________________
૧૩૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૩૩
બેસાડીને કહેશે, ‘બેસ બા, બેસ.’ આમ હાથ-બાથ ફેરવેને એટલે એને બિચારાને એ લાગે, સુખ લાગે. દિલ ઠરે એનું. પછી આપણે કહીએ ભઈ, જુઓ આપણે કોણ ખાનદાન, એવું તેવું તે. એટલે ભાવ ફેરવે કે ના જ કરવા જેવું. આ કરવા જેવી વસ્તુ જ હોય. શું નક્કી કરે ? આ ઝેર ખાવા જેવી વસ્તુ છે નહીં. તો એને ઉપર ચઢાવ્યો કહેવાય, નહીં તો અધોગતિ કરાવે છે.
આપણે શું કહેવું પડે, હવે છોકરાને શું કહેવું જોઈએ કે છોકરો નક્કી કરે કે હવે મારે આ કરવા જેવું નથી, એવું એ મનમાં ભાવ કરે. પહેલાં તો બાપને ના કહે. બાપને પછી કહી દે કે મારી ઇચ્છા નથી તો ય થઈ જાય છે. પહેલું તો આપણે પૂછવું પડે, તું જાણી જોઈને કરું છું કે થઈ જાય છે ? ત્યારે પછી કહે, મારે નથી કરવું. એ બે-ત્રણ વખત નહોતું જવું તો ય મહીં જવાઈ ગયું. એટલે છોકરો ય સમજે કે મારે આ નથી કરવું તો ય થઈ જાય. માટે કો'ક ત્રીજું, કો'ક ભૂત છે. એ કર્મના ઉદયનું ભૂત છે. એટલે આપણે નથી કરવું તો ય થઈ જાય એવું કહે ને ત્યારથી આપણે જાણીએ કે ફર્યો, એની સમજણ ફરી. ત્યાર પછી આપણે એને શું કહેવું જોઈએ કે હવે પ્રતિક્રમણ કરજે. જ્યારે જ્યારે થઈ જાય, ત્યારે ‘હે કૃષ્ણ ભગવાન ! આજે મારાથી આ થઈ ગયું, એની માફી માંગું છું અને ફરી નહીં કરું', કહીએ હવે. એ પ્રતિક્રમણ શીખવાડીએ બસ. બીજું કશું નહીં.
પ્રશ્નકર્તા : બરાબર છે. એ તો મેઈન (મુખ્ય) છે ને.
દાદાશ્રી : એ ક્યારે કરવું છે, એવું કહે ? તમારા જેવા ફાધર મળે ત્યારે. ફાધર શું કહે, “મારી નાખીશ જો એને નહીં છોડું તો ?” ત્યારે પેલો છોકરો શું કહે ? કરવાનો જ. એવા મહીં ભાવ કરી નાખે. મોઢે બોલે નહીં. મોઢે બોલે તો પેલો મારે પાછો. કરવાનો જ જાવ, થાય તે કરો. આવું થયું છે, તેને લીધે આ છોકરા આવા પાક્યા. ભાવસત્તા (અજ્ઞાનીને) એના હાથમાં છે. એટલે અવળો ફરી જાય.
જેને ત્યાં ચોરી કરી તેનું પ્રતિક્રમણ આમ કરજે અને પ્રતિક્રમણ કેટલાં કર્યા તે મને કહેજે. તો પછી પેલો રાગે પડી જાય. પછી ચોરી નહીં
કરવાની એવી પ્રતિજ્ઞા લે તું. ફરી નહીં કરું અને થઈ ગઈ તેની માફી માંગું છું. એવું વારે ઘડીએ સમજણ પાડ પાડ કરીએ ને, તો એ જ્ઞાન ફીટ થાય. એટલે આવતો ભવ પછી ચોરી ન થાય. આ તો ઇફેક્ટ છે તે પરી ભજવાઈ જાય અને ઇફેક્ટ છે તે એકલી જ. પાછું બીજું નવું આપણે શીખવાડીએ નહીં. તો હવે નવું ઊભું થાય નહીં.
એટલે આ ભવમાં ય ઓછું થઈ જાય. કેટલીક ઈફેક્ટ એવી હોય, મોળી હોય. તેને અહંકારે કરીને મજબૂત કરે. તે મોળીને તો નિશ્ચય મજબૂત કરતાં બંધ થઈ જાય. આ અમારો રસ્તો. અમે એને શું કહીએ કે તે ચોરી કરી, તું ડરીશ નહીં, આવી રીતે શક્તિ માંગશે. આપણે તો એને આમ સમજણ પાડવા વાતચીત કરીએ.
આ જે આચાર છે આજનાં, એ બધાં ઇફેક્ટ છે. અને તું કેમ અપવાસ નહીં કરતો ? ત્યારે કહે, મારાથી નથી થતાં. અલ્યા મૂઆ, શેના અપવાસ નથી થતાં ? એ તો કંઈ કરાતા હશે ? એ તો કોઝીઝ કરેલું હોય તો અપવાસ કરાય. એટલે આજે શું કરે છે એ જોઈ લેવું જોઈએ અને જે આચાર કામનાં ના હોય, તેને માટે આપણે એને ફરી જ્ઞાન ફેરફાર કરી નાખવું જોઈએ એનું. એનું જ્ઞાન ફેરફાર કરવાનું છે. બાકી ધીબધીબ કરો તો ઉછું મનમાં શું કરે કે ચોરી કરવી જ જોઈએ. એવું મનમાં નક્કી કરે. ઉલટો અવળો ચાલે. ભય ના પમાડવું જોઈએ. ફાધર કેવાં સંસ્કારી હોય. જેના સંસ્કારથી છોકરાઓ બધાં ડાહ્યા થઈ જાય. આ તો એનો ઉપાય જાણો નહીં બિચારાનો ! ચોરી કરી આવે છે. તે એને ખબર જ નથી ને, એ તો એમ જ જાણે કે આ જ ચોરી કરી રહ્યો છે, તે બંધ કરવી હોય તો કરી શકાય. એ બંધ કરે તો થઈ જાય. લે ને તારું બંધ કરને, તારા જે દોષો હોય તે બંધ કર. ગુરૂ મહારાજો, એ એવું કહે કે આ છોડી દો, આ છોડી દો. મહારાજ છીંકણી છોડી દો ને ? અને આ ક્રોધ તમારા છોડી દો ને, આ ક્રોધમાં તો બધાને દુઃખી કરો છો. તે છોડી દો. ક્રોધમાં આપણે કહીએ, તું ક્રોધને છોડી દે. પણ ના છોડી દે !
આ જુઓને તમારો ક્રોધ અમે સુધારી દીધોને ! તમારા કાબુમાં રહેતો ન હતો, પણ સુધારી દીધો ને !