________________
(૮) સુધારવું કે સુધરવું ?
૧૪૧
૧૪૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
બઈ, પોતાની જોડે જેણે શાદી કરેલી છે તે બઈનું સમાધાન ના કરી શકો ? તું ચાર્ટડ એકાઉન્ટન્ટ કહેવાઉં ! તમે તો ભયંકર ગણતરીબાજ. હું વલ્યો. મેં કહ્યું, આ સી.એ. કોણે કર્યા ? શી રીતે પાસ થયેલા ? ચોરીઓ કરીને પાસ થયા'તા ? સી.એ. તો કેટલો બધો અક્કલવાળો હોય ! બીજું આજબાજવાળાને જો કદી ભાંજગડ પડી હોય તો સાંધી આપે એવો હોય. અને તમે ઘરમાં રૅક્ટર કરી નાખ્યું આ ! છેડો ફાડી નાખ્યો આખો ? ત્યારે કહે, ‘દાદાજી, તમે એને ઓળખતા નથી, બહુ જ ખરાબ બૈરી છે આ.' મેં કહ્યું, એ વાતેય ખરી છે પણ હું હમણે એને પૂછી આવીશ કે ધણી કેવા છે, તો શું કહેશે એ ?
પ્રશ્નકર્તા : એય એવું જ કહે, ખરાબ છે.
દાદાશ્રી : તદન નાલાયક છે, એવું કહે ત્યાર પછી એને વિચાર આવ્યો કે સાલું આ એય મને નાલાયક જ કહે. પછી મેં કહ્યું કે હજી બીજા વિશેષણ છે ? ત્યારે કહે, ના પણ એ વાત જ કરવા જેવી નથી. મેં કહ્યું કે શરમ નથી આવતી ? આ તમે આવડા મોટા ભણેલા ગણેલા થયા અને વહુ જતી રહી. મેં કહ્યું, તમે જ ન્યાય કરીને ? ત્યારે કહે, એ તો મને વધારે ખરાબ કહે. મેં કહ્યું, તો આનો ન્યાય શો ? ખરાબ કરીને આમ શા હારુ ફર્યા કરો છો ? આ સ્ત્રી જોડે શા હારુ તમારે આવું થયું ? તો કહે, તેને સુધારવા ગયો હતો. મેં કહ્યું, સુધારવાનું ના હોય કોઈને, આ સુધારવામાં ક્યાં પડ્યો છે તું? તારું કામ હોય એટલું બતાવને એને. પાછું સુધારવામાં ક્યાં પડ્યો ? ત્યારે કહે છે, સુધારું નહીં તો એ ડાહી ક્યારે થાય ? મેં કહ્યું, જો સુધારવામાં પ્રકૃતિ બદલાય નહીં, તું સુધારવા જાઉં છું ને તે તું સુધરેલો હો તો એ સુધરશે. તું એને સુધારવા જઉં એ કંઈ તારી શિષ્યા થાય એવી નથી, એ ઘરાક. ત્યારે કહે, હા, પણ સુધાર્યા વગર ચાલે જ નહીં ને ! સુધારવાની નહીં, મા (મધર)નેય સુધારવાની નહીં. આપણે તો એડજસ્ટ થવાનું. એને સુધારવાની નહોય. આપણે કંઈ સુધારો કરવા આવ્યા નથી આનો. સુધારવા જતા આ સુધરવાની નહોય. કારણ કે સુધારી કોને શકાય ? કે ખરેખર આપણી વહુ જ હોય તો. આ તો રિલેટિવ સગઈ છે. કેવી સગઈ છે? આ સંબંધ તું જાણું છું ? તું સી.એ. છું એટલે તને
સમજ પાડું કે આ મધર જોડે જે સંબંધ છેને એ રિલેટિવ સંબંધ છે, રિયલ સંબંધ નથી. મધર જોડે બ્લડ રિલેશન છે ને પેલો નંબર રિલેશન (પડોશી સંબંધ) છે પણ બેઉ રિલેટિવ સંબંધ છે. રિલેટિવ એટલે તું જેવું રાખું એવું એ રાખશે. આ વાઈફ જોડે રિલેટિવ સંબંધમાં પણ તને આ સાચવતા ના આવડ્યું ? ત્યારે મને કહે કે હું તો એમ જાણે કે આ રિયલ સંબંધ છે. મેં કહ્યું કે સ્ત્રી જોડે રિયલ સંબંધ હોતો હશે ? આ દેહ જોડે જ રિયલ સંબંધ નથી ને, તો દેહના ઓળખાણવાળા જોડે શી રીતે રિયલ સંબંધ હોય ? એટલે આ બધા સંબંધ રિલેટિવ સંબંધ. રિલેટિવનો અર્થ શું કે આપણે એની જો જરૂર હોય, તો એ ફાડવા બેઠી હોય તોય આપણે આખી રાતે સાંધ સાંધ કરવું. આપણેય ફાડીએ અને એ ફાડે તો સવારમાં શું થઈ જાય ?
પ્રશ્નકર્તા : ડાયવોર્સ.
દાદાશ્રી : એટલે એ ફાડ ફાડ કરે ને, આપણે સાંધ સાંધ કરવાનું આખી રાત. નહીં તો સવારમાં કોઈ સંબંધ રહેશે નહીં. રિલેટિવનો અર્થ શો ? કે સાંધો. એક ફાડે તો બીજાએ સાંધ સાંધ કરવું. એટલે બેઉ સાચવે. ત્યારે કહે કે મારે શી રીતે સાંધવું? મેં કહ્યું કે એ જો આખી રાત તારે માટે બહુ વિચાર કરતી હોય કે બહુ ખરાબ છે, બહુ ખરાબ છે તો તારે આખી રાત એમ કહેવું કે ‘એ સારી છે, બહુ સારી છે. આ તો મારી ભૂલ થાય છે, એ તો બહુ સારી છે.” એટલે સવારમાં સંધાઈ જશે. કાલે પાછું એ ફાડવા માંગતી હોય તો તું ફરી સાંધજે. એ કહે ખરાબ છે ને આપણેય ખરાબ કહીએ તો ફાટી જાય. માટે જો તારે એની જોડે મેળ પાડવો હોય તો, તારે એ ફાડ ફાડ કરે, ને આપણે સાંધ સાંધ કરવું. તો સવારમાં આખું રહેશે. એ છોને ફાડતી પણ અડધું રહે છેને ? પાછું સવારમાં જોઈ લઈશું. સુધારવાનું કોને હોય, કે જે રિયલ સગાઈ હોય એને. તેના સારુ સુધારવાનું કે ભલે સો અવતાર જાય તોય ભલે, પણ એને સુધારવી જ રહી મારે. આ રિલેટિવ સગાઈ, પહેલાંનો હિસાબ પતવા માટેની સગાઈ, એ હિસાબ ચૂકતે થઈ જાય એટલે જુદું પડી જાય, ફરી ભેગી થાય નહીં. એને સુધારવાની ક્યાં ભાંજગડો ! તેને સુધારવા નક્કી કરવું આપણે, ના સુધરે તો આપણે આપણી મર્યાદામાં રહેવું, સંસાર બગડતો અટકાવો, સુધારવા