________________
થઈ જાય ને ! પ્રતીતિમાં તો સો ટકા રાખવું કે જગત નિર્દોષ જ છે. દોષિત દેખાય છે એ ભ્રાંતિ છે ને તેનાથી સંસાર ખડો છે !
જાણ્યું તેનું નામ કે ઠોકર ના વાગે. કષાયો (ક્રોધ-માન-માયા-લોભ) એ ઠોકરો જ છે ! અને ત્યાં સુધી ભટકવાનું જ છે ! કષાયોનો પડદો બીજાના દોષો દેખાડે છે ! કષાયો પ્રતિક્રમણથી જાય !
મોક્ષ માટે કર્મકાંડ કે ક્રિયાઓ કરવાની જરૂર નથી, આત્મા જાણવાની જરૂર છે, જગત નિર્દોષ જોવાની જરૂર છે !
છતાં જેને જે અનુકૂળ આવે તે કરે. કોઈની ટીકા કરવાની જરૂર નથી. નહીં તો તેની જોડે નવા કરાર બંધાશે.
સ્વકર્મને આધીન જ ભોગવટો પોતાને આવે છે, પછી બીજા કોનો
ગુનો ?
જ હોય જેના પોતે સંપૂર્ણ જ્ઞાતાદ્રશ્ય હોય અને જે ભૂલો કોઈને નુકસાનકર્તા ના હોય, માત્ર પોતાના ‘કેવળ જ્ઞાન’ને જ એ રોકતી હોય !
છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ ! આ જગતમાં કોઈ દોષિત જ ના દેખાય !
જેણે સર્વ ભૂલો ભાંગી, તેનો આ જગતમાં કોઈ ઉપરી જ ના રહ્યો ! તેથી જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા જ કહેવાય.
દાદાશ્રી કહે છે, “અમે' બે જુદાં છીએ. મહીં પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે. એ સંપૂર્ણ પ્રગટ થઈ ગયા છે, ઝળહળ જ્યોતિ સ્વરૂપ ! જે અમને અમારી પણ મહીંલી ભૂલો દેખાડે છે અને એ જ ચૌદ લોકનો નાથ છે ! એ જ દાદા ભગવાન છે ! ૩૬૦ ડિગ્રીના પૂર્ણ ભગવાન !
જગત તિર્દોષ ! જગત નિર્દોષ કઈ રીતે ભાળી શકાય ?! આત્મદ્રષ્ટિ થકી જ, પુદ્ગલ દ્રષ્ટિ થકી નહીં ! તત્ત્વદ્રષ્ટિ થકી, અવસ્થા દ્રષ્ટિ થકી નહીં !
સામાને દોષિત જુએ, એ અહંકાર છે જોનારાનો !
દુશ્મન પ્રત્યે પણ ભાવ ન બગડે, બગડે તો તુર્ત જ પ્રતિક્રમણથી સુધારી લેવાય તો આગળ પ્રગતિ થાય ને અંતે શીલવાન થવાય.
શરૂઆતમાં બુદ્ધિ સામાને નિર્દોષ નહીં જોવા દે પણ નિર્દોષ જોવાની શરૂઆત કરવી. પછી જેમ જેમ અનુભવમાં આવશે, તેમ તેમ બુદ્ધિ ટાઢી પડશે.
જેમ દાખલો ગણતા જવાબ મેળવવા એક રકમ ધારવી પડે, ‘ધારો કે ૧ળ' (સપોઝ હંડ્રેડ) પછી જવાબ સાચો મળે છે ને ?! તેમ દાદાશ્રી પણ એક રકમ ધારવાની કહે છે કે “આ જગતમાં કોઈ દોષીત જ નહીં. આખું ય જગત નિર્દોષ છે ? સાચો જવાબ અંતે મળી જશે.
દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ. દોષિત દ્રષ્ટિએ સામો દોષિત દેખાય ને નિર્દોષ દ્રષ્ટિએ સામો નિર્દોષ દેખાય.
જ્ઞાન મળ્યા પછી પણ જગત નિર્દોષ છે એ અનુભવમાં ના આવે ત્યાં તો દાદાશ્રીએ કહ્યું છે માટે એમ આપણે નક્કી કરી નાખવું કે જેથી કોઈ દોષિત દેખાય જ નહીં. જ્યાં એવું નક્કી નહીં થયેલું હોય, એ ભાગમાં પછી માનવાનું જ કે જગત નિર્દોષ જ છે ! જવાબ જાણીએ એટલે દાખલો ગણવાનો સહેલો
મહાવીરનો ખરો શિષ્ય કોણ ? જેને લોકોના દોષ દેખાવાના ઓછાં થવા માંડ્યા છે ! સંપૂર્ણ દશાએ નહીં તો ય શરૂઆત તો થઈ !
ધર્મમાં એક-બીજાના દોષો દેખાય છે તે મારા-તારાની ભેદબુદ્ધિથી અને તેને માટે શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું, ‘ગચ્છ-મતની જે કલ્પના, તે નહીં સવ્યવહાર.”
દાદાશ્રી કહે છે, કે “અત્યારે અમારાથી જે કંઈ બોલાય છે તે ગતભવમાં રેકર્ડ થયેલું બોલાય છે. ગયા ભવની ભૂલવાળી રેકર્ડ થયેલી. તેથી કોઈ ધર્મમાં ‘આ ભૂલ છે' એવું બોલાય છે. પણ આજનું જ્ઞાન-દર્શન અને સંપૂર્ણ નિર્દોષ જુએ છે ને બોલાયું તેનું તુર્ત જ પ્રતિક્રમણ થઈ ચોખ્ખું થઈ જાય છે !'
અક્રમ માર્ગનું દાદાશ્રીનું અજાયબ જ્ઞાનીપદ પ્રગટ થયું છે. આ કાળમાં ! કોઈની કલ્પનામાં ન આવે તેવું આ આશ્ચર્યકારી કુદરતની ભેટ છે જગતને ! નિર્દોષ દ્રષ્ટિ થઈ, ત્યારથી પોતે પ્રેમસ્વરૂપ થયા અને એમના શુદ્ધ પ્રેમ કેટલાંયને સંસારમાર્ગમાંથી મોક્ષમાર્ગમાં વાળ્યા ! એ અઘટ-અવધ પરમાત્મ પ્રેમને કોટી કોટી નમસ્કાર !! નિર્દોષ જગત દેખાય ત્યારે મુક્ત હાસ્ય પ્રગટે. મુક્ત હાસ્ય જોઈને જ કેટલાંય રોગ જાય. જ્ઞાની પુરુષનું ચારિત્રબળ આખા બ્રહ્માંડને એક આંગળી પર ઊભું રાખે એવું હોય ! અને એ ચારિત્રબળ ક્યાંથી પ્રગટે ? નિર્દોષ દ્રષ્ટિથી !
- ડૉ. નીરુબહેન અમીન