________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
સામો તો છે માત્ર નિમિત્ત !
આપણને મકાનની અડચણ હોય ને કોઈ માણસ મદદ કરે અને મકાન આપણને રહેવા આપે, તો જગતના મનુષ્યોને એની પર રાગ થાય અને જ્યારે એ મકાન લઈ લેવા ફરે તો એની પર દ્વેષ થાય. આ રાગ-દ્વેષ છે. હવે ખરેખર તો રાગ-દ્વેષ કરવાની જરૂર નથી, એ નિમિત્ત જ છે. એ આપનારો ને લઈ લેનારો, બન્ને નિમિત્ત છે. તમારા પુણ્યનો ઉદય હોય ત્યારે એ આપવા માટે ભેગો થાય, પાપનો ઉદય હોય ત્યારે લેવા માટે ભેગો થાય. એમાં એનો કશો દોષ નથી. તમારા ઉદયનો આધાર છે. સામાનો કિંચિત્માત્ર દોષ નથી. એ નિમિત્ત માત્ર છે એવું આપણું જ્ઞાન કહે છે. કેવી સુંદર વાત કરે છે !!
અજ્ઞાનીને તો કોઈક મીઠું મીઠું બોલે ત્યાં આગળ રાગ થાય ને કડવું બોલે ત્યાં દ્વેષ થાય. સામો મીઠું બોલે છે તે પોતાની પુણ્ય પ્રકાશિત છે ને સામો કડવું બોલે છે તે પોતાનું પાપ પ્રકાશિત છે. તેથી મૂળ વાતમાં, બેઉ સામા માણસને કશું લેવા-દેવા નથી. બોલનારને કશું લેવા-દેવા નથી. સામો માણસ તો નિમિત્ત જ થાય છે. જે જશનો નિમિત્ત હોય એનાથી જશ મળ્યા કરે અને અપજશનો નિમિત્ત હોય એનાથી અપજશ મળ્યા કરે. એ નિમિત્ત જ છે ખાલી. એમાં કોઈનો દોષ નથી !
પ્રશ્નકર્તા: બધા નિમિત્ત જ ગણાયને ?
છે. ત્યારે આપણે જાણીએ કે આ નિમિત્ત આવ્યું. નહીં તો ચાલુ ગાડી, એ તો કર્મના ઉદય પ્રમાણે ચાલ્યા કરે.
ત વણે વેણ, વિતા વાંક ! પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો ?
દાદાશ્રી : આપણો વાંક ના હોય તે બોલે, તે કોઈને એવો અધિકાર નથી બોલવાનો. જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય, તો બોલવાનો અધિકાર નથી. માટે આ બોલે છે, તો તમારી ભૂલ છે, તેનો બદલો આપે છે આ. હા, તે તમારી ગયા અવતારની જે ભૂલ છે, એ ભૂલનો બદલો આ માણસ તમને આપી રહ્યો છે. એ નિમિત્ત છે અને ભૂલ તમારી છે. માટે જ એ બોલી રહ્યો છે.
હવે એ આપણી ભૂલ છે માટે આ બોલી રહ્યો છે. તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. એના તરફ ભાવ ન બગાડવો જોઈએ. અને આપણે શું કહેવું જોઈએ કે પ્રભુ એને સબુદ્ધિ આપજો. એટલું જ કહેવું. કારણ કે એ નિમિત્ત છે.
બચકાં ભરવા તિમિરતે ! અમને તો કોઈ માણસનો ખરાબ વિચાર સરખો ય નથી આવતો. આડુંઅવળું કરી જાય તો ય ખરાબ વિચાર નહીં. કારણ કે એની દ્રષ્ટિ, બિચારાને જેવું દેખાય છે એવું કરે છે, એમાં એનો શો દોષ છે ? અને ખરી રીતે, એઝેક્ટલી શું છે આ જગત કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. તમને દોષ દેખાય છે એ તમારી જોવાની દ્રષ્ટિમાં ફેર છે. મને કોઈ દોષિત દેખાયો નથી અત્યાર સુધી. માટે કોઈ દોષિત છે નહીં, એમ કરીને આપણે ચાલજો ને ! આપણે છેલ્વે સ્ટેશન છે તે સેન્ટ્રલ છે એવું જાણીને ચાલીએ તો ફાયદો થાય કે ના થાય ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : હા, થાય ફાયદો.
દાદાશ્રી : નિમિત્ત સિવાય આ જગતમાં કોઈ ચીજ બીજી છે જ નહીં. તે ય નિમિત્ત જ છે.
પ્રશ્નકર્તા: બજારમાંથી અહીં સત્સંગમાં આવ્યો એ કયું નિમિત્ત ?
દાદાશ્રી : એ તો કર્મનો ઉદય. નિમિત્તનો કશો સવાલ જ નથી. ઉદયકર્મ, બજારના કર્મના ઉદય પૂરા થયાં, એટલે આ કર્મનો ઉદય અહીં ચાલુ થયો. એટલે એની મેળે વિચાર આવે કે ચાલો ત્યાં જઈએ. નિમિત્ત ક્યારે કહેવાય ? અહીં આવવા માટે નીકળ્યા, દાદર સ્ટેશને ઊતર્યા, થોડેક સુધી આવ્યા ને કો'ક મળ્યું કે ભાઈ, પાછાં ચાલો. મારે આમ છે ને મારે ખાસ કામ