________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
૧૦૭
૧૦૮
નિદોષ દર્શનથી નિર્દોષ !
શુદ્ધાત્મા છે. બીજા કશામાં હાથ જ નથી ઘાલતો ને !
પ્રશ્નકર્તા ઃ નિર્દોષ જોવામાં એને કેવો આનંદ મળે છે ? દાદાશ્રી : એ આનંદ, એ મુક્તાનંદ કહેવાય ને ! પ્રશ્નકર્તા : એટલે પરિણામને વિશે કંઈ બોલતો જ નથી. દાદાશ્રી : પરિણામને, પ્રકૃતિના પરિણામને જોતો જ નથી.
બે પ્રકારનાં પરિણામીક જ્ઞાન. એક છે તે પ્રકૃતિનું પરિણામીક જ્ઞાન અને એક આત્માનું પરિણામીક જ્ઞાન.
પ્રશ્નકર્તા : પણ એ જેમ છે તેમ જોવામાં કયો સ્વાદ ચાખી રહ્યો છે?
દાદાશ્રી : એ તો એણે આનંદ ચાખી લીધેલો હોયને, પણ એ શું કહે છે, મારે આનંદની કંઈ પડેલી નથી, મને તો આ જેમ છે એમ જોવામાં પડેલી છે. એટલે અમે શું કહ્યું કે “જેમ છે તેમ' જુઓને ! એ છેલ્લામાં છેલ્લી વાત છે !
એથી અંતરાય.. પ્રશ્નકર્તા : સંપૂર્ણ આનંદ ક્યારે વર્તે ? બધા દોષો ગયા પછી જ ને ?
દાદાશ્રી : આનંદ તો વર્તે જ છે. પણ દોષો છે તે અંતરાય કરે છે. એટલે એને લાભ નથી લેવા દેતા. આનંદ તો અત્યારે ય છે, પણ ગોઠવણી કરતા નથી આપણે.
સંપૂર્ણ દોષરહિત દશા દાદાની ! પોતાના દોષ જોવામાં સુપ્રીમ કોર્ટવાળોય પહોંચે નહીં, ત્યાં તો પહોંચે જ નહીં જજમેન્ટ. ત્યાં તો પોતાનો આટલો દોષ જોઈ શકે નહીં. આ તો ગાડાંના ગાડાં દોષ જ્યાં કરે છે. આ તો શૂળ, જાડું ખાતું, એટલે દોષો દેખાતા નથી. અને આટલો સહેજ અમથો વાળ જેટલો દોષ થાયને, તરત ખબર પડી જાય કે આ દોષ થયો. એટલે એ કેવી કોર્ટ હશે અંદર? એ જજમેન્ટ કેવું ? છતાંય
કોઈ જોડે મતભેદ નહીં. ગુનેગાર જોડે ય મતભેદ નહીં. દેખાય ખરો ગુનેગાર, છતાં મતભેદ નહીં. કારણ કે ખરી રીતે એ ગુનેગાર છે જ નહીં. એ તો ફોરેનમાં ગુનેગાર છે ને આપણે તો ‘હોમ’ સાથે ભાંજગડ છે. એટલે આપણે મતભેદ હોય નહીં ને !
દાદાને સ્થૂળ-સૂક્ષ્મ બે દોષો ગયેલા હોય. બીજાં જે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ દોષો રહ્યા છે, એ જગતને બિલકુલ નુકસાનકારક કે નફાકારક હોય નહીં. જગતને સ્પર્શે નહીં, એવાં દોષ હોય. સ્થળ દોષો એટલે તમે મારી જોડે ચારેક મહિના રહોને, તોય તમને એકુંય દોષ ના દેખાય, ચોવીસ કલાક રહો તો ય.
આ નીરુબેન છે, તે નિરંતર સેવામાં રહે છે, પણ એક દોષ એમને જોવામાં આવ્યો ના હોય. એમને નિરંતર સાથે જ રહેવાનું. જો જ્ઞાની પુરુષમાં દોષ છે તો જગત નિર્દોષ કેમ કરીને થાય ?
જાગૃતિ ભૂલો સામે, જ્ઞાતી તણી ! અમારી જાગૃતિ ‘ટોપ' પરની હોય. તમને ખબરે ય ના પડે, પણ તમારી જોડે બોલતાં જ્યાં અમારી ભૂલ થાય ત્યાં અમને તરત ખબર પડી જાય ને તરત તેને ધોઈ નાખીએ. એના માટે યંત્ર મૂકેલું હોય છે, જેનાથી તરત જ ધોવાઈ જાય. અમે પોતે નિર્દોષ થયા છીએ ને આખા જગતને નિર્દોષ જ જોઈએ છીએ. છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ કે જગતમાં કોઈ દોષિત જ ના દેખાય છે. અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા. જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતાં જાય ને જેમ દોષો ઘટે તેમ ‘જાગૃતિ’ વધતી જાય. હવે અમારે ફક્ત સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે, જેને અમે ‘જોઈએ’ છીએ અને ‘જાણીએ'. એ દોષ કોઈને હરકતકર્તા ના હોય પણ કાળને લઈને એ અટક્યા છે અને તેનાથી જ ૩૬૦ ડિગ્રીનું “કેવળજ્ઞાન” અટક્યું છે અને ૩૫૬ ડિગ્રીએ આવીને ઊભું રહી ગયું છે ! પણ અમે તમને પૂરું ૩૬૦ ડિગ્રીનું ‘કેવળજ્ઞાન’ કલાકમાં જ આપીએ છીએ પણ તમને ય પચશે નહીં. અરે, અમને જ ના પચ્યું ને ! કાળને લઈને ૪ ડિગ્રી ઊણું રહ્યું ! મહીં પૂરેપૂરું ૩૬૦ ડિગ્રી