________________
પૈસાનો વ્યવહાર
૫૫
પપ
પૈસાનો વ્યવહાર
આ તો કાળ ચોરોનો છે. તેથી શું આપણે આપણી પદ્ધતિ બદલાવાય ? સવાર સુધી દુકાન બંધ રાખો, પણ આપણી પદ્ધતિ તો ના જ બદલાવાય. આ રેશનના કાયદા તેમાં કોઈ ‘પોલ’ મારીને ચાલતો થાય, તો એ લાભ માને, અને બીજા કેમ નથી માનતા ? આ ઘરમાં બધા જ અસત્ય બોલે તો કોની પર વિશ્વાસ મૂકવો ? અને જો એક પર વિશ્વાસ મૂકીએ તો તો બધે જ વિશ્વાસ મૂકવો જોઈએ ને ! પણ આ તો ઘરમાં વિશ્વાસ, એ ય આંધળો વિશ્વાસ મૂકે છે. કોઈની સત્તા નથી, કોઈ કશું કરી શકે તેમ નથી. જો પોતાની સત્તા હોય તો તો કોઈ સ્ટીમર ડૂબે નહીં. પણ આ તો ભમરડા છે. પ્રકૃતિ નચાવે તેમ નાચે છે. પરસત્તા કેમ કહી ? આપણને ગમતું હોય ત્યાં પણ લઈ જાય ને ના ગમતું હોય ત્યાં ય લઈ જાય. ન ગમતું હોય ત્યાં એ તો અનિચ્છાએ પણ જાય છે, માટે એ પરસત્તા જ ને !
ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી રાખવાની, પણ આ વાક્ય હવે અસર વગરનાં થઈ ગયાં છે. માટે હવેથી અમારું નવું વાક્ય મૂકજો, ‘ડિસ ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલીશનેસ' પેલું પોઝિટિવ વાક્ય લખીને તો લોકો ચક્રમ થી ગયા છે. ‘બીવેર ઓફ થીડ્ઝ' નું બોર્ડ લખ્યું છે છતાં લોકો લૂંટાયા તો પછી બોર્ડ શા કામનું? તેમ છતાં આ “ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી’ નું લોકો બોર્ડ મારે છે. છતાં ય ઓનેસ્ટી હોતી નથી. તો પછી એ બોર્ડ શા કામનું ? હવે તો નવાં શાસ્ત્રોની ને સૂત્રોની જરૂર છે. માટે એમ કહીએ છીએ કે ‘ડીસ ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલીશનેસ’નું બોર્ડ મૂકજો.
સત્યતિષ્ઠા ત્યાં ઐશ્વર્ય કશું દુનિયામાં છે નહીં એવું નથી. બધી જ ચીજ દુનિયામાં છે. પણ ‘સકળ પદાર્થ હૈ જગમાંહિ, ભાગ્યહીન નર પાવત નહીં' એવું કહે છે ને ? એટલે જેટલી
કલ્પના આવે એટલી બધી જ ચીજ જગતમાં હોય, પણ તમારા અંતરાય ના હોવા જોઈએ, તો ભેગી થાય.
સત્યનિષ્ઠા જોઈએ. ઈશ્વર કંઈ મદદ કરવા નવરો નથી. કોઈને ય કશી મદદ કરવા એ નવરો નથી. તમારી સાચી દાનત હશે તો તમારું ફળશે. દાનત જૂઠી હોય અને ઈશ્વરને આરોપ કરે તો શું થાય ? ઈશ્વર તો બિચારો કંટાળીને નાસી જાય (!)
આ સંસારમાં બધી જ ચીજ છે. પણ તમારે ભાગે કઈ આવી તે જોઈ લો. તમારે ભાગે માંસાહાર આવ્યો તો જોઈ લો, ને તમારે ભાગે શાકાહાર આવ્યો તો તે જોઈ લો. તમારે ભાગે આવે તે તમારા હાથનો ખેલ નથી. એની પાછળ બધા સંજોગો, સાંયોગિક પુરાવાઓ છે. અને તમે સાચા છો તો તમને બધું જ મળશે. જો તમે વ્યવહારમાં સાચા રહેશો, તો તમને બધી જ ચીજ મળશે. લોક કહે છે, સાચાને ઈશ્વર મદદ કરે છે !” પણ ના, એવું નથી. ઈશ્વર સાચાને મદદ કરતો હોય તો ખોટાવાળાએ શું ગુનો કર્યો છે ? તો ઈશ્વર પક્ષપાતી છે ? ઈશ્વરે તો તો બધે નિષ્પક્ષપાતી રહેવું જોઈએને ? ઈશ્વર એવી કોઈ મદદ કરતો નથી. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વરનું નામ યાદ કરતાંની સાથે જ આનંદ થાય. તેનું કારણ શું છે કે એ મૂળ વસ્તુ છે. અને તે પોનું સ્વરૂપ જ છે. એટલે યાદ કરતાંની સાથે આનંદ થાય. આનંદનો લાભ મળે. બાકી ઈશ્વર કશું કરી આપે નહીં. આપવાનું એ શીખ્યા જ નથી. અને એમની પાસે કશું છે પણ નહીં તો શું આપે ?
પ્રશ્નકર્તા : પણ એ આનંદ આપે છે ને ?
દાદાશ્રી : એ તો પોતાનો સ્વાભાવિક આનંદ છે. યાદ કરો એટલે તમને આનંદ ઉત્પન્ન થાય. જેમ કેરીને યાદ કરવાથી મોઢામાં પાણી આવે છે ને ? કેરી જોઈએ છીએ, ત્યારે મોઢામાં પાણી આવે એવું ભગવાનને યાદ કરો તો આનંદ થાય. સાચાને ઐશ્વર્ય મળે છે. જેમ જેમ સત્ય, નિષ્ઠા ને એ બધા ગુણો હોય ને, તેમ તેમ ઐશ્વર્ય ઉત્પન્ન થાય. ઐશ્વર્ય એટલે શું કે દરેક વસ્તુ એને ઘેર બેઠાં મળે.