________________
છે ! તમને ‘રાઈટ’ જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એને ય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે ! તમે આનું તરત જ પ્રતિક્રમણ કરો તો એ અતંરાય પડતાં પહેલાં ધોવાઈ જાય.
પ્રશ્નકર્તા: નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધૂતકારી કાઢેલાં.
દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઇરાદો નહીં, તમારે પોતાને માટે નહીં, સરકારને માટે કરેલું બધું. એટલે એ સિન્સીયારિટી કહેવાય.
(૨૫૭)
હતાં. તેથી કર્મનાં તળાવડાં બધાં ભર્યા. હવે આ પ્રતિક્રમણ કર્યું, એટલે ચોખ્ખું કરી નાખવું. લોભ કોના નિમિત્તે થાય છે ? લોખંડ કાળા બજારમાં વેચ્યું તો આપણે ચંદુલાલને કહેવું, “ચંદુલાલ, વેચો તેનો વાંધો નહીં, એ ‘વ્યવસ્થિત’ના આધીન છે. પણ તેનું હવે પ્રતિક્રમણ કરી લો. અને કહીયે કે ફરી આવું ના થાય.
(૨૫૪) એક જણ કહે, ‘મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ છે.” તેને હું કહીશ, ‘પ્રામાણિક રહેજે, નીતિ પાળજે.' મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું તે દેવધર્મ છે. પણ બીજાનું અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રામાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. ‘ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ !” ઓનેસ્ટ થવાતું નથી તો મારે. શું દરિયામાં પડું ? મારા દાદા શીખવાડે છે કે, ડીસ્ઓનેસ્ટ થાઉ તેનું પ્રતિક્રમણ કર, આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસ્ઓનેસ્ટીને, ડીસ્ઓનેસ્ટી જાણ ને તેનો પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરનાર માણસ ઓનેસ્ટ છે એ નક્કી છે.
અનીતિથી પૈસા કમાય એ બધું જ છે તે એના ઉપાય બતાવેલા હોય કે અનીતિથી પૈસા કમાય તો ‘ચંદુલાલ'ને રાત્રે શું કહેવું ? કે પ્રતિક્રમણ કર કર કરો કે અનીતિથી કેમ કમાયા ? માટે પ્રતિક્રમણ કરો. રોજ ૪૦૦-૫00 પ્રતિક્રમણ કરાવડાવે. પોતાને શુદ્ધાત્માએ કરવાનું નહીં. ‘ચંદુલાલ'ની પાસે કરાવડાવવું. જે અતિક્રમણ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવડાવે.
હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય, તો તરત તમને ખબર પડી જાય કે આ વધારે પડતું બોલી જવાયું. એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટનું હોવું જોઈએ. આ બેંકે ય કેશ કહેવાય છે અને પેમેન્ટ ય કેશ કહેવાય છે. (૨૫૬)
આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે ઓફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા આસિસ્ટન્ટ'ને અક્કલ વગરનો કહો, એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો ! બોલો, હવે આ અંતરાયથી આખું જગત ફસાઈ ફસાઈને આ મનુષ્યજન્મ એળે ખોઈ નાખે
લોભથી ખડો સંસાર
જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તો ય સંતોષ ના થાય ! લોભિયો તો સવારમાં ઊઠયો ત્યાંથી રાત્રે આંખ મીંચાય ત્યાં સુધી લોભમાં હોય. એનું નામ લોભિયો. સવારમાં ઊઠ્યો ત્યારથી ગાંઠ જેમ દેખાડે તેમ એ ફર્યા કરે. લોભિયો હસવામાં ય વખત ના બગાડે. આખો દહાડો લોભમાં જ હોય. માર્કેટમાં પેઠો ત્યાંથી લોભ. જો લોભ, લોભ, લોભ, લોભ ! વગર કામનો આખો દહાડો આમ ફર્યા કરે. લોભિયો શાકમાર્કેટમાં જાય ને તો એને ખબર હોય કે આ બાજુ બધું મોંઘું શાક હોય અને આ બાજુ સસ્તી ઢગલીઓ વેચાય છે. તે પછી સસ્તી ઢગલીઓ ખોળી કાઢે ને રોજ એ બાજુ જ શાક લેવા
(૨૬૧) લોભિયો ભવિષ્યના હારુ બધું ભેગું કરે. તે બહુ ભેગું થાય એટલે પછી બે મોટા મોટા ઉંદર પેસી જાય ને બધું સાફ કરી જાય !
જાય.