________________
૧૧૪
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
૧૧૩ પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ. અને એટલા પાપ ધોઈ નાખીશ કે જેથી તમારું અજવાળું રહે. અને તમને નિર્દોષ દેખાતું જાય. અને જોડે પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે તેને સહેજે ય ફ્રેક્ટર નહીં થવા દે.
તત્ત્વ દ્રષ્ટિએ જગત તિર્દોષ ! અમે જગત આખાને નિર્દોષ જોઈએ છીએ. પ્રશ્નકર્તા : એવું આખા જગતને નિર્દોષ ક્યારે જોવાય ?
દાદાશ્રી : તમને દાખલો આપી સમજાવું. તમે સમજી જશો. એક ગામમાં એક સોની રહે છે. પાંચ હજાર લોકોનું એ ગામ છે. તમારી પાસે સોનું છે તે બધું સોનું લઈને ત્યાં વેચવા ગયાં. એટલે પેલો સોની સોનું આમ ઘસે, જુએ. હવે આપણું સોનું આમ ચાંદી જેવું દેખાતું હોય, છાસિયું સોનું હોય તો ય પેલો વઢે નહીં. એ કેમ વઢતો નથી કે આવું કેમ બગાડીને લાવ્યા ? કારણ કે એની સોનામાં જ દ્રષ્ટિ છે, અને બીજા પાસે જાવ તો એ વઢે કે આવું કેમ લાવ્યા છો ? એટલે જે ચોક્સી છે એ વઢે નહીં. એટલે તમે જો સોનું જ માંગો છો. તો આમાં સોનું જ જુઓને ! એમાં બીજાને શું કામ જુઓ છો ? આટલું છાસિયું સોનું કેમ લાવ્યો ? એવી વઢવઢા કરે, એનો ક્યારે પાર આવે ? આપણે આપણી મેળે જોઈ લેવાનું કે આમાં કેટલું સોનું છે અને એના આટલા રૂપિયા મળશે. તમને સમજાયુંને ? એ દ્રષ્ટિએ હું આખા જગતને નિર્દોષ જોઉં છું. સોની આ દ્રષ્ટિએ ગમે તેવું સોનું હોય તોય સોનું જ જુએને ? બીજું જોવાનું જ નહીંને? અને વઢેય નહીં. આપણે એને બતાવવા ગયા હોઈએ તો આપણાં મનમાં થાય કે ‘એ વઢશે તો ?” આપણું સોનું તો બધું ખરાબ થઈ ગયું છે ! પણ ના, એ તો વઢે-કરે નહીં. એ શું કહેશે, “મારી બીજી શી લેવા-દેવા ?” તે અક્કલહીણા છે કે અક્કલવાળા છે ?
પ્રશ્નકર્તા : બરોબર છે. આવો દાખલો આપો તો ફીટ જલ્દી થઈ જાય. દાદાશ્રી : હવે આ દાખલો કોઈ જાણતું નથી કંઈ ? પ્રશ્નકર્તા: જાણતા હશે.
દાદાશ્રી : ના, શી રીતે ખ્યાલમાં આવે ? આખો દહાડો ધ્યાન લક્ષ્મીજીમાં ને લક્ષ્મીજીનો વિષય પત્યો કે પાછા ઘેર બાઈસાહેબ સાંભર સાંભર થાય અને બાઈસાહેબનો વિષય પત્યો કે પાછા લક્ષ્મીજીના વિષય સાંભરે ! એટલે બીજું કશું ખ્યાલમાં જ ના રહેને ! પછી બીજાં સરવૈયા કાઢવાના જ રહી જાયને ?
અમે ચોક્સીને જોયેલા, તે મને એમ થાય કે આ વઢતો કેમ નથી કે તમે સોનું કેમ બગાડી લાવ્યા ? એની દ્રષ્ટિ કેવી સુંદર છે ! કશું વઢતો ય નથી. આનું સારું છે તેય બોલતો નથી. પણ એમ કહેશે, ‘બેસો, ચા-પાણી પીશોને ?” અલ્યા, છાસિયું સોનું છે તો ય ચા પીવડાવે છે ? એવું આમાંય. શું મહીં ‘ચોખ્ખ’ સોનું જ છેને ? તાત્ત્વિક દ્રષ્ટિએ જોઈએ તો દોષ કોઈનો ય નથી.
જગત નિર્દોષ, પુરાવા સહિત ! આપણે જગત આખું નિર્દોષ જોઈએ છીએ. આપણે જગત નિર્દોષ માનેલું છે. એ માનેલું કંઈ ઓછું ફેરફાર થઈ જવાનું છે ? ઘડીમાં ફેરફાર થઈ જાય ? આપણે નિર્દોષ માનેલું છે, જાણેલું છે, એ કંઈ ઓછું દોષિત લાગવાનું !
કારણ કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં. હું એઝેક્ટલી (જેમ છે તેમ) કહી દઉં છું. બુદ્ધિથી પ્રુફ (પુરાવા) આપવા તૈયાર છું. આ બુદ્ધિશાળી જગતને, આ જે બુદ્ધિનો ફેલાવો થયેલો છે, એમને મુફ જોઈતું હોય તો હું આપવા માગું છું.
શીલવાતતા બે ગુણ ! અત્યારે હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) શીલવાન હોય નહીં. એ શીલવાન આ
પ્રશ્નકર્તા : અક્કલવાળા જ કહેવાય ને ?
દાદાશ્રી : આ સિમિલી બરોબર નથી ?