________________
(૨૨૧)
કોઈની ય જોડે કચકચ ના કરશો. ને એવા કોક દહાડો જ મળી આવે ને ! હવે એની જોડે બાઝીએ એમાં શું કાઢવાનું ? પહેલું એકવાર કહી મૂકીએ કે “આ ભગવાન તો માથે સંભાર' ત્યારે કહે, ‘ભગવાનબગવાન શું ?” એ બીજા શબ્દ નીકળેને એટલે આપણે સમજી જઈએ કે આ હુલ્લડવાળો છે !
(૨૧૯) અને લાચારી જેવું બીજું પાપ નથી. લાચારી થતી હશે ? નોકરી ના મળતી હોય તો ય લાચારી, ખોટ ગઈ તો ય લાચારી, ઈન્કમટેક્ષ ઓફિસર ટૈડકાવતો હોય તો ય લાચારી, એ ય અલ્યા, લાચારી શું કરે છે તે. બહુ ત્યારે પેલો પૈસા લઈ લેશે, ઘર લઈ લેશે. બીજું શું લઈ લેશે ? લાચારી શેને માટે કરવાની. લાચારી તો ભયંકર અપમાન છે ભગવાનનું. આપણે લાચારી કરી તો મહીં ભગવાનને ભયંકર અપમાન થાય. પણ શું કરે ભગવાન ?
વ્યાવહારિક કાયદો કેવો છે ! શેરબજારની ખોટ થયેલી હોય તો તે કરિયાણા બજારથી ના વાળીશ. શેરબજારમાં જ વાળજે. (૨૨૨)
મચ્છરો ખૂબ હોય તો યે આખી રાત ઊંઘવા ના દે અને બે મચ્છરો હોય તો યે આખી રાત ઊંઘવા ના દે, તો આપણે કહેવું કે “હે મચ્છરમય દુનિયા ! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવોને.’ આ નફા-ખોટ એ મચ્છરાં જ કહેવાય. મચ્છરાં તો આવ્યા જ કરે. આપણે એને ઉડાડ્યા કરવાનાં અને આપણે સૂઈ જવાનું.
મહીં અનંત શક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે ‘હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?” ત્યારે મહીં બુદ્ધિ બોલે કે આ ધંધામાં આટલી ખોટ ગઈ છે. હવે શું થાય ? હવે નોકરી કરીને ખોટ વાળોને. મહીં અનંત શક્તિવાળા શું કહે છે કે, અમને પૂછોને, બુદ્ધિની શું કરવા સલાહ લો છો ? અમને પૂછોને, અમારી પાસે અનંત શક્તિ છે. જે શક્તિ ખોટ ખવડાવે છે એ શક્તિ પાસે જ નફો ખોળો ને ! ખોટ ખવડાવે છે બીજી શક્તિ અને નફો ખોળો છે બીજા પાસે. એ શી રીતે ભાગાકાર થશે ? મહીં અનંત શક્તિ છે. તમારો “ભાવ” ના ફર્યો તો આ જગતમાં કોઈ
શક્તિ નથી કે તમારી ઇચ્છા પ્રમાણે ના ફરે. એવી અનંત શક્તિ આપણી મહીં છે. પણ કોઈને દુઃખ ના થાય, કોઈની હિંસા ના થાય, એવા આપણા લૉ(કાયદા) હોવા જોઈએ. આપણા ‘ભાવ'નો લો એટલો બધો કઠણ હોવો જોઈએ, કે દેહ જાશે પણ આપણો ભાવ ન તૂટે. દેહ જાય તો એક ફેરો જશે એટલે એમાં કંઈ ડરવાની જરૂર ના હોય. એવું ડરે તો તો આ લોકોની દશા જ બેસી જાયને, કોઈ સોદો જ ના કરે ને ! અમે તો એવા મોટા મોટા માણસ જોયા છે કે એ પાછો દલાલ હોય. એ ચાલીસ લાખ રૂપિયાની ઉઘરાણીની વાતો કરે અને પાછા કહે છે શું કે, દાદા, બધાં જ ઘણાખરાં લોકો અવળું જ બોલે છે, તે શું થશે ? ત્યારે મેં કહ્યું કે, જરા ધીરજ પકડવી પડે, પાયો સ્ટ્રોંગ રાખવો પડે. આ ગાડીઓ આટલી બધી સ્પીડમાં ચાલે છે. આમાં જીવતાં નીકળે છે તો ધંધામાં સેફ નહીં નીકળાય ? બહાર તો જરા વારમાં બીક લાગે. જરા જરામાં અથડાઈ જશે એવું લાગે પણ કંઈ અથડાતું જોવામાં આવતું નથી. બધાં કંઈ અથડાઈ જાય છે ? એ લોકો નીકળી જાય છે તો આ નહીં નીકળી જાય ? એ રસ્તા પર તો જો ભય પેઠોને તો તો પછી તમે સાંતાક્રૂઝથી અહીં દાદર શી રીતે આવો ? અને આવો છો તો તમે મૂચ્છિત હો તો જ ભય ના લાગે માટે મહીં જરા સ્ટ્રોંગ રાખોને ! એટલે જે જગ્યાએ ઘા પડેને તે જગ્યાએ રૂઝાઈ જાય માટે જગ્યા ફેર ના કરીએ. જો કે અમે કાયદાની દ્રષ્ટિએ ય જાણીએ કે આમ હોવું ઘટે.
(૨૨૩) તમારામાં જે જે શક્તિ હોય તેનાથી આપણે ઓબ્લાઈઝ કરવા. બીજી રીતે કરવું પણ સામાને સુખ આપવું બધાંને. સવારમાં નક્કી કરવું જોઈએ કે જે મને ભેગા થાય તેને કંઈનું કંઈ સુખ આપવું છે. પૈસા અપાય નહીં તો બીજા બહુ રસ્તા છે. સમજણ પાડી શકાય, કંઈ ગૂંચાયો હોય તો ધીરજ આપી શકાય અને પૈસા ય પાંચ-પચાસ ડોલર તો આપી શકાય ને !
(૨૨૬) જેટલી જવાબદારીથી પારકાનું કરે એ પોતાનું કરે. પ્રશ્નકર્તા : પારકાનું કરે એ પોતાનું કરે. એ કઈ રીતે ? દાદાશ્રી : બધા આત્મા એક જ સ્વભાવના છે. એટલે જે આત્મા