________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
બાળકને પ્રેમ તો જ્ઞાનીઓ એકલાં જ કરે છે. મા-બાપ તો ઊછેરે
છે, નર્સરી કરે છે. તે શા હારું ઊછેરે છે ? કે આ આંબો મોટો થાય એટલે ફળ આવશે અને તે મને ખાવાનાં કામ લાગશે.
૧૨૦
પ્રશ્નકર્તા : પૂર્વેનાં ઋણાનુબંધ એ જાતનાં છે, એટલે છોકરા તરીકે આવ્યાને ?
દાદાશ્રી : ઋણાનુબંધનો વાંધો નથી, પ્રેમ રાખવાનો ય વાંધો નથી. પણ વ્યવહાર રાખો, એમ કહે છે. વ્યવહારને નિશ્ચય ના કરી નાખશો. આ તો વ્યવહારને જ નિશ્ચય કરી નાખ્યો.
બાળકો દાદાતા સત્સંગથી સુધરે; જાતે ઘેર આવીતે સુધારે ખટપટે!
આજના છોકરાંઓને બહાર જવાનું ગમે નહીં એવું કરી નાખો, કે ઘરમાં આપણો પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ દેખે. પછી આપણા સંસ્કાર ચાલે.
આપણે સુધારવું હોય તો શાક સુધારવું, પણ છોકરાઓને ના સુધારવા ! એ લોકોને શાક સુધારતાં આવડે. શાક સુધારતાં ના આવડે ? પ્રશ્નકર્તા : આવડે.
દાદાશ્રી : હે... આવડા આવડા ટુકડા કરીને બનાવે શાકનાં
હડહડાટ.
બાબો ચોખ્ખો છે. હજુ ચોખ્ખો છે તે એને પુષ્ટી અહીંથી આપો. અહીંનું ને અહીંનું જ. એને આનંદ-બાનંદ બધું અહીં જ થાય. મિત્રાચારી તમારી જ હોય, બહાર મિત્ર કરવા ખોળે નહીં. એટલે તે આપણે મિત્ર જેવા જ થઈ જવું જોઈએ એને. હું તો હાથ ફેરવું, રમાડું, બધું ય કરું. એટલે એને ઘેર આવે ને, કોલેજમાંથી છૂટીને એને ઘેર આવે તો આવવાનું એને મન થઈ જાય. અને અહીં ઘેર પ્રેમ ના દેખે એટલે બહાર પ્રેમ ખોળે. નાના બાળકો પ્રેમ ખોળે, પૈસા ખોળતા નથી, એટલું ધ્યાન રાખજો.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
આમને ઠેઠ સુધી સાચવ સાચવ કરો. એકનું એક જ છે. સરસ થઈ ગયું હવે એને. હવે તો આ દાદાને માટે જ બધું જીવન. એમને કહ્યું કે ભઈ, આ કરોડોની મિલકત આ બધી તને સોંપવાની છે. ના, હું મારી કરી લઈશ. તમે આ દાદાને કરોડો આપી દેજો. તે હવે મને કહે છે. મેં કહ્યું, ના, ભઈ મારે જોઈતા નથી. મેં ના પાડી દીધી. એટલે બાબાને સાચવજો. બાબો બહુ સારો છે. આ ભાઈને એ જ કહેલું ને કે તમારા છોકરાઓ લઈને અમારી પાસે ને પાસે આવજો. ભલે ભાડું-બાડું થાય તો ય. છોકરાઓ સુધરી ગયા એટલે થઈ ગયું, લાખો રૂપિયા સુધરી ગયા.
૧૨૧
પ્રશ્નકર્તા : તમે કહો છો કે છોકરાઓને અહીં લઈ આવો.’ પણ છોકરાઓ ના આવે તો ?
દાદાશ્રી : એ તો મને પધરામણી કરાવે એટલે હું બીજે દહાડે, હું મારી આપું, જરા મારી આપું. ઘેર પધરામણી કરાવડાવો ને, એટલે એને પકડી લાવો. બહુ ઈન્ડિયામાં બધાં ઘણાં રીપેર કરી આપ્યા છે. મા-બાપ ખુશ થઈ ગયા છે. તે વહુ રીપેર કરી આપીએ. વહુનાં ધણી રીપેર કરી આપ્યા, મા-બાપ રીપેર કરી આપ્યા, નહીં તો શી રીતે મોક્ષે જાય ?! જ્ઞાન તો આપ્યું પણ મોક્ષે શી રીતે જાય ?!
ઘડીમાં ગુસ્સો, ધડીમાં ઊછાળો; એ છે આસક્તિ, છોકરાંતે મુંજારો!
છોકરાઓ જોડે બહુ ફાવે. નાના છોકરાંઓ જોડે ફાવે અમારે તો. મારી જોડે ફ્રેન્ડશીપ કરે. અહીં આગળ પેસતાં હતાં ને ? ત્યારે પેલો આવડો બાબો હતો તે તેડવા આવ્યો, હેંડો કહે છે. અહીં પેસતાં જ તેડવા આવ્યો. અમારી જોડે ફ્રેન્ડશીપ કરે. તમે તો લાડ લડાવ કરો. અમે લાડ ના લડાવીએ, પ્રેમ કરીએ.
પ્રશ્નકર્તા : એ જરા સમજણ પાડોને દાદા, લાડ લડાવાનું અને પ્રેમ કરવાનું. બધું જરા દાખલા આપીને સમજાવો.
દાદાશ્રી : અરે, એક માણસે તો એમના બાબાને એવો દબાવ્યો, આમ છાતીએ. બે વર્ષથી ભેગો થયો ન્હોતો, અને ઊંચકીને આમ