તેલ ચોપડીને કરજો ને, બધું. પ્રશ્નકર્તા : જરૂર.
દાદાશ્રી : આ મોટર લઈને ફરવા જાવ છો તે તેલ ચોપડીને જવું. આ મારે ફરજિયાત કરવું પડે છે. તે તેલ ચોપડીને કરું.
પ્રશ્નકર્તા : એમને ત્યાં બટાકા ને કાંદા ખાવા પડ્યા હતા. દાદાશ્રી : એ તો એનું પ્રતિક્રમણ કરી લઈએ. પ્રતિક્રમણ કરી લઈએ તો ચાલે. સંજોગ અનુસાર ચાલવાનું.
શારીરિક વેદનીયમાં
પ્રશ્નકર્તા : સામાને દુઃખ થાય ત્યારે તો આપણે પ્રતિક્રમણ કરીએ, પણ જ્યારે પોતે પોતાની જ શારીરિક વેદના ભોગવતો હોય અને દુ:ખ થાય તો તેનુંય પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : એને જોયા કરવાનું. તન્મયાકાર થાય તેનેય જોવાનું, ભોગવવાનું, વેદવાનું થાય તેને જોયા કરવાનું. વેદ એટલે જાણવું. અને વેદ એટલે ભોગવવું. તે ભોગવવાથી માંડીને જાણવા સુધીના પદમાં જ્ઞાનીઓ હોય છે.
પ્રશ્નકર્તા : બહુ દુખે ત્યારે તો પુદ્ગલ ઠેકડા મારવા મંડે.
દાદાશ્રી : હા. તમે ઠેકડા મારતા હો, તે બધાને ખબર પડી જાય. પણ બીજાને દુઃખ ના થાય એ જોવાનું. અને વખતે દુઃખ થાય, દુઃખ પહોંચે એવું ખરાબ બોલી ગયા અને પેલાને દુઃખ થયું તો તમારે ‘ચંદુભાઈ’ને કહેવું કે તમે પ્રતિક્રમણ કરો.