________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
સુધરેલો કોને કહેવાય ? વઢે તો પણ પ્રેમ દેખાય !
પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા શું ?
દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તો ય એને તમારામાં પ્રેમ દેખાય કે “ઓહોહો ! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે !' ઠપકો આપો, પણ પ્રેમથી આપો તો સુધરે. આ કોલેજોમાં જો પ્રોફેસરો ઠપકો આપવા જાય તો પ્રોફેસરોને બધા મારે !
સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઈએ, પણ જે પ્રયત્નો ‘રિએકશનરી’ હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઈએ, સૂક્ષ્મ રીતે ! સ્થૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સુક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઈએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઈએ કે, “આપણને આ શોભે નહીં.” બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે, પણ કહેવાની રીત હોય.
ગયા અવતારના છોકરાં કેટલાં છે ? બોલતાં નથી ? દરેક અવતારે છોકરાં મૂકીને આવ્યા છે. ગયા અવતારનાં છોકરાં જોડે... સુધારવા માટે પ્રયત્ન કરતા’તા. અને હવે આ અવતારમાં ય એવું જ કરો છો. કોઈ સુધર્યો ? એકું ય છોકરો સુધર્યો નહીં. અને તે આચરણમાં હોવું જોઈએ પોતાના. પોતાના આચરણમાં હોય તો એની મેળે સુધરી જાય.
ખોટ જાય છે, એ તો જાય છે જ. હવે જવા માંડી છે તો એમાં કેટલી અટકે છે એ કર તું. અને સુધારી શકાય છે, બધું કરી શકાય છે. આ તો પોતાને ધંધા કરવા છે, લાખો કમાવવા છે અને ઘર તરફ દુર્લક્ષ સેવવું છે. ત્યારે છોડી જતી જ રહેને પછી બીજું શું થાય ?! છોડીઓ પાછળ, છોકરા પાછળ તો ધ્યાન આપવું જોઈએ. સંસ્કાર આપણે આપવાના છે. - છોકરાઓ સુધારો, આ બધું સુધારો, એકસ્ટેન્શન મળવાનું નથી. તો શા માટે હાય, હાય, હાય કરવાની જરૂર અને વર્ષો જશે ને, ગમે તેમ દર્દો ફરી વળશે પાછાં, પેલો કહેશે, મને પ્રેશર થયું છે. પેલો કહેશે, મને આમ થયું છે. પેલો કહેશે, મને સુગર જાય છે. આ બધાં દર્દો..... એટલે એમાં સારું કંઈ એવું કરી લો કે જેથી સુગંધી મહીં હોય. દાડે દા'ડે વધે, ના વધે ? ફેરફાર થાય કે ના થાય કંઈ ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આગલે દહાડે છોકરાંને એમ કહીએ છીએ કે ભઈ, જો કાલે દિવાળી છે, બેસતું વર્ષ છે. કાકા જોડે આપણે બોલતા નથી, પણ કાલે ‘જે જે' કરી આવજે. તે એવું આપણે આગલે દહાડે વાત કરીએ છીએ કે નથી કરતાં ? તો બીજે દહાડે એ પ્રમાણે થાય છે. “જે જે કરી આવીએ છીએ ને તે દહાડે કષાય કશું દેખાતા નથી. આખો દહાડો કેવો સારો જાય છે, લૂગડાં સારાં પહેરવાનાં મળે છે, સારું ખાવાનું મળે છે, લોકો માન આપે છે. આ તો એક જ દહાડો દિવાળીએ આપણે નક્કી કરીએ છીએ, તો પછી એવું કાયમને માટે નક્કી કરે તો ? પણ આ તો કહેશે કે, બસ કાળ જ ખરાબ છે. અલ્યા, તું જ નક્કી કરીને ! આપણે એવું કહીએ કે દિવાળી ખરાબ છે, દિવાળી ખરાબ છે. એટલે પછી દિવાળી ખરાબ જ થાય ને ? પણ આપણા લોકોને તો “એય, આજે દિવાળી છે હો !' તે લોકોની લઢવાડો ય પાછી તે દહાડે બંધ થઈ જાય છે, ને કાકા જોડે ના બોલતા હોય પણ તે દહાડે વાતચીત ચાલુ થઈ જાય છે. એવું નથી બનતું ? અને દિવાળીનો એક દહાડો નક્કી કર્યું, તે એના પડઘા તો ચાર દહાડા સુધી પડ્યા કરે છે, પાંચમ સુધી તો જયાં જઈએ
છોકરાં સુધરે, કરો સારા ભાવ; વિફરે પ્રકૃતિ જો કરો દબાવ!
પ્રશ્નકર્તા : આપણે ઈચ્છીએ કે એ લોકો સુધરે, સમાજને ઉપયોગી થાય.
દાદાશ્રી : સુધારવા માટે આપણી દશા બહુ ઊંચી જોઈએ, ત્યારે માણસ સુધરે !