________________
મા બાપ-છોકરાંનો વ્યવહાર
૧૪૩
(૮) નવી જનરેશન, હેલ્થી માઈડવાળી !
એવું આ ટી.વી., સિનેમા, બધું ગંધાતા કાદવ કહેવાય. એમાંથી કશો સાર ના નીકળે. અમને ટી.વી. જોડે ભાંજગડ નથી. દરેક વસ્તુ જોવાની છૂટ હોય છે. પણ એક બાજુ પાંચ ને દસ મિનિટે ટી.વી. હોય ને એક બાજુ પાંચ ને દસ મિનિટે સત્સંગ હોય. તો શું ગમે ? અગિયાર વાગે પરીક્ષા હોય ને અગિયાર વાગે જમવાનું હોય તો શું કરો ? એવી સમજણ હોવી જોઈએ !
પ્રશ્નકર્તા : રાતે મોડે સુધી ટી.વી. જોતાં હોય એટલે પછી સૂવે જ નહીંને ?
દાદાશ્રી : પણ ટી.વી. તો તમે વેચાતું લાવ્યા, ત્યારે જુએને? તમે ય છોકરાઓને ફટવ્યાં છે ને બધા. આ તમે માબાપે છોકરાંઓને ફટવ્યાં છે અને ટી.વી. લાવ્યા પાછો ! એ તોફાન નહોતું તે પાછું વધાર્યું તોફાન.
પ્રશ્નકર્તા: હા, તે દુનિયામાં રહેવા માટે તો દુનિયાનું કરવું જ પડે. નહીં તો આ લોક તો કહે, બાઘાં છો.
દાદાશ્રી : દુનિયામાં રહેવા માટે ખાવાનું, શ્વાસનું, એ બધું, કપડાંબપડાં અને આ મકાન, એટલું જ આવશ્યક છે. બીજી આવશ્યક વસ્તુ નથી. સંડાસની આવશ્યકતા બહુ છે. સંડાસ ના હોય તો તમને ખબર પડી જાય. જો સરકાર એમ કરી દે કાયદો કે પંદર દહાડા સુધી કોઈએ સંડાસ ના જવું. તો સરકારને કહેશે, તમે કહો એ વેરો ભરીએ, પણ અમને સંડાસ જવા દો. હવે જેનું મહત્તમ આટલું બધું છે, તો ય લોકોને કિંમત નથી. સરકાર સંડાસ બંધ કરે તો કેવી દશા થાય !?
પ્રશ્નકર્તા : બહુ બૂરી દશા થાય. દાદાશ્રી : તે ઉલટો સરકારનો ઉપકાર સંડાસ જવા દે છે, બહુ સારું
ટી.વી.-સીનેમા જોવામાં શો સાર; ગંધાતો કાદવ, લ્હાયને ઠાર!
દાદાશ્રી : રવિવારે તમારા નજીકમાં જ સત્સંગ હોય છે તો કેમ આવતા નથી ?
પ્રશ્નકર્તા : રવિવારે ટી.વી. જોવાનું હોયને, દાદા !
દાદાશ્રી : ટી.વી.ને તમારે શું સંબંધ ? આ ચશ્મા આવ્યા છે તો ય ટી.વી. જુઓ છો ? આપણો દેશ એવો છે કે ટી.વી. ના જવું પડે, નાટક ના જોવું પડે, બધું આ અહીં ને અહીં રસ્તા પર થયા કરે છે ને?
પ્રશ્નકર્તા : એ રસ્તે પહોચીશું ત્યારે એ બંધ થશેને?
દાદાશ્રી : કૃષ્ણ ભગવાન ગીતામાં એ જ કહી ગયા કે મનુષ્યો અનર્થ ટાઈમ વેડફી રહ્યા છે. કમાવા માટે નોકરીએ જાય એ તો કંઈ અનર્થપૂર્વકનું ના કહેવાય. જ્યાં સુધી પેલી દ્રષ્ટિ મળે નહી ત્યાં સુધી આ દ્રષ્ટિ છૂટે નહીં ને ?
લોક શરીરે ગંધાતો કાદવ ક્યારે ચોપડે ? એને લ્હાય બળે ત્યારે
પછી રેડિયો, આ ગાંડપણ ક્યાંથી પેસી ગયું આ બધું. આમાં શું સાંભળવાનું ? માણસો સામસામી બોલે તે સાંભળવાનું. જીવતાંનું સાંભળીએ. આ મરેલાનું શું સાંભળવાનું ? મેં કોઈ દહાડો રેડિયો લીધો નથી. જો ઘડિયાળે ય એટલે હાથનું ઘડિયાળ ખરીદ્યું નથી. હું, પેલું ઘરમાં મૂકવાનું લાવ્યા છીએ. આ તો બધી મેડનેસ છે, ઘનચક્કર બનાવવાનાં