________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
૧૦૩
૧૦૪
નિજદોષ દર્શનથી.. નિર્દોષ !
પ્રશ્નકર્તા : દાદા, અમને તો અમારી ભૂલો હજુ ડરાવે ને ? દાદાશ્રી : હા, ડરાવે. પ્રશ્નકર્તા : હા, તમારી સ્થિતિ ઉપર પહોંચતા તો.
દાદાશ્રી : ભૂલો ડરાવે ને ! તે પણ આપણે સમજીએને, કે આ કોણ ડરાવે છે તે ? તેમ આપણે જાણીએ. પણ મૂળ તો છીએ દાદા જ છીએને આપણે ? એમાં ફેર નથી ને ? એકનાં એક જ છીએને ? એટલે અમારાં ભાગીદાર તે એક ફેરો મને કહે છે, “બે-ત્રણ અડચણો હમણે આવી છે તે બધી ભારે અડચણો આવી.” મેં કહ્યું, જાવ, અગાશીમાં જઈને બોલો કે ભઈ, બે-ત્રણ અડચણો આવી છે ને દાદા બેંક ખોલી છે આપણે. એટલે બીજાં જે હોય તે આવી જાવ, તે પેમેન્ટ કરી દઉં, કહીએ. શું કીધું ? પહેલાં બેંક નહોતી તે મારી ઉપાધિ હતી. હવે બેંક છે મારી પાસે દાદા બેંક, જેટલી હોય એ બધા ભેગા થઈને આવો, કહીએ. તે પણ અગાશીમાં જઈને બોલ્યા ય ખરાં મારા શબ્દો. બૂમ પાડીને બોલ્યા કે, “જે હોય એ, બધાં આવી જાવ. મારે પેમેન્ટ કરવું છે'. હા, મહીં હાય હાય... જૂ પડે તો એમ કંઈ ધોતીયા કાઢી નાખે ચાલતું હશે ? એટલે એવું કહેવું કો’ક દહાડો. આપણી અગાશી છે જ ને ? તે ‘આવી જાવ, પેમેન્ટ કરી દઈએ’ કહીએ.
દાદાશ્રી : આપણા મનમાં ન રહે એનાં તરફ ને એનાં મનમાં આપણા તરફ ના રહે એટલે કમ્પ્લીટ નિકાલ થઈ ગયો.
પ્રશ્નકર્તા : એના મનમાં ન રહેવું જોઈએ.
દાદાશ્રી : રહે તો આપણે વાંધો નહીં. આપણાં મનમાં બિલકુલ ક્લિયર થાય તો થઈ ગયો.
પ્રશ્નકર્તા : એટલે આપણને એના માટે વિચાર પણ ના આવે એવું ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : વિચાર આવતાં પણ બંધ થઈ જાય એનાં માટે. દાદાશ્રી : હા.
ક્યાં સુધી મત ચોખ્ખું થયું! એકાદ મહાત્માને માટે અમને વિચાર ફેરફાર પડી ગયા. મહીં વિચાર અમારે આવે નહીં, છતાં આવવા માંડ્યા એ માણસ માટે, એટલે મેં જાણ્યું શું થયું મહીં વળી પાછું આ નવું ? શું કારણથી આ એને માટે આ વિચાર આવે છે ?! સારો માણસ છે ને એ બગડી ગયો છે કે શું છે તે ?! અને પછી મહીંથી જવાબ મળ્યો કે એનાં ઉદય રાઠા છે. એનાં ઉદય ફેવરેબલ નથી એનાં. તેથી એવું દેખાય છે. એટલે પછી અમે કૂણી લાગણી રાખીએ પછી. કારણ કે માણસને ઉદય ફેવર હોય ને કોઈને ફેવર ના ય પણ હોય. એવું બને ને ?
પ્રશ્નકર્તા : બને.
ત્યારે સંપૂર્ણ થયો નિકાલ ! તમે ઢીલા થાવ તો વસ્તુ બધી વધારે ચોંટી પડે. અને બધી ફાઈલોનો નિકાલ થઈ ગયો એટલે પરમાત્મા જ છો. તમારે ફાઈલ ખરી કે ?
પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : એમ ? ત્યારે સારું. ફાઈલો છે ત્યારે જ ભાંજગડ ને !
પ્રશ્નકર્તા ઃ ફાઈલનો નિકાલ કમ્પ્લીટ થઈ ગયો એ ક્યારે કહેવાય ? ફાઈલ પૂરેપૂરી ઉકલી ગઈ, એનો નિકાલ થઈ ગયો, એવું ક્યારે ખબર પડે ? ક્યારે કહેવાય ?
દાદાશ્રી : તે તો જગતમાં હોય જ. પણ આ તો અમને ટચ થતું હોય એવી વાત આવે, તો અમે એક બાજુ કુણી લાગણી કરી નાખીએ.
પ્રશ્નકર્તા: એટલે એવી રીતનાં કૂણી ? એ કેવી રીતનાં કરી નાખો કૂણી લાગણી ?
દાદાશ્રી : એટલે જેવાં દેખાય એવું અમે માનીએ નહીં પછી. એ તો