________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૩૧૫
૩૧૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : આટલી બધી કડવાશ લાગે છે તોય કેવો આ જીવનો સ્વભાવ છે ? તે પાછો કેરી કાપીને ખાઈને સૂઈ જાય ! અલ્યા, હમણે તો બીબી જોડે લડ્યો હતો ને પાછો શું જોઈને કેરી ખાય છે ? લડવાડ થાય એ બીબી કેરી કાપીને આપે તે શા કામની ? પણ તમે ચલાવી લો છો કે નથી ચલાવી લેતા ? પછી તમે લડો તો એય ચલાવી લે. પછી શું કરે તે ? બેઉ “મેજિસ્ટ્રેટ’ !
અરે, રસોઈયો ગાળો ભાંડતો હોય ને ખવડાવતો હોય તો આપણે છાનામાના ખઈ લેવું તે ચૂલો તો ના ફૂકવો પડે, બળ્યો.
સસ્થી પહેલાં ધણીએ માફી માગવી, ધણી મોટા મનનો હોય. બઈ પહેલી ના માંગે.
પ્રશ્નકર્તા : ધણી મોટા મનનો કહ્યું એટલે એ ખુશ થઈ ગયા.
દાદાશ્રી : ના, એ મોટા મનનો જ હોય. એનું વિશાળ મન હોય અને સ્ત્રીઓ સાહજિક હોય. સાહજિક હોય એટલે મહીંથી ઉદય આવ્યો તો માફી માંગે, નાય માંગે. પણ જો તમે માંગો, તો તરત માંગી લેશે. અને તમે ઉદય કર્મના આધીન નહીં રહેવાના. તમે જાગૃતિના આધીન રહેવાના. અને આ ઉદયકર્મના આધીન રહે. એ સહજ કહેવાય ને ! સ્ત્રી સહજ કહેવાય. તમારામાં સહજતા ના આવે. સહજ થાય તો બહુ સુખી
દુઃખ આપે તે બધો ગાંડો અહં,
ખોટો છે જાયે છૂટે કરમ ! જેટલું દુઃખ આપે એ બધો અહમ્ ગાંડો કહેવાય. પ્રશ્નકર્તા : પણ આ ગાંડો અહમ્ છે એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : મને કોઈ કહે, ‘દાદાજી, તમે અક્કલ વગરના છો ! એટલે હું સમજું કે આ હવે મારો ગાંડો અહંકાર ઊભો ના થાય એટલે મને દુ:ખ આપે જ નહીંને. એનો અહંકાર એને ગમે તે દુ:ખ આપે. તે મને શું દુ:આપવાનો છે ?
અને ક્લેશો વધારવા તેના કરતાં અહંકારીને કહી દેવું કે મને તમારા વગર ગમતું નથી. તો ડાહ્યું થઈ જાય બધું. બૈરીને બેઉ જણ બાઝયા હોયને, તે નાનાં છોકરાં એને ‘જય સચ્ચિદાનંદ' કહે એટલે ચૂપ થઈ જાય.
પ્રશ્નકર્તા: આ અહમ્ ખોટો છે, એવું આપણે કહેવામાં આવે છે અને બધું સાંભળીએ છે ને સંત પુરુષો કહે છે, છતાં એ અહમ્ જતો કેમ નથી ?
દાદાશ્રી : અહમ્ જાય ક્યારે, એને ખોટો છે એવું આપણે એક્સેપ્ટ કરીએ ત્યારે જાય. વાઈફની જોડે કકળાટ થતો હોય, તો આપણે સમજી જવું કે આ આપણો અહમ્ ખોટો છે. એટલે આપણે રોજ એ અહમૂથી જ પછી એની માફી માંગ માંગ કરવી અંદર, એટલે એ અહમ્ જતો રહે. કંઈ ઉપાય તો કરવો જોઈએને ? કંઈ આમ ધોતિયું મેલું થયું હોય તો સાબુ ઘસીયે તોય મેલ જતો રહે છે, એવું આનો કંઈ સાબુ તો જાણવો જોઈએ કે ના જાણવો જોઈએ ? સાબુ ના જાણીએ ને એમ ને એમ ધો ધો કરીએ તો શું, ક્યારે પત્તો પડે ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : સાચી વાત છે.
દાદાશ્રી : એટલે તમે જેટલી પણ વાર એમ કહો કે આ અહમ્ ખરાબ છે, તો એ ઓછો થાય. જે બાજુ અહમ્ બગડેલો હોય તે મને કહો. તો હું તમને બધાય ઉપાય બતાવું. એ અહમ્ સાફ થઈ જાય એવું છે અને
હોય.
નરસિંહ મહેતા એ ભક્ત હતા પણ ભક્તાણી જોડે ફાવતું ન હતું. ફાવે જ નહીં, આ તો આ કળિયુગમાં કોઈને ફાવવા દે કે ? અને આજુબાજુના લોકો, કુટુંબીઓય બધા મશ્કરીઓ કરતા હતા.
પ્રશ્નકર્તા : મોટા રાજાની રાણીઓય રીસાઈ જતી હતી.
દાદાશ્રી : હા, પણ રીસાઈ જ જાયને, બહુ કડકાઈ કરે એટલે પછી ! ઘરમાં ક્લેશ ના થવો જોઈએ બસ. કંઈ પણ થાય, ઊંધું ચતું થાય, પણ ક્લેશ ન થવો જોઈએ. ઘરમાં ઝઘડા ના થવા જોઈએ એ ધર્મ હોવો જોઈએ
બસે.