________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૨૦૦
૨૦૦
પૈસાનો
વ્યવહાર
તકતીમાં ડૂળ્યું દાન ! અત્યારે આખી દુનિયાનું ધન ગટરમાં જઈ રહ્યું છે. આ ગટરોની પાઈપો મોટી કરી છે, તો શા હારુ કે ધનને જવા માટે સ્થાન જોઈએને ? કમાયેલું બધું ખાઈ-પીને ઢોળાઢોળ કરી ગટરમાં બધું જાય છે. એક પૈસો સાચા રસ્તે જતો નથી અને જે પૈસા ખર્ચે છે, કોલેજોમાં દાન આપ્યું, ફલાણું આપ્યું, એ બધું ઇગોઈઝમ (અહંકાર) છે ! ઇગોઈઝમ વગરનો પૈસો જાય તે સાચું કહેવાય. બાકી આ તો અહંકાર પોષવાનો મળી રહે, કીર્તિ મળ્યા કરે નિરાંતે ! પણ કીર્તિ મળ્યા પછી એનું ફળ આવે. પછી એ કીર્તિ જ્યારે ઊંધી થાય ત્યારે શું થાય ? અપકીર્તિ થાય. ત્યારે ઉપાધિ, ઉપાધિ થઈ જાય. એનાં કરતાં કીર્તિની આશા જ ના રાખવી. કીર્તિની આશા રાખે તો અપકીર્તિ આવેને ? જેને કીર્તિની આશા નથી એને અપકીર્તિ આવે જ શાની ?
‘દાણચોરી કરનારાઓ, સોયદાને છૂટવા મથે.’ - નવનીત
તો આમાં એક જગ્યાએ દાણચોરી કરી અને બીજી જગ્યાએ દાન કર્યું, તો એ એટલું તો પામ્યોને ? એવું કહી શકાય ?
દાદાશ્રી : ના, પામ્યો ના કહેવાય. એ તો નર્કમાં જવાની નિશાની કહેવાય, એ તો દાનતચોર છે. દાણચોરે ચોરી કરી અને સોયનું દાન કર્યું, એના કરતાં દાન ના કરતો હોય ને પાંસરો રહેને તોય સારું. એવું છેને કે છ મહિના જેલની સજા સારી, વચ્ચે બે દહાડા બાગમાં લઈ જાય એનો શો અર્થ ?
આ કવિ તો શું કહેવા માંગે છે કે આ બધા કાળાબજાર, દાણચોરી બધું કર્યું અને પછી પચાસ હજાર દાન આપીને પોતાનું નામ ખરાબ ના દેખાય, પોતાનું નામ ના બગડે એટલા માટે આ દાન આપે છે. આને સોયનું દાન કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે સાત્વિક તો એવા આજે નથીને ?
દાદાશ્રી : સંપૂર્ણ સાત્ત્વિકની તો આશા રાખી શકાય જ નહીંને ! પણ આ તો કોને માટે છે કે જે મોટા માણસો કરોડો રૂપિયા કમાય અને આ બાજુ એક લાખ રૂપિયા દાનમાં આપે. તે શા માટે ? નામ ખરાબ ના થાય એટલા માટે. આ કાળમાં જ એવું સોયનું દાન ચાલે છે. આ બહુ સમજવા જેવું છે. બીજા લોકો દાન આપે છે અમુક ગૃહસ્થ હોય છે, સાધારણ સ્થિતિના હોય છે, એ લોકો દાન આપે તેનો વાંધો નથી. આ તો સોયનું દાન આપીને પોતાનું નામ બગડવા ના દે, પોતાનું નામ ઢાંકવા માટે કપડાં બદલી નાખે છે ! ખાલી દેખાવ કરવા માટે આવાં દાન આપે છે !!
ગાંઠતાં ગોપીચંદન !
કોઈ ધર્માદામાં લાખ રૂપિયા આપે અને તકતી મુકાવડાવે અને કોઈ માણસ એક રૂપિયો જ ધર્માદામાં આપે, પણ ખાનગી આપે, તો આ ખાનગી આપે એની બહુ કિંમત છે, પણ ભલેને એક જ રૂપિયો આપ્યો હોય. અને આ તકતી મુકાવી એ તો ‘બેલન્સ શીટ’ પૂરી થઈ ગઈ. સોની નોટ તમે મને આપી ને મેં તમને છૂટા આપ્યા, એમાં મારે લેવાનુંય ના રહ્યું ને તમારે દેવાનુંય ના રહ્યું ! તમે આ ધર્માદા કરીને પોતાની તકતી મુકાવી તેને પછી લેવા-દેવાનું કશું રહ્યું નહીંને ! કારણ કે જે ધર્માદો આપ્યો, એનું એણે તકતી મુકાવી લઈ લીધું. અને જેણે એક જ રૂપિયો પ્રાઈવેટમાં આપ્યો હશે એનું લેવાઈ ગયું નથી, એટલે એને બેલેન્સ બાકી રહ્યું.
અમે મંદિરોમાં ને બધે ફર્યા. ત્યાં કેટલીક જગ્યાએ આખી ભીંતો તકતીઓ, તકતીઓ, તકતીઓથી ભરેલી હોય ! એ તકતીઓની વેલ્યુએશન (કિંમત) કેટલી ? એટલે કીર્તિ હેતુ માટે ! અને જ્યાં કીર્તિ હેતુ ઢગલેબંધ હોય ત્યાં માણસ જુએ જ નહીં કે આમાં શું વાંચવું ? આખા મંદિરમાં એક જ તકતી હોય તો વાંચવા નવરો હોય, પણ આ તો ઢગલાબંધ, આખી ભીંતોના ભીંતો તકતીઓવાળી કરી હોય તો શું થાય ? છતાંય લોક કહે છે કે મારી તકતી મુકાવજો ! લોકોને તકતીઓ જ પસંદ છે !!
ગાંઠનાં ગોપીચંદન ખર્ચન, ગજવાના પૈસા ખર્ચન પાછા છલકાય. ગોપીચંદન એટલે ઘરના પૈસા, ગજવાના પૈસા. ગાંઠનું ગોપીચંદન એમ આપણામાં કહે છેને ? જ્યારે કંઈ પૈસા લોક વાપરેને, નામ કાઢવા માટે, ત્યારે ગાંઠનું ગોપીચંદન વાપરે.