________________
(૨) ઘરમાં ક્લેશ
૩૭
૩૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
અજ્ઞાનતાથી ક્લેશ બધો ઊભો રહ્યો છે. અજ્ઞાનતા જાય એટલે ક્લેશ દૂર થઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે ક્લેશ ઉત્પન્ન થાય એ પહેલાં જ ઉદયકર્મને આપણે જોઈ લેવા જોઈએ ?
દાદાશ્રી : જોઈ લેવાનો સવાલ નથી. મહીં છે તે આ શું છે એ જાણી લેવું જોઈએ. આ શું છે ? હું કોણ ? આ બધું શું છે ? એ જાણી લેવું જોઈએ, સાધારણ રીતે. આપણે એક માટલી હોય, તે માટલી હોય તે છોકરો ફોડી નાખે, તોય આપણને કોઈ ક્લેશ કરતું નથી ઘરમાં અને કાચનું આવડું વાસણ હોય તે બાબો ફોડી નાખે તો ? ધણી શું કહે બૈરીને, કે તું સાચવતી નથી આ બાબાને. તે મૂઆ, માટલીમાં કેમ ન બોલ્યો. કારણ કે એ તો ડીલ્ય હતી. એની કિંમત જ નથી, કિંમત ના હોય તો આપણે ક્લેશ નથી કરતા ને કિંમતવાળામાં જ ક્લેશ કરીએ છીએને ! વસ્તુ તો બેય ઉદયકર્મને આધીન છે, ફૂટે છે તે. પણ જો આપણે માટલી પર ક્લેશ નથી કરતાં એનું શું કારણ ? એટલે ક્લેશ ઉદયકર્મને આધીન નથી, એ અજ્ઞાનતાને આધીન છે.
પ્રશ્નકર્તા : હા, અજ્ઞાનતાને આધીન છે ! પણ ક્લેશ થવો અથવા એવી કોઈ પ્રક્રિયા થવી એ માનસિક પ્રક્રિયા નથી ?
દાદાશ્રી : ફ્લેશ એ માનસિક છે, પણ અજ્ઞાનને આધીન છે એટલે શું, કે એક માણસને બે હજાર રૂપિયા ખોવાઈ જાય તે એને માનસિક ચિંતા ઉપાધિ થાય તે બીજા માણસને ખોવાઈ જાય તો બીજો કહેશે, મારા કર્મના ઉદય હશે તે પ્રમાણે થયું હવે. તે આમ જ્ઞાન હોય, સમજણ હોય તો નિવેડો લાવે ! નહીં તો ક્લેશ પૂર્વ જન્મનો કંઈ ઉદયકર્મનો ક્લેશ નથી હોતો. ક્લેશ તો અજ્ઞાનતાનું ફળ છે.
પ્રશ્નકર્તા : એક્ઝક્ટલી, બન્નેના જાય છે બે હજાર તો પણ કષાય એકને નથી થતો.
દાદાશ્રી : કેટલાક માણસોને બે હજાર જતા રહે તોય કશું અસર ના થાય એવું બને કે ન બને ? કેટલાક માણસો બે હજાર જતા રહે, તે
ખૂબ અસર થાય, તેવું જાણો ? એટલે કોઈ દુઃખ ઉદયકર્મને આધીન હોતું નથી. દુઃખો એ આપણી અજ્ઞાનતાનું ફળ છે.
કેટલાક માણસને વીમો ના ઉતાર્યો હોય, છતાં એનું ગોડાઉન સળગે અને એ શાંત રહી શકે છે. બહાર અને અંદર પણ શાંત રહી શકે છે. અને કેટલાકને એવું, અંદરેય દુઃખ ને બાહ્ય પણ દુઃખ દેખાડે. મૂળ અજ્ઞાનતા ને અણસમજણ ! એ તો સળગવાનું જ હતું. એમાં નવાઈ છે જ નહીં. માથા ફોડીને મરી જાય તોય એમાં ફેરફાર થવાનો નથી.
પ્રશ્નકર્તા: કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવાની એ મનની ભૂમિકા ન ગણાય ?
દાદાશ્રી : પોઝિટિવ લેવું તે મનની ભૂમિકા. પણ તોય જ્ઞાન હોય તો જ પોઝિટિવ લે. નહીં તો નેગેટીવ જ જુઓને. આ જગત આખું દુઃખી છે. માછલા તરફડે એમ તરફડી રહ્યું છે. આ પોતાની મિલો હોવા છતાંય ! માટે સમજવાની જરૂર છે.
જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. જીવન જીવવાની કળા તો હોય જ ને. કંઈ બધાને મોક્ષ હોતો નથી. પણ જીવન જીવવાની કળા તો હોવી જોઈએ ને ? ભલે મોહ કરો પણ મોહ ઉપર જીવન જીવવાની કળા તો જાણો. કઈ રીતે જીવન જીવવું. સુખને માટે ભટકે છેને, તો સુખ
ક્લેશમાં હોય ખરું? ક્લેશ તો ઊલટું સુખમાંય દુઃખ લાવે છે. ભટકે છે સુખ માટે અને લાવે છે દુ:ખ. જીવન જીવવાની કળા હોય તોય દુઃખ ના લાવે, દુઃખ હોય ને તો એને બહાર કાઢે.