________________
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
મૃત્યુ સમયે, પહેલાં ને પછી.
એવાં કર્મો હોય એને લઈને ગૂંચવાડો-ગૂંચવાડો જ ચાલ્યા કરે છે ?
દાદાશ્રી : ગયા અવતારે અજ્ઞાનતાથી કર્મો બંધાયા, એ કર્મોનું આ ઇફેક્ટ છે હવે. ઇફેક્ટ ભોગવવી પડે છે. ઇફેક્ટ ભોગવતાં ભોગવતાં ફરી જો કદી જ્ઞાની મળે નહીં તો ફરી નવા કૉઝિઝ અને એટલે નવી ઇફેક્ટ ઊભી થયા કરવાની. ઇફેક્ટમાંથી પાછાં કૉઝિઝ ઉત્પન્ન થયા જ કરવાનાં અને એ કૉઝિઝ પાછાં આવતા ભવમાં ઇફેક્ટ થશે. કૉઝિઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝિઝ, કૉઝિઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝિઝ, કૉઝિઝ એન્ડ ઇફેક્ટ એ ચાલ્યા જ કરે છે. એટલે જ્ઞાની પુરુષ જ્યારે કૉઝિઝ બંધ કરી આપે એટલે ઇફેક્ટ એકલી જ ભોગવવાની રહી. એટલે કર્મ બંધાતા બંધ થઈ ગયા.
એટલે બધું “જ્ઞાન” યાદ રહે જ એટલું નહીં, પણ પોતે તે સ્વરૂપ જ થઈ જાય. પછી તો મરવાનોય ભો ના લાગેને ! કશાનો ભો ના લાગે, નિર્ભયતા હોય.
અંતિમ સમયની જાગૃતિ !
પ્રાયશ્ચિત કરવાથી ઘોડા ગાંઠમાંથી ઢીલાં થઈ જાય. આપણા પ્રતિક્રમણમાં બહુ શક્તિ છે. દાદાને હાજર રાખીને કરો તો કામ થઈ જાય.
આ જ્ઞાન મળ્યા પછી હિસાબ મહાવિદેહતો ! કર્મના ધક્કાના અવતાર થવાના હોય તે થાય, વખતે એક-બે અવતાર. પણ તે પછી સીમંધર સ્વામી પાસે જ જવું પડશે. આ અહીં આગળ ધક્કો, હિસાબ બાંધી દીધેલો પહેલાનો, કંઈક ચીકણો થઈ ગયેલોને, તે પૂરા થઈ જશે. એમાં છૂટકો જ નહીં ને !
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કર્મના ધક્કા ઓછા થાય ? દાદાશ્રી : ઓછાં થાય ને ! ને જલદી નિવેડો આવી જાય.
અમે' આમ કરેલું નિવારણ વિશ્વથી ! જેટલી ભૂલ ભાંગી પ્રતિક્રમણ કરી કરીને, તેટલો મોક્ષ પાસે આવ્યો.
પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી ચીટકે નહીંને બીજા જન્મમાં ?
દાદાશ્રી : શું લેવા ? આપણે બીજા જન્મની શું લેવા ? અહીં ને અહીં પ્રતિક્રમણ એટલાં કરી નાખીએ. નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કર કરવાં. ‘ચંદુબાઈ’ને તમારે એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધાં જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુ:ખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક એક માણસનું, આવું ઘરનાં દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી-પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે, એમ ને એમ હલકો થાય નહીં.
જીવતાં છીએ ત્યાં સુધી !
પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન લીધા પહેલાંના આ ભવના જે પર્યાય બંધાઈ ગયા હોય, એનું નિરાકરણ કેવી રીતે આવે ?
દાદાશ્રી : હજ આપણે જીવતાં છીએ, ત્યાં સુધી પશ્ચાતાપ કરીને એને ધોઈ નાખવા, પણ એ અમુક જ, આખું નિરાકરણ ના થાય. પણ ઢીલું તો થઈ જ જાય. ઢીલાં થઈ જાય એટલે આવતે ભવ હાથ અડાડ્યો કે તરત ગાંઠ છૂટી જાય !
પ્રશ્નકર્તા : પ્રાયશ્ચિતથી બંધ છૂટી જાય ?
દાદાશ્રી : હા, છૂટી જાય. અમુક જ પ્રકારના બંધ છે તે કર્મો