________________
અંતમાં પરમ પૂજ્ય દાદાશ્રી પતિ-પત્નીને કહે છે, “તમને ઠીક લાગતું હોય તો આ પ્રમાણે કરજો, નહિ તો તમને જે ગમતું હોય તે કરજો. મારે કંઈ દબાણ નથી આ. પહેલો વ્યવહાર શીખવાનો છે. વ્યવહારની સમજણ વગર તો લોક જાત જાતના માર ખાય.”
કેટલાય લોકો દાદાશ્રીને હંમેશા કહેતા, ‘અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઈ કહેવાનું જ નથી, પણ વ્યવહારમાંય આપની વાત ટોપની વાત છે. ત્યારે દાદાશ્રી કહેતાં, ‘વ્યવહારમાં ટોપનું સમજ્યા સિવાય કોઈ મોક્ષ ગયેલો નહીં. ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય, પણ વ્યવહાર સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહિ. કારણ કે વ્યવહાર છોડનાર છે ને ? એ ના છોડે તો તમે શું કરો ? તમે શુદ્ધાત્મા તો છો જ પણ વ્યવહાર છોડે તો ને ?”
- ડૉ. નીરુબહેન અમીત