________________
(૬) સામાની ભૂલ કાઢવાની ટેવ !
૧૧૯
૧૨૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ક્યારે ભૂલ હું કાઢ્યું ! એવું ના હોવું જોઈએ. આપણી સુંદર લાઈફ હોવી જોઈએ. તમને વાત કંઈ વ્યાજબી લાગે છે ?
પ્રશ્નકર્તા ઃ ખરીને. દાદાશ્રી : હવે જે એ ભૂલ જાણતી હોય એ ભૂલો ના કાઢશો હવે.
ચામાં ત ખાંડ, પી લે ચૂપચાપ,
કાં તો પ્રેમ માંગ, ત બત સાપ ! હું તો સાંતાક્રૂઝમાં ત્રીજે માળે બેઠો હોઉં તો ચા આવે. તે જરા કોઈ દહાડો ખાંડ ભૂલી ગયા હોય તો હું પી જવું અને તેય દાદાના નામથી. મહીં દાદાને કહું, ચાની મહીં ખાંડ નાખો સાહેબ. તે દાદા નાખી આપે ! એટલે ખાંડ વગરની ચા આવે તો પી જઈએ બસ. અમારે તો કશો ડખો જ નહીં ને ! અને પછી પેલો ખાંડ લઈને દોડધામ કરીને આવે. મેં કહ્યું, ‘ભાઈ, કેમ ખાંડ લાવ્યો ? આ ચાના કપરકાબી લઈ જા.' ત્યારે કહે, ‘તમે ચા મોળી હતી તે ખાંડ માંગી નહીં !” મેં કહ્યું, ‘હું શું કરવા કહું ? તમને સમજણ પડે એવી વાત છે ?”
પ્રશ્નકર્તા: આપે કહ્યું કે ચામાં ખાંડ ના હોય, તો તમારે બૈરીને કશું કહેવું નહીં અને ચા પી લેવી. પણ હવે કોઈ આપણે ઘેર મહેમાન આવ્યું હોય અને એવી ચા બનાવે અને આપણે કશું કહીએ નહીં, તો મહેમાન કહેશે કે આની બૈરીને બનાવતા નથી આવડતું અને આ ધણી એની બૈરીને કહેતોય નથી !
દાદાશ્રી : પણ કહેવું હોય તો કો'કને ઘેર ગયા હોયને આપણે અને એમને કહીએ એવી રીતે કહેવું જોઈએ કે પ્લીઝ (મહેરબાની કરીને) જરા ખાંડ લાવજો, કહીએ. ત્યાં, તારામાં અક્કલ નથી અને ખાંડ નાખી નહીં ને ! એવું કહીએ તો શું થાય? કહેવામાં વાંધો નથી. એટલે કહેવામાં રીત હોવી જોઈએ.
અને પોતે એકલા હોય તો પી લેવી. કારણ કે એમને પોતાને ખબર પડશેને ! પછી આપણને કહે, “મહીં ખાંડ ન હતી, ભૂલી ગઈ હતી, તોય
તમે બોલ્યા નહીં !” ત્યારે કહે, ‘તમને ખબર પડશે ને, કંઈ મારે એકલાને ઓછું પીવાની છે ! એ મારે કહેવું તેના કરતાં તમને અનુભવ થાય એ શું ખોટું છે ! એના કરતાં અમે શું કરીએ ? આપણે કહીએ, કે ચા ગળી છે, ચા ગળી છે. એટલે પીએ કે તરત ગળી લાગે. સાયકોલોજીકલ ઇફેક્ટ થાય. નહીં તો ગળી હોય તોય મોળી લાગે.
પણ પેલી ખાંડ વગરની ચા ગળામાંથી ઊતરે નહીં તો? ના, ના ઊતરે તોય ઉતારી દઈએ. એટલું તપ ના કરીએ તો માણસ શેના આપણે ?
એ તમે તપ કરોને, એથી બઈને પસ્તાવો થાય અને પસ્તાવો થાય એટલે બીજી વાર સરસ કરે અને ભૂલ ના કરે. અને જો ભૂલનો ગોદો મારશો તો ભૂલ કરશે. એ કહેશે, “જાવ, તમારે થાય એ કરજો. હું કરવાની જ.” એવું થશે, અવળી ફરશે. એવું ના કરો. આ જીવન જીવતાં શીખો. આમ આને લાઈફ જ કેમ કહેવાય તે ? મતભેદ કેમ થાય ?
એક ભાઈને પૂછ્યું, “ઘરમાં કોઈ દિવસ વાઈફની ભૂલ કાઢું છું ?” ત્યારે કહે, “એ છે ભૂલવાળી એટલે ભૂલ જ કાઢવી પડે ને ? મેં કહ્યું, અક્કલનો કોથળો આવ્યો આ ! વેચવા જઈએ તો ચાર આના બારદાનના આવે નહીં અને એ માની બેઠો કે આ વહુ ભૂલવાળી, લે ! એવું માની બેસે છે. કેવું ખોટું દેખાય ? આ તો ખોટી ખોટી ભૂલો કાઢીએ ને કહેશે, તારામાં અક્કલ નથી ! તે રોજ બૂમો પાડે ! અક્કલ તો કોનું નામ કહેવાય, કે ભૂલ ક્યારે કાઢે, કે ખરેખર એ પોતે સમજતી ના હોય ત્યારે ભૂલ કાઢે ને પેલી ઉપકાર માને તો એ અક્કલવાળો કહેવાય. એ જ કહેશે, બહુ સારું થયું. આ મને દેખાડી, નહીં તો હું આડે ને આડે રસ્તે ચાલી જાત. તમે સારું થયું મને શીખવાડ્યું. તો એ એડવાન્સ થાય. મૂઆ, આ એ કઢીની બાબતમાં એડવાન્સ તું શું કરવાનો છું. તું જ થયો નહીંને, તારામાં બરકત તો છે નહીં !
પ્રેમે નહીં, મારે વહુને ગોદા,
ત તૂટે પ્રેમ, એવા કર સોદા ! બાકી ઘરમાં કોઈની ભૂલ નહીં કાઢવી. તમને કેમ લાગે છે વાત?