________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૧૫૬
૧૫૬
પૈસાનો
વ્યવહાર
અને છેતરાઈને શુંયે મૂડી હતી તે જતી રહેવાની છે ?! મૂડીમાં શી ખોટ જતી રહેવાની છે ?
પ્રશ્નકર્તા : હજુ સમજીને છેતરાવાની હિંમત નથી આવતી.
દાદાશ્રી : છેતરાવાની હિંમત ? અરે, મને તો જરાય વાર લાગે નહીં અને મને છેતરવા આવે એટલે હું સમજી જાઉં કે આ છેતરવા આવ્યો છે, માટે આપણે છેતરાઈ જાવ, ફરી આવો ઘરાક મળવાનો નથી. ફરી આવો ઘરાક ક્યાંથી મળે ? ને જો તારી હિંમત જ નથી ચાલતી ને !?
અને હું ધોલ મારું તો પોલી મારું. એક જગ્યાએ હું ઉઘરાણી કરવા ગયો હતો, ત્યારે એને ત્યાં બીજા કોઈની જપ્તી આવેલી. હું તો થોડીવાર બેઠો. તે પેલાને જપ્તીમાં કંઈક વીસ રૂપિયા ભરવાના હશે, તેટલા રૂપિયા પણ તેની પાસે ન હતા. બિચારો આમ આંખમાંથી પાણી કાઢવા માંડ્યો ત્યારે મેં કહ્યું કે ‘લે વીસ હું આપું છું.' તે વીસ રૂપિયા આપીને આવ્યો ! તે ઉઘરાણીએ ગયેલો કોઈ વીસ રૂપિયા આપીને આવતો હશે ?
એનું ફળ તો સમજો ! સમજીને છેતરાવા જેવો કોઈ પરમાર્થ નથી. અને આખી જિંદગી હું જાણી જોઈને, છેતરાયેલો છું. લોકો કહે છે, “એનું ફળ શું ?” ત્યારે મેં કહ્યું, ‘જાણીને છેતરાય એને શું પદ મળે ? કે દિલ્હીમાં જે કોર્ટ હોય છેને, સુપ્રીમ કોર્ટ, તે સુપ્રીમ કોર્ટના જજને ય ટૈડકાવે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય.’ એટલે શું ? કે જજનીય ભૂલો કાઢે એવું હાઈક્લાસ પાવરફૂલ મગજ થઈ જાય ! કાયદામાં લઈ લે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય. જે જાણી જોઈને છેતરાય છે, જે કોઈને છેતરતો નથી એનું મગજ એવું હાઈલેવલ પર જાય ! પણ એવું જાણી જોઈને છેતરાય કોણ ? એવો કયો પુણ્યશાળી હોય ? અને આ સમજણ જ શી રીતે એડોપ્ટ થાય ? આ સમજણ જ કોણ આપે ? છેતરવાની સમજણ આપે, પણ આ જાણીને છેતરાવાની સમજણ કોણ આપે ?
પ્રશ્નકર્તા : આ વેપારમાં શું થાય છે કે આપણને ખબર છે, કે આ માલની માર્કેટ પ્રાઈઝ આ છે. પેલો માણસ એક ટને હજાર રૂપિયા વધારે ચાર્જ કરે છે, તે એમ સમજીને એક હજાર રૂપિયા વધારે આપતાં હિંમત થાય નહીં, એટલે પછી પેલાને કહેવાઈ જાય કે, ‘નહીં, આ પ્રાઈઝ તો હોવી જ જોઈએ.” એની જોડે પહેલાં થોડું ઘણું બોલવું પડે.
દાદાશ્રી : સમજીને આપવા એ તો એવું છે ને કે અમે જાણી જોઈને છેતરાઈએ છીએ એ તો અપવાદ છે અને અપવાદ એ કોઈક ફેરો જ હોય. બાકી, લોકો જાણી જોઈને છેતરાય છે તે તો શરમના માર્યા અગર તો બીજા અંદરના કોઈ કારણના માર્યા છેતરાય છે. બાકી લોકોને જાણી જોઈને છેતરાવું એવો ધ્યેય ના હોય, જ્યારે અમારો તો ધ્યેય હતો એ કે જાણી જોઈને છેતરાવું.
નક્કી કરવા જેવો ધ્યેય ! અહીં તો છેતરાવા જેવી કશી વસ્તુ જ નથી, પણ છેતરાઈને આવે તો બહુ ઉત્તમ ! પણ એને આની કિંમત શી આવશે, એની સમજણ જ નથી ! છેતરાઈને આવવાની કિંમત આટલી બધી આવે એવું જાણે લોકો ?
પ્રશ્નકર્તા : લોકો જાણે જ નહીંને !!
દાદાશ્રી : પણ અમે તો નાનપણમાંથી છેતરાવાની સિસ્ટમ રાખેલી. અમારા માજીએ (ઝવેરબાએ) શિખવાડેલી. એ પોતે પણ જાણીને છેતરાય, ને બધાને સંતોષ આપે. મને એ બહુ ગમેલું કે આ તો બધાંને સંતોષ બહુ સરસ આપે છે !
બીજે વિચારદશામાં જ વિરમી ગઈ ! તને આ બધો સંસાર ગમે છે ? શી રીતે ગમે તે ? હું તો આ બધું જોઈને જ કંટાળી ગયેલો ! અરેરે, કઈ જગ્યાએ સુખ માન્યું છે આ લોકોએ ! અને શી રીતે માન્યું છે સુખ આ ?! વિચાર્યું જ નથીને ! જ્યાં કશું બને છે એમાં કશો વિચાર જ નથી કર્યો ! આ સંબંધી વિચાર જ કશો કોઈ જાતનો નહીં ? ત્યારે વિચાર તો આખો દહાડો પૈસામાં ને પૈસામાં કે કેવી રીતે પૈસા મળે, અને નહીં તો વહુ પિયર ગઈ હોય તો એ વિચાર આવ્યા કરે કે આજે એક કાગળ લખું કે જલદી આવી જાય ! બસ, આ જ બે વિચાર. બીજો કશો વિચાર જ નહીં !