________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી નિર્દોષ !
કાઢનારને ખબર નથી.
કોઈની ય ટીકા કરવી એટલે આપણી દસ રૂપિયાની નોટ વટાવીને એક રૂપિયો લાવવો તે. ટીકા કરનાર હંમેશા પોતાનું જ ગુમાવે છે. જેમાં કશું જ વળે નહીં. તે મહેનત આપણે ના કરવી. ટીકાથી તમારી જ શક્તિઓ વેડફાય છે. આપણને જો દેખાયું કે આ તલ નથી પણ રેતી જ છે, તો પછી તેને પીલવાની મહેનત શું કામ કરવી ? ‘ટાઈમ એન્ડ એનર્જી” (સમય અને શક્તિ) બને ‘વેસ્ટ’ (નકામા) જાય છે. આ તો ટીકા કરીને સામાનો મેલ ધોઈ આપ્યો ને તારું પોતાનું કપડું મેલું કર્યું ! તે હવે ક્યારે ધોઈશ !
કોઈના ય અવગણ ના જોવાય. જોવા હોય તો પોતાના જુઓને ! આ તો બીજાની ભૂલો જોઈએ તો મગજ કેવું થઈ જાય છે ! એના કરતાં બીજાના ગુણો જોઈએ તો મગજ કેવું ખુશ થઈ જાય છે !
બધા દુઃખોનું મૂળ “પોતે' જ ! સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ ! એ તો એમ જ માનીને બેઠા છે, કે આ સંસાર એ જ સુખ છે ને આજ વાત સાચી છે. આપણે એમ મનાવવા જઈએ કે તમારી માન્યતા ખોટી છે તો તે આપણી જ ભૂલ છે. લોકોને પારકાંના દોષો જ જોવાની ટેવ પડી છે. કોઈના દોષો હોતા જ નથી. બહાર તો તમને દાળભાત, શાક-રોટલી બધું બનાવીને, રસ-રોટલી બનાવીને આપે બધાં, પીરસે, પાછાં ઘી મૂકી જાય, ઘઉં વણે, તમને ખબરે ય ના પડે, ઘઉં વેણીને દળાવે છે. જો કદી બહારવાળા દુઃખ આપતા હોય, તો ઘઉં વેણે શું કરવા ? એટલે બહાર કોઈ દુ:ખ આપતા નથી. દુ:ખ તમારું મહીંથી જ આવે છે.
સામાનો દોષ જ ના જોઈએ, દોષ જોવાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષ જો જો કરવા. આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ ! માટે કંઈ કહેવાનું જ ના રહ્યું ને ? આ તો બધા અન્યોન્ય દોષ દે કે “તમે આવા છો, તમે તેવાં છો’ ને ભેગા બેસીને ટેબલ પર ખાય. આમ મહીં વેર બંધાય છે, આ વેરથી દુનિયા ઊભી રહી છે. તેથી તો અમે કહ્યું કે ‘સમભાવે નિકાલ
કરજો.’ એનાથી વેર બંધ થાય.
તે કોઈ દોષિત જગતમાં ! એક એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે શું કરવું જોઈએ ? સાસુને નિર્દોષ જોવા જોઈએ કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યાં છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઈ ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યા, પછી એને તો કોઈ શું કરે ? ભગવાન શું કરે ?
આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલા તેથી તો આ ભેગાં થયેલાં છે. આ આપણાં ઘરે ભેગા કોણ થયેલા છે ? કર્મના હિસાબ બંધાયેલા છે તે જ બધા ભેગાં થયાં છે અને પછી આપણને બાંધીને મારે હલ ! આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તો ય સામો આંગળા ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગલા ઘાલીને શું કરવા બોલાવે છે ? આનું નામ વેર ! બધા પૂર્વનાં વેર ! કોઈ જગ્યાએ જોયેલું છે કે ?
પ્રશ્નકર્તા : બધે એ જ દેખાય છે ને !
દાદાશ્રી : તેથી હું કહું છું ને, કે ખસી જાવ અને મારી પાસે આવો. આ હું જે પામ્યો, હું તે તમને આપી દઉં, તમારું કામ થઈ જશે અને છૂટકારો થઈ જશે. બાકી, છૂટકારો થાય નહીં.
અમે કોઈનો દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જુઓ આ દુનિયા શું છે ? બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશેને ? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકું સમજી જાવને, તો ય બધું બહુ કામ લાગે.
મને જગત નિર્દોષ દેખાય છે. તમારે એવી દ્રષ્ટિ આવશે એટલે આ પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ અને એટલા પાપ