________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
આગળ ચારિત્ર હોઈ શકે નહીં.
વ્યવહાર
૨૨૧
પ્રશ્નકર્તા : લક્ષ્મી હોય ત્યાં ચારિત્ર ના હોય એ કેવી રીતે ?
દાદાશ્રી : એ ચારિત્ર જ ના કહેવાય.
પ્રશ્નકર્તા : પણ એમાં સર્વ્યવહારેય થાયને ?
દાદાશ્રી : નહીં. સદ્ કરે ત્યારથી જ દુર્વ્યવહાર ચાલુ થાય. સદ્ય નહીં ને અસ ્ય નહીં, એવો વ્યવહાર જ નહીં કરવાનો. આ અમારે વીસ વર્ષથી, પચ્ચીસ વર્ષથી પૈસાનો વ્યવહાર નહીં કોઈ જાતનો. પછી ભાંજગડ જ નહીંને. ચાર આનાય મારા ગજવામાં હોય નહીં કોઈ દહાડોય. આ બેન વહીવટ કરે બધોય અમારો !
એમાં છે દ્રષ્ટિતો વાંક !
પ્રશ્નકર્તા ઃ લક્ષ્મી અને સ્ત્રી એ સાચી ધાર્મિકતાની વિરુદ્ધમાં છે. પણ સ્ત્રીઓ તો વધારે ધાર્મિક હોય છે એવું કહેવાય છે.
દાદાશ્રી : સ્ત્રીમાં ધાર્મિકતા હોય તેનો સવાલ નથી. સ્ત્રીઓ ધર્મને માટે વાંધો નથી. પણ દ્રષ્ટિ માટે વાંધો છે, કુવિચાર માટે વાંધો છે. સ્ત્રીઓ ભોગનું સ્થાન માનો છો એ વાંધો છે. એ આત્મા છે, ભોગનું સ્થાન નથી.
ગુરુયે સારા પાકશે. હવે બધું જ બદલાવાનું. સારા એટલે ચોખ્ખા. હા, ગુરુને પૈસાની અડચણ હોય તો આપણે પૂછવું કે આપને પોતાને નિભાવણી માટે શું જરૂરી છે ? બાકી બીજું કંઈ એમને ના હોવું જોઈએ, અગર તો મોટા થવું છે, ફલાણા થવું છે, એવું ના હોવું જોઈએ.
તો એ કહેવાય રામલીલા !
બાકી જ્યાં લક્ષ્મી લેવામાં આવે છે, ફી તરીકે લક્ષ્મી લેવામાં આવે છે, વેરા તરીકે લેવામાં આવે છે, ત્યાં ધર્મ ના હોય. પૈસા હોય ત્યાં ધર્મ ના હોય ને ધર્મ હોય ત્યાં પૈસા ના હોય. એટલે સમજાય એવી વાતને ? જ્યાં વિષય ને પૈસા
૨૨૧
પૈસાનો
વ્યવહાર
હોય ત્યાં ગુરુ જ નથી.
ધર્મમાં ફી દાખલ થાયને, ત્યારથી એને આગળના જ્ઞાનીઓ રામલીલા કહેતા'તા. રામલીલાવાળા પહેલાં પૈસા નહોતા ઉપજાવતા. પછી લેતા હતા. આ તો પહેલાં ઉપજાવે. જેમ સિનેમાવાળા પહેલાં જ પૈસા લે છેને ? ત્યાર પછી જ મહીં પેસાડે છેને ? પછી સિનેમા ના ગમે તોય આપણે પૈસા પાછા ના લેવાય. મોક્ષ હોય ત્યાં ફી હોય નહીં. ડૉક્ટરેય ફી લે અને મોક્ષવાળા પણ ફી લે ત્યારે ફેર શો ? મોક્ષવાળા કોઈ જગ્યાએ ફી લેતા હશે ? કોઈ જગ્યાએ લેતા નથી ?
પૈસો ક્યાં વાળવો ?
હવે પૈસો સારે રસ્તે જાય એવું કરવું. સારે રસ્તે એટલે આપણા સિવાય પારકા માટે વાપરવું. કંઈ ગુરુને જ ખવડાવી દેવાનું નહીં. ગુરુ તો પાછા એની છોડીઓ પૈણાવે ને છોકરાં પૈણાવે ? જે અડચણવાળા હોય. દુઃખી હોય એને કંઈક આપવું. અગર તો સારાં પુસ્તક છપાવીને આપતા હોય, તો લોકોને હિતકારી થાય ને જ્ઞાનદાન કહેવાય. સારે રસ્તે ધર્માદા જતો હોય તો જવા દેવો. અને તે પૂર્વે આપેલું હોય તેથી જ અત્યારે લેવાનું. આપ્યું જ ના હોય તો લેવાનું શું તે ? પધરામણી કે પઝલો
પછી, કેટલાક પધરામણી કરાવીને પૈસા પડાવી લે છે. આ ગુરુઓ પગલાં પાડે તો ય રૂપિયા લે, તે આ ગરીબના ઘેર પગલાં પાડોને ! ગરીબને શું કરવા આમ કરો છો ? ગરીબના સામું જોવાનું નહીં ? તે એક પગલાં પડાવનારને મેં કહ્યું, ‘અલ્યા, રૂપિયા ખોવે છે ને વખત નકામો બગાડે છે. એમનાં પગલાં પાડ્યા કરતાં કોઈ ગરીબનું પગલું પાડ કે જેમાં રિદ્રનારાયણ પધાર્યા હોય. આ બધા ગુરુઓનાં પગલાંને શું કરવાનાં ?!’ પણ પબ્લિક એવી લાલચુ છે, કે તે કહેશે, પગલાં પાડે તો આપણું કામ થઈ જાય. છોકરાને ઘેર છોકરો થઈ જાય, આજ પંદર વર્ષથી નથી તો.’
પ્રશ્નકર્તા : શ્રદ્ધા છે લોકોને તેથી.
દાદાશ્રી : નહીં. લાલચું છે તેથી ! શ્રદ્ધા હોય. એને શ્રદ્ધા ના કહેવાય.