________________
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
નિજદોષ દર્શનથી.. નિર્દોષ !
બેસવાથી ભૂલ પેસે. ઘાલવા-કાઢવાનું ના હોય એ તો. આ તો કંઈ કારખાના છે ? તે એક ભૂલ કાઢવી હોય તો કેટલાય વખત થાય તે ? અવતારોના અવતારો જાય. સમજાય એવી વાત છે કે આ બધી ?!
પ્રતીતિ, એમાં ડાઘ ના પાડવો જોઈએ.
પ્રશ્નકર્તા : આપ સીમ્પટમ્સ (લક્ષણો) જોતાં નથી અને મૂળ કૉઝની (કારણની) દવા કરો છો, એવાં ડૉક્ટર ક્યાં મળે ?!
દાદાશ્રી : ડૉક્ટર નથી તેની તો આ ભાંજગડ છે ને ! એવા ડૉક્ટર મળ્યા નથી અને દવાય મળી નથી, એટલે પછી આ ચાલ્યું તોફાન ! એટલે પછી પરિણામને ઝૂડ ઝૂડ કરવા માંડ્યા, ઈફેક્ટને !
શ્રદ્ધાથી પેઠું. એ પ્રતીતિ સંપૂર્ણ બેઠી, એટલે એ પેઠું. અને પ્રતીતિથી ઊતરે. સંપૂર્ણ પ્રતીતિ થવી જોઈએ કે આ દોષ જ છે. એટલે નીકળી જશે. આ જ નિયમ છે. પછી એને રક્ષણ ના કરે, પ્રોટેક્શન (૨ક્ષણ) ના આપે તો ચાલી જાય. પણ પાછો પ્રોટેક્શન આપે છે. આપણે કહીએ, ‘સાહેબ, આ છીંકણી સુંધો છો હજુ ?” ત્યારે કહે, ‘એ વાંધો નહીં.’ એ પ્રોટેક્શન આપ્યું કહેવાય. મનમાં જાણે કે આ ખોટું છે. પ્રતીતિ બેઠી હોય, પણ પાછું પ્રોટેક્શન આપે. પ્રોટેક્શન ના આપવું જોઈએ. આપે ખરા પ્રોટેક્શન ?
પ્રશ્નકર્તા : હા, પ્રોટેક્શન આપે જ ને !
દાદાશ્રી : આબરૂ જતી રહેલી છે જ ક્યાં આબરૂ ? આબરૂવાળો તો આ કપડાં પહેરીને ફરતો હશે ? આ તો ઢાંક ઢાંક કરે છે આબરૂ ! ઢાંકી ઢાંકીને આબરૂ રાખ્યા કરે છે. ફાટે ત્યારે સાંધી લે છે, અલ્યા, જોઈ જશે, સાંધી કાઢ.
ભૂલ ભાંગી આપે એ ભગવાત ! પોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય. પોતાની ભૂલ બતાવનારા બહુ હોય પણ કોઈ ભાંગી ના શકે, ભૂલ દેખાડતાં પણ આવડવી જોઈએ. જો ભૂલ દેખાડતા ના આવડે તો આપણી ભૂલ છે એમ કબૂલ કરી
નાખવું. આ કોઈને ભૂલ દેખાડવી એ તો ભારી કામ છે અને એ ભૂલ ભાંગી આપે એ તો ભગવાન જ કહેવાય. એ તો “જ્ઞાની પુરુષ'નું જ કામ. અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી.
અમે સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું ! માટે જ ‘જ્ઞાની પુરુષ' તમારી ‘ભૂલ'ને ભાંગી શકે ! બીજાનું ગજું નહીં. ભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી. ‘તારા સ્વરૂપનું અજ્ઞાન’ એ જ મોટામાં મોટો દોષ છે. આ તો ‘હું ચંદુલાલ છું ત્યાં સુધી બીજા દોષો ય ઊભા છે અને એક વખત ‘પોતાના સ્વરૂપનું ભાન થાય તો પછી બીજા દોષો હેંડતા થાય !
ભૂલ વગરનું દર્શન તે ભૂલવાળું વર્તત ! પોતાની ભૂલ પોતાને જડે એ ભગવાન થાય. પ્રશ્નકર્તા : આ રીતે કોઈ ભગવાન થયેલો ?
દાદાશ્રી : જેટલા ભગવાન થયેલા એ બધાયને પોતાની ભૂલ પોતાને જડેલી અને ભૂલને ભાંગેલી તે ભગવાન જ થયેલા. એ ભૂલ રહે નહીં એવી રીતે ભૂલને ભાંગી નાખે. બધી ભૂલો દેખાય, એક એવી ભૂલ ન હતી કે ના દેખાઈ હોય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવી બધી જ ભૂલ દેખાય. અમને ય અમારી પાંચપચાસ ભૂલ તો રોજ દેખાય અને તે ય સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલો દેખાય, જે લોકોને નુકસાનકારક કશું ય ના હોય. આ બોલતાં બોલતાં કોઈનું અવર્ણવાદ બોલી જવાય, તે ય ભૂલ કહેવાય. એ તો પાછી ચૂળ ભૂલ કહેવાય.
હવે ભૂલ કોને દેખાય ? ત્યારે કહે, ભૂલ વગરનું એનું ચારિત્ર, શ્રદ્ધામાં છે પોતાને ! હા, અને ભૂલવાળું વર્તન, વર્તનમાં છે, એને ભૂલ દેખાય. ભૂલ વગરનું ચારિત્ર એની શ્રદ્ધામાં હોય, ભૂલ વગરનું ચારિત્ર સંપૂર્ણ દર્શનમાં હોય અને ભૂલવાળું વર્તન એના વર્તનમાં હોય, તો એને અમે છૂટો થયેલો કહીએ છીએ. ભૂલવાળું વર્તન ભલે રહ્યું. પણ એનાં દર્શનમાં શું છે ?
એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ રહિતનું ચારિત્ર કેવું હોવું જોઈએ ? એ મહીં દર્શનમાં હોવું જોઈએ. દર્શનમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ ન રહે એવું દર્શન હોવું