________________
દાદાશ્રી : હોય તો ય પણ ના અપાય, અપાય જ નહીં ને ! એ તો બંધ તુટે નહીં. એ બંધ તૂટે તો તો મોક્ષ થાય ને ! એ સહેલી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : એમ તો બધાની લિમિટમાં અમુક શક્તિ આપવાની તો હોય જ ને ?
દાદાશ્રી : ના, એ લોભને લીધે ના હોય. લોભિયાની પાસે લાખ રૂપિયા હોય તો ય ચાર આના આપવા મુશ્કેલ પડી જાય, તાવ ચઢી જાય. અરે, પુસ્તકમાં વાંચે કે જ્ઞાની પુરુષની તન-મન-ધનથી સેવા કરવી. એ વાંચે તે ઘડીએ એમ તાવ ચઢી જાય કે આવું શું કરવા લખ્યું છે !
(૩૨૮) લોભ તૂટવાના બે રસ્તા ખરા. એક જ્ઞાની પુરુષ તોડાવી આપે, પોતાના વચનબળથી. એક જબરજસ્ત ખોટ આવે તો છૂટી જાય કે મારે કંઈ કરવું નથી, હવે આટલા જે હોય તેનાથી નભાવી લેવું છે. મારે કેટલાંય લોકોને કહેવું પડે છે કે ખોટ આવે ત્યારે લોભ છૂટે. નહીં તો લોભ છૂટે નહિ. અમારા કહેવાથી ય ના છૂટે. એવી ઘોડાગાંઠ પડી ગયેલી હોય.
લોભિયાને ગાંઠ ખોટથી ગયેલી. અગર તો જ્ઞાની પુરુષની આજ્ઞા જો થાય તો ઉત્તમ. આજ્ઞા પાળવા તૈયાર ના હોય તેને કોણ સુધારે ! (૩૩૩)
સત્સંગમાં રહીએ તો જ ગાંઠો ઓગળે. નહીં તો સત્સંગમાં હોઈએ નહીં ત્યાં સુધી ગાંઠોની ખબર પડે નહીં. સત્સંગમાં રહીએ એટલે પેલું નિર્મળ થતું દેખાય. આપણે છેટા રહ્યા ને ! બધું છેટા રહીને જોઈએ નિરાંતે. એટલે આપણને બધા દોષ દેખાય. પેલું તો ગાંઠોમાં રહીને જોઈએ છીએ. તે દોષ ના દેખાય. તેથી કૃપાળુદેવે કહ્યું, ‘દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય !”
(૩૩૪) આપણું જીવન કોઈના લાભ માટે જાય, જેમ આ મીણબત્તી બળે છે તે પોતાના પ્રકાશ માટે બળે છે ? સામાના માટે, પરાર્થ માટે કરે છે ને ? સામાના ફાયદા માટે કરે છે ને ? તેવી રીતે આ માણસો સામાના
ફાયદા માટે જીવે તો તારો ફાયદો તો એની મેળે મહીં રહેલો જ છે. આમ ય મરવાનું તો છે જ ! એટલે સામાનો ફાયદો કરવા જઈશ તો તારો ફાયદો તો અંદર હોય જ, અને સામાને ત્રાસ આપવા જઈશ તો તારે ત્રાસ છે. જ અંદર. તારે જે કરવું હોય તે કર.
(૩૩૯), આત્મા પ્રાપ્ત કરવા માટે જે કરવામાં આવે છે, તે પ્રોડકશન છે અને તેને લીધે બાય પ્રોડકશન મળે છે ને સંસારમાં બધી જરૂરિયાત પ્રાપ્ત થાય છે. હું મારું એક જ જાતનું પ્રોડકશન રાખું છું, ‘જગત આખું, પરમ શાંતિને પામો અને કેટલાંક મોક્ષને પામો.” મારું આ પ્રોડકશન અને એનું બાય પ્રોડક્શન મને મળ્યા જ કરે છે ! આ ચા-પાણી અમને તમારા કરતાં જુદી જાતનાં આવે છે. એનું શું કારણ ? તે તમારા કરતાં મારું પ્રોડક્શન ઊંચી જાતનું છે. એવું તમારું પ્રોડક્શન ઊંચી જાતનું હોય તો બાય પ્રોડક્શન પણ ઊંચી જાતનું આવે.
(૩૪૦) આપણે તો ખાલી હેતુ જ બદલવાનો છે, બીજું કશું કરવાનું નથી. પંપના એન્જિનનો એક પટ્ટો આને આપે તો પાણી નીકળે અને આ બાજુ પટ્ટો આપો તો ડાંગરમાંથી ચોખા નીકળે, એટલે ખાલી પટ્ટો આપવામાં જ ફેર છે. હેતુ નક્કી કરવાનો છે અને એ હેતુ પછી આપણને લક્ષમાં રહેવો જોઈએ. બસ, બીજું કશું જ નથી. લક્ષ્મી લક્ષમાં રહેવી ના જોઈએ.
(૩૪૨) પ્રશ્નકર્તા : લક્ષ્મીનો સદુપયોગ કોને કહેવાય ?
દાદાશ્રી : લોકોના ઉપયોગ માટે કે ભગવાન માટે વાપરોને તે સદુપયોગ કહેવાય.
(૩૪). પ્રશ્નકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ?
દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેણે રસ્તે જાય છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઈ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે, તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ?