________________
૧૧૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
તેની ભૂલ કાઢીએ તો મિત્રપણું છૂટી જાય.
પ્રશ્નકર્તા : આ મિત્ર નથીને, આ તો બૈરી છે. દાદાશ્રી : એટલે ખીલે બાંધેલી છે એટલે અને પેલો ખીલે બાંધેલો
નહીં.
(૬) સામાની ભૂલ કાઢવાની ટેવ !
પ્રશ્નકર્તા : એકવાર ભૂલ કરે તો માફ કરી દઉં, પણ બીજીવાર જ્યારે એની એ જ ભૂલ કરે તો પછી નથી ચલાવી લેવાતું, એમાં ગુસ્સો થઈ જાય આપણાથી.
દાદાશ્રી : ગુસ્સે તમે થાવ છોને ?
પ્રશ્નકર્તા : હા.
એક ફેમિલી છતાં કાઢી ભૂલ,
વિચાર, એને ભોકે છે તું શૂળ ! દાદાશ્રી : કોઈ દહાડો તારી ભૂલ એ કાઢે કે ના કાઢે ? પ્રશ્નકર્તા: કાઢે. દાદાશ્રી : તે ઘડીએ તું એમની ભૂલ કાઢું કે ના કાઢું ? પ્રશ્નકર્તા : ચોક્કસ. દાદાશ્રી : હા, એ જ હું કહું છું. તો ફેમિલીમાં ભૂલ ના કઢાય. પ્રશ્નકર્તા : એવું કંઈ સમજાવોને કેમ ભૂલ ના કઢાય ?
દાદાશ્રી : ભૂલ તો કઢાતી હશે પણ ? ભૂલ કાઢવાથી શું ફાયદો? ઇમોશનલ માણસ જ ભૂલ કાઢે. કોઈને ભૂલ કાઢવાનો અધિકાર નથી. ભૂલ કાઢવાનું કેટલા વખતથી ચાલે છે ? આ બગડી ગયું એવું બોલે કોઈ
દાદાશ્રી : પણ ભૂલ એ કરે અને તમે શું કરવા નબળા થાવ છો ? ભૂલ એ કરે ને નબળા તમે થાવ છો ?
પ્રશ્નકર્તા : હા, પણ એની ભૂલને લીધે આપણે બધાએ સહન કરવું
દહાડો ?
દાદાશ્રી : ના, પણ નબળા શું કરવા થાવ છો તમે ? આપણે ગુસ્સે નહીં ભરાવું ને જોયા કરવાનું. એટલે એને મનમાં ભય લાગે કે આ જુઓને બોલતા નથી. કેવા સારા માણસ છે. આવો ધણી ફરી નહીં મળે. ‘હે ભગવાન ! આવા આ ધણી સાત અવતાર સુધી આપજે.” કહે છે.
પ્રશ્નકર્તા : પણ ભૂલ કાઢે એમાં એને દુ:ખ કેમ થાય ?
દાદાશ્રી : પણ એ કહેવાની જરૂર શું હતી. તે એવું છે ને આપણા લોકોએ આખું ઘર બધું ખરાબ કરી નાખેલું છે બધું આમ ઝઘડા કરીને.
પ્રશ્નકર્તા : હા, પણ દુ:ખ એ બધું ઘરમાં ના થવું જોઈએ. કોઈ રસ્તે જતા માણસને કહે તો એને દુઃખ થઈ જાય પણ ઘરમાં એવું દુઃખ ના થવું જોઈએ. ભૂલ કાઢો તો ધેર ઈઝ નથિંગ રોંગ ઇન ધેટ (એમાં કંઈ ખોટું નથી.) !
પ્રશ્નકર્તા : થોડી થોડી ચાલે બધી, નાની નાની ભૂલ કાઢું છું. દાદાશ્રી : કોઈ દા'ડો ભૂલ કાઢો છો એની કે દરરોજ ? પ્રશ્નકર્તા : દરરોજ. દાદાશ્રી : ના, ભૂલ ના કઢાય. ભૂલ કઢાતી હશે ? કોઈ મિત્ર હોય