________________
ભૂલોનું રક્ષણ કોણ કરે છે ? બુદ્ધિ ! વકીલની જેમ ભૂલનાં ફેવરની વકીલાત કરી બુદ્ધિ ચઢી બેસે ‘આપણી’ ઉપર ! એટલે ચલણ ચાલે પછી બુદ્ધિનું. પોતાની ભૂલોનો એકરાર કરી નાખે ત્યાં ભૂલોનું રક્ષણ ઊડે છે ને પછી તેને વિદાય લેવી જ પડે !
આપણને જે ભૂલ દેખાડે તે તો મહાન ઉપકારી ! જે ભૂલો જોવા પોતાને પુરુષાર્થ કરવો પડે, તે સામે ચાલીને કોઇ આપણને દેખાડી દે, તેનાથી સરળ બીજું શું ?
જ્ઞાની પુરુષ ઓપન ટુ સ્કાય (ખુલ્લેઆમ) હોય. બાળક જેવાં હોય. નાનું બાળકે ય ‘એમને’ વિના સંકોચે ભૂલ બતાડી શકે ! પોતે ભૂલનો સ્વીકાર પણ કરે !
કોઇ પણ બૂરી આદત પડી હોય તો તેમાંથી છૂટાય કઇ રીતે ? કાયમને માટે ‘આ આદત ખોટી જ છે’ એવું અંદર તેમજ બહાર જાહેરમાં રહેવું જોઇએ, એનો ખૂબ પસ્તાવો દરેક વખતે લેવો જોઇએ અને એનું ઉપરાણું એકેય વાર ન લેવાય તો એ ભૂલ જાય. બુરી આદતો કાઢવાની આ પરમ પૂજ્ય દાદાશ્રીની આગવી શોધખોળ છે !
વીતરાગ પાસે પોતાના સર્વ દોષોની આલોચના કર્યો એ દોષો તત્ક્ષણ
જાય !
જેમ ભૂલ ભાંગે તેમ સૂઝ ખુલતી જાય.’ પરમ પૂજ્ય દાદાશ્રીનો સિદ્ધાંત શીખી લેવા જેવો છે.
જે ફરિયાદ કરે છે તે જ ગુનેગાર છે !' તને સામો ગુનેગાર કેમ દેખાયો ? ફરિયાદ શા માટે કરવી પડી ?
ટીકા કરવી એટલે દસનું કરવું એક ! શક્તિઓ વેડફાય ને ખોટ જાય ! સામાની ભૂલ દેખાય તેટલી નાલાયકતા મહીં રહી. બૂરાં આશયો જ ભૂલો દેખાડે. આપણને કોણે ન્યાયાધીશ તરીકે નીમ્યા ? પોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે સહુ. પ.પૂ દાદાશ્રી કહે છે, ‘હું ય મારી પ્રકૃતિ પ્રમાણે કામ કરું છું. પ્રકૃતિ તો હોય જ ને ! પણ અમે મોંઢે કહી દઇએ કે મને તારી આ ભૂલ દેખાય છે. તારે જરૂર હોય તો સ્વીકારી લેજે, નહીં તો બાજુએ મૂકજે.' પ્રથમ ઘરમાં ને પછી બહારના બધાય નિર્દોષ દેખાશે ત્યારે જાણવું કે મુક્તિના સોપાન ચઢ્યા.
બીજાના નહીં પણ પોતાના જ દોષો દેખાવા માંડ્યા ત્યારે જાણવું કે થયું સમકિત હવે ! અને જેટલા દોષ દેખાય તે થાય વિદાય, કાયમને માટે !
સામાના અવગુણ કે ગુણ બેઉ જોવાય નહીં ! અંતે તો બન્નેય પ્રાકૃત ગુણો જ છે ને ! વિનાશી જ છે ને ! એના શુદ્ધાત્મા જ જોવાય.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેને ય અમે નિર્દોષ જ જોઇએ ! અમે સત્ વસ્તુને જ જોઇએ. એ તાત્ત્વિક દ્રષ્ટિ છે. પેકીંગને અમે જોતાં નથી.’ જગત નિર્દોષ જોવાની આ એક માત્ર “માસ્ટર કી’ છે !
પોતાની ભૂલોની ખબર ક્યારે પડે ? જ્ઞાની પુરુષ દેખાડે ત્યારે. માથે જ્ઞાની પુરુષ ના હોય તો બધો સ્વચ્છંદ જ ગણાય.
અજવાળાની ભૂલોનો તો ક્યારેક ઉકેલ આવે પણ અંધારાની ભૂલો જાય જ નહીં ને ! અંધારાની ભૂલો એટલે ‘હું જાણું છું' !!!
અક્રમ જ્ઞાનની પ્રાપ્તિ પછી માત્ર અંદરનું જોવામાં આવે તો તમે ‘કેવળજ્ઞાન’ સત્તામાં હશો. અંશ કેવળજ્ઞાન થાય, સર્વાશ નહીં. મહીં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને જોયા કરવું. પરસત્તાના પર્યાયો જોયા કરવા.
‘વસ્તુ, વસ્તુનો સ્વભાવ ચૂકે તે પ્રમત્ત કહેવાય. વસ્તુ એના મૂળ ધર્મમાં રહે તે અપ્રમત્ત ભાવ.'
મોક્ષ ક્યારે થાય ? ‘તારું જ્ઞાન અને તારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે.’ ભૂલથી જ અટક્યું છે. જપ-તપની જરૂર નથી, ભૂલ વગરના થવાની જરૂર છે. મૂળ ભૂલ કઈ ? ‘હું કોણ છું’નું અજ્ઞાન. એ ભૂલ કોણ ભાંગે ? જ્ઞાની પુરુષ જ.
દોષ નીકળે કઈ રીતે ? દોષ પેઠો કેવી રીતે એ ખબર પડે તો કાઢવાનો રસ્તો જડે. દોષ શ્રદ્ધાથી, પ્રતીતિથી પેસે છે અને શ્રદ્ધાથી, પ્રતીતિથી એ નીકળે. સો ટકા મારી જ ભૂલ છે એવી પ્રતીતિ થાય, પછી એ ભૂલનું એક સેન્ટ પણ રક્ષણ ના થાય ત્યારે એ ભૂલ જાય !
જે જે ભગવાન થયા તે પોતાની ભૂલો ભાંગીને ભગવાન થયા ! પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘ભૂલ કોને દેખાય ? ભૂલ વગરનું ચારિત્ર સંપૂર્ણ