________________
પર
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
૫૧ પ્રશ્નકર્તા : ઝઘડાના મતભેદ નથી. દાદાશ્રી : મતભેદે નહીં ને કશુંય નહીં રાખવાનું ! પ્રશ્નકર્તા : આમાં સામાન્ય રીતે ઝઘડાના મતભેદો હોતા નથી.
દાદાશ્રી : ઝઘડા હોય તો સારા, તે એનો નિવેડો આવી જાય. આ તો કાયમ કચકચ, કચકચ ! ઝઘડાનો મતભેદ સારો કે એકબીજાથી છૂટા પડી ગયા એટલે નિકાલ થઈ ગયો. પણ આ તો કાયમ કચકચ તે ઘર બગડી જાય.
પતિ-પત્ની કે હું તારો - હું તારી,
તરત પાછા ઝઘડે, તારી ! ઘરમાં વાઈફ જોડે મતભેદ થાય તો તેનું સમાધાન કરતાં આવડે નહીં, છોકરા જોડે મતભેદ ઊભો થાય તો તેનું સમાધાન કરતાં ના આવડે અને ગૂંચાયા કરે.
પ્રશ્નકર્તા : ધણી તો એમ જ કહેને, કે ‘વાઈફ’ સમાધાન કરે, હું નહીં કરું !
દાદાશ્રી : હંઅ, એટલે ‘લિમિટ’ પૂરી થઈ ગઈ. ‘વાઈફ’ સમાધાન કરે ને આપણે ના કરીએ તો આપણી ‘લિમિટ’ થઈ ગઈ પૂરી. પુરુષ હોયને તે તો આવું બોલે કે ‘વાઈફ' રાજી થઈ જાય અને એમ કરીને ગાડી આગળ ચાલુ કરી દે અને તમે તો પંદર-પંદર દહાડા, મહિના-મહિના સુધી ગાડી બેસાડી રાખો, તે ના ચાલે. જ્યાં સુધી સામાના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારે મુશ્કેલી છે માટે સમાધાન કરવું.
આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે “હું તમારી છું' ને ધણી કહે કે હું તારો છું” પછી મતભેદ કેમ ? તમારા બેની અંદર ‘પ્રોબ્લેમ’ વધે તેમ જુદું થતું જાય. ‘પ્રોબ્લેમ’ ‘સોલ્વ’ થઈ જાય પછી જુદું ના થાય. જુદાઈથી દુઃખ છે. અને બધાંને ‘પ્રોબ્લેમ' ઊભા થવાના, તમારે એકલાને થાય છે એવું નથી. જેટલાંએ શાદી કરી તેને ‘પ્રોબ્લેમ' ઊભા થયા વગર રહે નહીં.
વહુની જોડે મતભેદ પડતો હોય મૂઆ ! જેની જોડે... ડબલ બેડ હોય છે કે એક પથારી હોય છે ?
પ્રશ્નકર્તા: ના, માફ કરજો. એક જ હોય છે.
દાદાશ્રી : તો પછી એની જોડે આ ઝઘડા થાય તો રાતે લાત મારે ત્યારે શું કરીએ ?
પ્રશ્નકર્તા : નીચે.
દાદાશ્રી : તો એની જોડે એકતા રાખવાની. “વાઈફ' જોડે પણ મતભેદ થાય ત્યાંય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની ? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે. આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે, એટલી એકતા કરવી જોઈએ. એવી એકતા કરી છે તમે?
પ્રશ્નકર્તા : આવું કોઈ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું.
દાદાશ્રી : હા, તે વિચારવું પડશે ને? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા !
વાતચીત કરીને ! કંઈ ખુલાસા થશે આમાં. આ તો જોગ બેઠો છે તે ભેગા થયા, નહીં તો ભેગા થવાય નહીં આ તો ! એટલે કશી વાતચીત કરોને ! એમાં વાંધો શો ? આપણે બધા એક જ છીએ. તમને જુદાઈ લાગે છે આ બધી, કારણ કે ભેદબુદ્ધિથી માણસને જુદું લાગે. બાકી બધું છે એક જ. માણસને ભેદબુદ્ધિ હોયને ? વાઈફ જોડે તો ભેદબુદ્ધિ નથી હોતીને ?
પ્રશ્નકર્તા : હા, એ જ થઈ જાય છે. દાદાશ્રી : આ વાઈફની જોડે ભેદ કોણ પાડે છે ? બુદ્ધિ જ.
બૈરી ને એનો ધણી બેઉ પાડોશી જોડે લડે ત્યારે કેવાં અભેદ થઈને લડે છે ? બેઉ જણ આમ હાથ કરીને કે તમે આવા ને તમે તેવા. બેઉ જણ આમ હાથ કરે. એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આ બેમાં