________________
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
૪૭૫
૪૭૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
હોવો જોઈએ ? પરસ્ત્રી ના હોવી જોઈએ અને પરપુરુષ ના હોવો જોઈએ. અને વખતે એનો વિચાર આવે તો એને પ્રતિક્રમણથી ધોઈ નાખવા જોઈએ. મોટામાં મોટું જોખમ હોય તો આટલું જ, પરસ્ત્રી અને પરપુરુષ ! પોતાની સ્ત્રી એ જોખમ નથી. હવે અમારી આમાં કશી ક્યાં ભૂલ છે ? અમે વઢીએ છીએ કોઈ રીતે ? એમાં કશું ગુનો છે ? આ અમારી સાયન્ટિફિક શોધખોળ છે ! નહીં તો સાધુઓને એટલે સુધી કહ્યું છે કે સ્ત્રીની લાકડાની પૂતળી હોય તેને પણ જોશો નહીં. સ્ત્રી બેઠી હોય એ જગ્યાએ બેસશો નહીં. પણ મેં એવો તેવો ડખો નથી કર્યો ને ?
આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું તે જ ફળ પામશે, એની અમે ગેરેન્ટી આપીએ છીએ !
પ્રશ્નકર્તા: એક પત્નીવ્રત કહ્યું તે સૂક્ષ્મથી પણ કે એકલું સ્થળ ? મન તો જાય એવું છે ને ?
દાદાશ્રી : સૂક્ષ્મથી પણ હોવું જોઈએ અને વખતે મન જાય તો મનથી છુટું રહેવું જોઈએ. અને એના પ્રતિક્રમણ કર કર કરવા પડે. મોક્ષ જવાની લિમિટ કઈ ? એક પત્નીવ્રત અને એક પતિવ્રત.
હવે આખી જિંદગી બીજે મન ના બગડ્યું, તો તારું ગાડું સારું જશે.
જેમ પોતાની સ્ત્રી હોય, એવી દરેકને પોતાની સ્ત્રી હોય. દરેક છોકરીઓ કો'કની સ્ત્રી થવા માટે જ જન્મેલી હોય છે. એ પારકો માલ કહેવાય. કોઈની સ્ત્રીને બીજી રીતે જોઈ શકાય નહીં, પાછલા સંસ્કારને લીધે ભૂલથી જોવાઈ જાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ. આટલું જ સાચવવાની જરૂર છે.
અણહક્તા વિષયે તર્ક મળે;
તુર્ત પ્રતિક્રમણથી બી ત ફળે ! જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે
અને તું ત્યાગી હોઉં તો તારી વિષય તરફ દૃષ્ટિ જ ના જવી જોઈએ ! અણહક્કનું લઈ લેવું, અણહક્કની ઈચ્છા કરવી, અણહક્કના વિષય ભોગવવાની ભાવના કરવી, એ બધી પાશવતા કહેવાય. હક્ક અને અણહક્ક એ બે વચ્ચે લાઈન ઓફ ડિમાર્કશન (ભેદરેખા) તો હોવી જોઈએ ને ? અને એ ડિમાર્કેશન લાઈનની બહાર નીકળાય જ નહીં. તોય પણ લોક ડિમાર્કશન લાઈનની બહાર નીકળ્યા છે ને ? એને જ પાશવતા કહેવાય. હક્કનું ભોગવવાનો વાંધો નથી.
પ્રશ્નકર્તા : પણ હક્કનું કોને કહેવું અને અણહક્કનું કોને કહેવું ?
દાદાશ્રી : આપણા પોતાના હક્કની ચીજ તો દરેક માણસ સમજે. આ મારું ને આ પારકું, એ તરત બધા સમજી જાય. મારી પથારી કઈ, મારું ઓશીકું કર્યું, એ બધું નાનું છોકરુંય સમજી જાય. મારી જમવાની થાળી આવે તો, હું મારી મેળે મહીં જે મૂક્યું હોય તે બધું ખાઉં, તે હક્કનું કહેવાય. તો કોઈ બૂમ ના પાડે, કોઈ વાંધો ના કરે, કોઈ દાવો ના કરે. આપણામાં લગ્ન કરાવે છે, તે લગ્ન કરાવે એટલે આ તમારા બેઉનું હક્કનું છે. એનો ભગવાનને વાંધો નથી, પણ અણહક્કનું હશે તો વાંધો છે. કારણ કે અણહક્કનું એટલે બીજાના હક્કનું એણે લૂંટી લીધું. ચોર તો સારા કે લક્ષ્મી જ લૂંટી જાય, પણ આ તો બીજી જ વસ્તુઓ લૂંટી જાય. પછી કહેશે, મારે મોક્ષે જવું છે. અલ્યો, મોક્ષે જવાનો આ માર્ગ જ નહોય, આ ઊંધો જ રસ્તો લીધેલો છે. અણહક્કનું ભોગવી લે છે કે નથી ભોગવતા ? ભોગવે છે. અને પાછા ચોરીછૂપીથી નહીં, રોફથી ભોગવે છે.
પ્રશ્નકર્તા : જાણે છે છતાંય અણહક્કનું ભોગવવાનો પ્રયત્ન કરે છે.
દાદાશ્રી : તેથી જ આ દુ:ખ છે ને ! તેથી જ આ સંસાર ઊભો રહ્યો છે. સંસારમાં સુખ જોઈતું હોય તો અણહક્કનું ભોગવશો નહીં. અણહક્કનું ભોગવે એમાં હું સુખી છું એમ મનથી માને એટલું જ છે. બાકી, એમાં ‘સેફ સાઈડ’ નથી. અને હું જે વાત કરું છું એ તો કાયમને માટેની ‘સેફ સાઈડ’ છે.
ઘેર હક્કની સ્ત્રી હોય તો પણ બહાર બીજે દૃષ્ટિ બગાડે છે પાછી !