________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૨૨૩
વિચાર જ ના આવે. એટલે આ જગતમાં કોઈ પણ પ્રકારની અમને ભીખ નથી. આત્મદશા સાધવી, એ કંઈ સહેલી વાત છે ?!
શુદ્ધ ચારિત્ર જ ખપે !
પ્રશ્નકર્તા : એટલે કોઈ પણ ગુરુનું વ્યક્તિગત ચારિત્ર શુદ્ધ હોવું જોઈએ. દાદાશ્રી : હા, ગુરુનું ચારિત્ર સંપૂર્ણ શુદ્ધ હોવું જોઈએ. શિષ્યનું ચારિત્ર ના પણ હોય, પણ ગુરુનું ચારિત્ર તો એકઝેક્ટ હોવું જોઈએ. ગુરુ જો ચારિત્ર વગરના છે તો ગુરુ જ નથી એનો અર્થ જ નથી. સંપૂર્ણ ચારિત્ર જોઈએ. આ અગરબત્તી ચારિત્રવાળી હોય છે. આટલી રૂમમાં જો પાંચ-દશ અગરબત્તી સળગાવી હોય તો આખો રૂમ સુગંધીવાળો થઈ જાય ત્યારે ગુરુ તો ચારિત્ર વગરના ચાલતા હશે ?! ગુરુ તો સુગંધીવાળા હોવા જોઈએ.
તેને મળે જગતતાં સર્વ સૂત્રો !
જેને ભીખ સર્વસ્વ પ્રકારની ગઈ, તેને આ જગતનાં તમામ સૂત્રો હાથમાં આપવામાં આવે છે, પણ ભીખ જાય તો ને ! કેટલા પ્રકારની ભીખ, લક્ષ્મીની ભીખ, કીર્તિની ભીખ‚ વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, બધી ભીખ, ભીખ ને ભીખ છે ! ત્યાં આપણું દળદર શું ફીટે ?
ધર્મ કે ધંધો ?
અને આ તો ખાલી બિઝનેસમાં પડ્યા છે લોકો. એ લોકો ધર્મના બિઝનેસમાં પડ્યા છે. એમને પોતાને પૂજાવડાવીને નફો કાઢવો છે. હા, અને એવી દુકાનો તો આપણા હિન્દુસ્તાનમાં બધી બહુ છે. એવી કંઈ બે-ત્રણ દુકાનો જ છે ?! આ તો પાર વગરની દુકાનો છે. હવે એ દુકાનદારને આપણે આવું કહેવાય કેમ કરીને ? એ કહે કે ‘મારે દુકાન કાઢવી છે ?” તો આપણે ના યે કેમ કહેવાય ? તો ઘરાકને આપણે શું કરવું જોઈએ ?
પ્રશ્નકર્તા : રોકવો જોઈએ.
દાદાશ્રી : ના, રોકાય નહીં. આ તો દુનિયામાં આવી રીતે ચાલ્યા જ
૨૨૩
કરવાનું.
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : અત્યારે તો કરોડો રૂપિયા ઉઘરાવીને આશ્રમ બંધાય છેને લોકો એની પાછળ પડ્યા છે.
દાદાશ્રી : પણ આ રૂપિયા જ એવા છેને ! રૂિપાયમાં બરકત નથી તેથી. પ્રશ્નકર્તા : પણ એ લક્ષ્મીને સાચા રસ્તે વાપરે, શિક્ષણકામમાં વાપરે કે કોઈ ઉપયોગી સેવામાં વાપરે તો !
દાદાશ્રી : એ વપરાય, તોય પણ મારું કહેવાનું કે એમાં ભગવાનને નથી પહોંચતું કશું. એ સારા રસ્તે વપરાય તો તેમાં જરાક ખેતરમાં ગયું તો ઘણું વધારે ઊપજે. પણ એમાં એને શો લાભ થયો ? બાકી જ્યાં લક્ષ્મી ત્યાં ધર્મ હોય નહીં. જેટલી લક્ષ્મી જ્યાં આગળ છે, એટલો જ ધર્મ કાચો છે ત્યાં !
પ્રશ્નકર્તા : લક્ષ્મી આવી એટલે પછી એની પાછળ ધ્યાન આપવું પડે, વ્યવસ્થા કરવી પડે.
દાદાશ્રી : ના, એમ નહીં. એની વ્યવસ્થા માટે નહીં. વ્યવસ્થા તો લોક
કહેશે ‘આમ કરી લઈશું’ પણ આ લક્ષ્મીની હાજરી છે ત્યાં ધર્મ એટલો કાચો કારણ કે મોટામાં મોટી માયા લક્ષ્મી અને સ્ત્રી ! આ બે મોટામાં મોટી માયા. એ માયા છે ત્યાં ભગવાન ના હોય અને ભગવાન હોય ત્યાં માયા ના હોય.
અને એ પૈસો પેઠો, એટલે કેટલો પેસી જાય એનું શું ઠેકાણું ?! અહીં કોઈ કાયદો છે ? માટે પૈસા બિલકુલ જડમૂળથી ના હોવા જોઈએ. ચોખ્ખા થઈને આવો, મેલું કરશો નહીં ધર્મમાં !
જ્યાં ફી હોય ત્યાં તથી ધર્મ
પાછા ફી રાખે છે બધા, જાણે નાટક હોય એવું ! નાટકમાં ફી રાખે એવી પાછા ફી રાખે છે. મહીં સેંકડે પાંચ ટકા સારાયે હોય છે. બાકી તો સોનાના ભાવ વધી ગયા એવા આ એમનાય ભાવ વધી જાયને ! તેથી મારે પુસ્તકમાં લખવું પડ્યું કે જ્યાં પૈસાની લેવડદેવડ છે ત્યાં ભગવાન નથી અને ધર્મેય નથી. જેમાં