________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
૧૫ તો જ કમાણી કરી કહેવાય. આ બધો જ સત્સંગ પોતે પોતાના બધા જ દોષો જુએ એ માટે છે. અને પોતાના દોષ દેખાય ત્યારે જ એ દોષો જશે. દોષો ક્યારે દેખાશે ? જ્યારે પોતે સ્વયં થશે, ‘વસ્વરૂપ’ થશે ત્યારે. જેને પોતાના દોષ વધુ દેખાય એ ઊંચો. જ્યારે આ દેહને માટે, વાણીને માટે, વર્તનને માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય, ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઈ શકે.
બુદ્ધિ વકીલાતે, જીતે દોષ ! જાગૃત થયા એટલે બધી ખબર પડે અહીં ભૂલ થાય છે, આમ ભૂલ થાય છે. નહીં તો પોતાને પોતાની એકેય ભૂલ જડે નહીં. બે-ચાર મોટી ભૂલ હોયને તે દેખાય. એને પોતાને દેખાય એટલી જ. કોઈક ફેરો બોલેય ખરાં કે જરા ક્રોધ ખરો ને સહેજ લોભેય ખરો એમ બોલે ખરાં, પણ આપણે કહીએ ‘તમે ક્રોધી છો'. એટલે પોતાના ક્રોધનું રક્ષણ કરે, બચાવ કરે, વકીલાત કરે. અમારો ક્રોધ એ ક્રોધ ગણાય નહીં એવી વકીલાત કરે અને જેની વકીલાત કરો, એ હંમેશાં તમારી પર ચઢી બેસે.
જગતના બધા લોકોને ક્રોધ-માન-માયા-લોભ કાઢવાં છે. કોને કાઢવાની ઇચ્છા ના હોય ? એ તો વેરવી જ છે, એવું બધા જાણે છે છતાં રોજ જમાડે છે ને મોટાં કરે છે. પોતાની ભૂલ જ દેખાય નહીં પછી માણસ ભૂલોને ખોરાક જ આપે ને !
અંધાપો ન દેખવા દે દોષતે ! તને તારા દોષ કેટલા દેખાય છે ? અને કેટલા દોષ તું ધોઈ નાખું છું ? પ્રશ્નકર્તા દોષ તો ઘણાં દેખાય છે. જેવી રીતે ક્રોધ છે, લોભ રહેલો છે.
દાદાશ્રી : એ તો ચાર-પાંચ દોષો, એ દેખાયા તે ના દેખાયા કહેવાય. અને કોઈકના તરફ દોષ જોવાનું, તે કેટલા જોઈ આપું ?
પ્રશ્નકર્તા : ઘણાં બધા દેખાય. દાદાશ્રી : બહુ જોઈ આપું તું ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : કો'કના તો રસ્તે જતાય, તને ચાલતા નથી આવડતું, તું આમ ચાલું છું, તું આવો છું, બધા બહુ જાતના દોષ દેખાય અને પોતાના દોષ જડે નહીં. કારણ કે ક્રોધ-માન-માયા-લોભથી અંધ છે. લોભનો અંધ, ક્રોધનો અંધ, માયાનો અંધ, માનનો અંધ - બધું અંધ સ્વરૂપે છે. ઊઘાડી આંખે અંધા થઈને ફરે છે, ભટક ભટક કરે છે. કેટલી ઉપાધિ કહેવાય !
ઊઘાડી આંખે આખું જગત ઊંધી રહ્યું છે અને બધાં ઊંઘમાં જ કરી રહ્યાં છે, એવું ભગવાન મહાવીર કહે છે. કારણ કે પોતાનું અહિત કરી રહ્યા છે. ઊઘાડી આંખે અહિત કરી રહ્યા છે, એને ભગવાને ભાવનિદ્રા કહી. આખું જગત ભાવનિદ્રામાં પડેલું છે. ‘હું શુદ્ધાત્મા છું” એવું ભાન થયા પછી ભાવનિદ્રા સવશે ગઈ કહેવાય, જાગૃત થયા કહેવાય.
કરે જ્ઞાતી એકરાર, તિજદોષતા.... ભૂલ થઈ હોય, પણ એનું આયુષ્ય શી રીતે વધે તે હું જાણતો હતો. એટલે શું કરું ? બધા બેઠા હોય ને કો'ક એક જણ આવ્યો ને કહે, “મોટા જ્ઞાની થઈ બેઠાં છો, હુકલી તો છૂટતી નથી.” એમ બધું બોલેને, ત્યારે હું કહું કે ‘મહારાજ, આ આટલી ઊઘાડી નબળાઈ છે એ હું જાણું છું.’ તમે આજ જાણું, હું તો પહેલેથી જ જાણું છું. જો હું એમ કહ્યું કે, “અમારા જ્ઞાનીઓને કશું અડે નહીં.” એટલે પેલો દુક્કો મહીં અંદર સમજી જાય કે અહીં વીસ વર્ષનું આયુષ્ય આપણું વધ્યું ! કારણ કે ધણી સારા છે, ગમે તે કરીને રક્ષણ કરે છે. એ એવો હું કાચો નથી. રક્ષણ કોઈ દહાડો નથી કર્યું. લોક રક્ષણ કરે કે ના કરે ?
પ્રશ્નકર્તા : હા કરે, બહુ જોરદાર કરે.
દાદાશ્રી : એક સાહેબ છીંકણી સુંઘતા હતા, આમ કરીને. મેં કહ્યું, સાહેબ, આ છીંકણીની જરૂર છે તમારે ?” ત્યારે એ કહે, ‘છીંકણીનો તો કંઈ વાંધો નહીં.” મેં કહ્યું, આ સાહેબને ખબર જ નથી કે આ છીંકણીનું મહીં આયુષ્ય