________________
(૧૩) દાદાઈ દૃષ્ટિએ ચાલો, પતિઓ...
૨૩૭
૨૩૮
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : બીજું શું ? આ અત્યારે પ્રત્યક્ષ દેખાય છે તે જ કર્મો. ગયો અવતારનાં કમોથી તો આ પ્રત્યક્ષ દેખાતાં કર્મો ઊભાં થયાં અને એ જ કર્મો નડે છે.
પ્રશ્નકર્તા : આ કર્મ કાપવાનો કંઈ માર્ગ ખરો ?
દાદાશ્રી : શુદ્ધાત્મા થઈ જાવ તો, જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાવ તો કામ થઈ જાય.
હિસાબ પાકો છે, પાકો લખેલો. પાછા છો નસીબદાર, પૈસા કંઈ ખૂટતા નથી. ધંધો ચાલુ રહે છેને ?
પ્રશ્નકર્તા : પણ દાદા, એવા તો આજ સુધીમાં કેટલાને દુઃખ દીધા હશે ? એવા અન્યાય તો આપણાથી કેટલા થઈ ગયા હશે મનુષ્યોથી ?
દાદાશ્રી : એવી બધી ગણતરીમાં નહીં પડવાનું. થઈ ગયું એ ગોન. પ્રશ્નકર્તા: હવે પછી નહીં કરવાનું?
દાદાશ્રી : હવે પછી ચેતવાનું. તે એકુય ના થાય. ગયું એને શું કરવાનું, ગયું એને શું રડવાનું?
પ્રશ્નકર્તા: કંઈ નહીં.
દાદાશ્રી : અત્યાર સુધીમાં કેટલા અવતારથી, કેટલા ધણી કર્યા હશે ? એને ક્યાં પડવા જઈએ ? આ મને તો કંઈ હીરાબા એક જ વખત મળ્યા હશે કંઈ ! કેટલાય મળ્યા હશે એવા ! આને ક્યાં ગણવા જઈએ આપણે કે એક ફેરો આવા મળ્યા હતા, મને એક ફેરો આવા મળ્યા હતા ને...!! કોઈ ફેરો બચકાં ભરે એવાંય મળ્યા હોય, બધુંય મળે. ઘરમાં પેસીએ તે પહેલાં જ બચકાં ભરવા માંડે, ‘ક્યાં ગયા હતા અત્યાર સુધી ?” મેલને પૈણવું, તે પૈણ્યો તે જ ભૂલ કરી, એવું કહીએ પછી આપણે. જંપીને બેસવા ના દે. બહારથી આવ્યા તોય જંપીને ન બેસવા દે !
આખો દહાડો કેડ, કેડ ને કૈડ. અંદર પણ કૈડ ને બહાર માકણ, મચ્છર જે હોય તે કૈડે. રસોડામાં બાઇ કેડે. મેં એક જણને પૂછ્યું, ‘કેમ
કંટાળી ગયા છો ?” ત્યારે એ કહે કે, “આ બઇ સાપણની પેઠ કૈડે છે !' એવીય બૈરી કેટલાક લોકોને મળે છે ને ! આખો દહાડો ‘તમે આવા ને તમે તેવા” કર્યા કરે, તે જંપીને ખાવાય ના દે બિચારાને !
વહુની અપેક્ષા, ઘકામમાં,
ટોક ટોક કરે ચલાવવામાં ! પ્રશ્નકર્તા : આ લેડીઝ કામ કરીને થાકી બહુ જાય. કામ કહીને તો બહાના બતાવે કે હું થાકી ગઈ, માથું દુઃખે છે, કેડો દુ:ખે છે.
દાદાશ્રી : એવું છેને, તે આપણે એને સવારથી જ કહીએ, ‘જો તારાથી નહીં કામ થાય, તું થાકી ગયેલી છું', ત્યારે એને પાણી ચઢશે કે ના, તમે બેસી રહો છાનામાના, હું કરી લઈશ. એટલે આપણને કળથી કામ લેતાં આવડવું જોઈએ, આ શાક સમારવામાંય કળ ના હોય તો અહીં લોહી નીકળેલું હોય. અલ્યા મૂઆ, શાક સમારું છું. છરી ને આ શાક, બેઉ જુદું છે તોય આ લોહી કેમ કાઢ્યું ? ત્યારે કહે, આવડતું નથી, શાક સમારતાં આવડતું નથી. લોહી નીકળે કે ના નીકળે ?
પ્રશ્નકર્તા: નીકળે ને. દાદાશ્રી : તારે નીકળેલું કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : ઘણીવાર નીકળેલું. દાદાશ્રી : ત્યાર પછી, આવું છે બધું !
ઘરનો ધણી ‘હાફ રાઉન્ડ' ચાલે જ નહીં, એ તો “ઓલ રાઉન્ડ' જોઈએ. કલમ-કડછી-બરછી, તરવું-તાંતરવું ને તસ્કરવું. આ છ એ છ કળા આવડવી જોઈએ માણસને.
પ્રશ્નકર્તા : ગાડીમાં બેસીશું અમે, ત્યારે એ મને કહે કહે કરશે કે ગાડી ક્યાં આગળ વાળવી, ક્યારે બ્રેક મારવી એવું ગાડીમાં મને કહ્યા જ કરશે. એટલે ટોકે ગાડીમાં, આમ ચલાવો, આમ ચલાવો !
દાદાશ્રી : તો એમને હાથમાં આપી દેવું. એમને ગાડી સોંપી દેવી.