________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૨૭ છે કે વ્યસની માણસોથી દૂર રહેવું જોઈએ.
દાદાશ્રી : ના. મોટી ઉંમરવાળા માટે વાત નથી આ. આ તો ઉગતા બાળકોને માટે વાત છે. તમારે જે સંજોગો આવે ને એ તો... તમે તો બધું હવે એ રીઢા થઈ ગયેલા, નવી પેસે નહીં, જૂની નીકળે નહીં. પણ આ ઉગતા બાળકોને આ વિચાર આવવા માંડે છે.
પ્રશ્નકર્તા : બરાબર છે. આ વિચાર તરીકે બરાબર છે. મારું શું કહેવું હતું કે નાનપણથી એ લોકો સાથે ઉછર્યા હોય ને બહુ જ સારા કુટુંબના મિત્રો હોય. પેલો મોટો થઈને સિગારેટ પીએ અને આ ન પીએ સમજીને. હવે એ સિગારેટ પીએ છે. તેની મિત્રતા છોડી દેવી, બીજી બધી રીતે સારો હોય. તો એ એને માટે સમજણ ના પડે ?
દાદાશ્રી : આપણા જ્ઞાનમાં રહીને આમ વ્યસનીના સંગમાં ન રહેવું. છતાં કુદરત આપણને વ્યસનીના સંગમાં રાખે, તો પણ જ્ઞાન તો તેનું તે રહે જ ને !
પ્રશ્નકર્તા : ના. પણ જોડે રહીને વ્યસનથી દૂર રહેવા શું કરવું ? ધારો કે જોડે રહેવાનો સંજોગ આવે તો ?
દાદાશ્રી : એ જોડે રહેવાનો પ્રયત્ન જ નહીં કરવાનો. પ્રશ્નકર્તા : વ્યસનથી મુક્ત કેવી રીતે રહેવું ?
દાદાશ્રી : વ્યસનથી મુક્ત થવા ‘વ્યસન એ ખોટી ચીજ છે' એવી આપણને પ્રતિતિ થવી જોઈએ. એ પ્રતિતિ ખસવી ના જોઈએ. આપણો નિશ્ચય ના ખસવો જોઈએ. પછી વ્યસનથી દૂર જ રહે છે માણસ. એમાં કંઈ વાંધો નહીં.” એવું કહે ત્યારથી ચોંટ્યું.
અવળાં' આમ છૂટી જાય !
દારૂ સ્વપ્ન ન પીવાય ક્યારે ય; ખોટાંતી પ્રતિતિ ક્ષણે ય ન ભૂલાય!
આ કોઠો એંઠો કરો છો ને ? ડ્રીંક્સ કશું... ? પ્રશ્નકર્તા : કોઈક કોઈકવાર. એટલે ઘરમાં થાય ત્યારે. સાચું બોલું
દાદાશ્રી : એ બંધ કરી દેજે. પરવશ થઈ ગયો. આપણને ના ચાલે, આપણને જોઈએ નહીં. લઈશ જ નહીં, અડીશ જ નહીં તું. દાદાની આજ્ઞા છે, માટે અડવાનું નહીં. તો તારું જીવન બહુ સારું જશે. કારણ કે તને જરૂર નહીં પડે હવે. આ ચરણવિધિ ને બધું વાંચીશ એટલે તને એ જરૂરે ય નહીં પડે અને આમ આનંદ પુષ્કળ રહેશે, બહુ આનંદ રહેશે. સમજાયું છે ને તને ? સમજાયું કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, દાદા. પણ આજે એવું છે કે બિઝનેસમાં તો આજે દારૂની પાર્ટીઓ થાય જ છે. કોકટેલ પાર્ટી અને એમાં તો તમારે હાજરી તો આપવી જ પડે ને ? પણ પોતે એમ નથી પીતા. આપની વાત સાચી
દારૂ-માંસાહારતું રી પેમાં જાતવર ગતિ; જ્ઞાતીનાં વચન, ખોશો માલ મતિ!
પ્રશ્નકર્તા: બહુ વખત કોઈએ દારૂ પીધો હોય કે પેલા ડ્રગ્સ લીધા હોય. તો કહે, એની અસર આપણા બ્રેઈન ઉપર પડે તો પછી બંધ કરી દે, પણ એની અસર તો રહે, તો એ અસરોમાંથી મુક્ત થવા માટે દાદા