________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
હતાં ને, તો મા-બાપની જોડે કંઈ ખટપટ ન્હોતી, આ તો એક હોયને તો ઉપાધિ મોટી,
- દાદાશ્રી : અરે, દસ-દસ ને બાર-બાર ! એ પડોશી કહે કે તમારા કુરકુરિયાં બધાં અમારા ઘરમાં પેસી જાય છે. પાછા કો'કને ત્યાં વધારે હોય તો આપણે પૂછીએ આટલા બધા છોકરાં એક બઈને જમ્યા ? ના, આગળ તેના ત્રણ હતા, આના બીજા અગિયાર. જો ત્યારે કુરકુરિયાં કેટલાં બધાં છે !
તમારે તો બે જ છે ! એ ય સુધારતાં ના આવડ્યું તમને ? બેન તને ય સુધારતાં ના આવડ્યું ? આપણને સુધારતાં ના આવડે તો એને બગાડવા કરતાં હોસ્ટેલમાં મૂકી દેવું.
છોકરાં બગડી જાય પછી છોકરાં સુધારો, એનો શો અર્થ છે ? તમારે કશું સુધારવા માટે વઢવાનું નહીં. છોકરાને વઢવાનું હોતું હશે ? આ છોડવાને વઢીએ બહાર ?! કેમ સારાં થતાં નથી ? પરમ દહાડે ફૂલ હતું ને આજે કેમ ના આવ્યું ? વઢવા કરવાનું છોકરાને નહીં. છોકરાને તો આપણે કરી બતાવો. એ શું કહે છે ? કશું કરી બતાવો.
મા-બાપ છોકરાંનો વ્યવહાર કહેવાય કે ભઈ, તમે આ ફેરવી નાખો. પણ આ પરિણામ કંઈ ફેરવાય ?! તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : ના ફેરવાય.
દાદાશ્રી : એટલે એને ફેરવવા જાય છે, પણ કશું સુધરતું નથી. એટલે મા-બાપને અસંતોષ રહ્યા કરે છે એટલે આ એનો ભેદ સમજી અને પછી ઊકેલ લાવવો જોઈએ. આપણે સમજીએ કે આ એ ય સંજોગોમાં છે, આપણા હાથમાં નથી કશું સરકમસ્ટેન્શિયલ એવિડન્સમાં આવે તો તેમ પાછું એવું માનીએ ના લેશો. એ જો માની લેશો તો એ તરફી તમારું મન થઈ જશે. એવું નહીં હું કહેતો. તમારે આ તરફી રહેવું અને પેલી તરફનું જાણવું બેઉં કરવું. સમજાયું ને ? કે અમથા હા એ હા કરો છો ?
પ્રશ્નકર્તા : ના, સમજાય છે.
દાદાશ્રી : ઇગોઈઝમ હોય જ. કાં તો જ્ઞાન લીધેલું હોય, તો પેલો જીવતો ઈગોઈઝમ ના હોય. પણ પેલો મડદાલ તો હોય જ ને ! એ અહંકાર ભગ્ન તો કરાય જ નહીં, તેમ એને ખોટું એન્કરેજે ના કરાય ! કારણ કે કો'ક ફેરો કાચા પડી જાવ પણ ખોટું ને એકંદરે એવું ન જ થવું જોઈએ ને ! માટે તમારે બાળકોનું સાચવવાનું. આ બે જ છે ને ! બીજા તો પારકાં હોય. એ જોખમદારી પારકાંની. આપણે તો ખવડાવીએપીવડાવીએ આ બેની જોખમદારી આપણી. હવે આમનું ના સાચવીએ તો હું ય તમને કહું, અને લોકો ય કહેવા આવે કે આ છોકરાનું જોતાં નથી, તમને લાગતું-વળગતું, તેની આ ભાંજગડ હોય.
અને આ વાત તમને બહુ હેલ્પફલ થઈ પડશે. સમજ પડીને ? તમે એક જ વાત કરો. આ સુધરવું જોઈએ, સુધરવું જોઈએ. અલ્યા, લોક સુધરે નહીં. આવી રીતે સુધારાતું હશે ? બધાને કાચની પેઠે સાચવું છું. કારણ કે તમે તો એવી ભૂલચૂક કરી દો, પણ મારાથી કેમ ભૂલચૂક થાય ? તમને સાચવતો હોઈશ કે નહીં સાચવતો હોઈશ ? તમને સાચવું કે ના સાચવું ? સાચવું. ફસાયેલો છે છોકરો, એને સંજોગો બરોબર આમ ચુસ્ત છે. એટલે શું કહેવાનું, કે ભઈ એને સમજાવીને. આમ તેમ એના ભાવ છે તે બદલ બદલ કર્યા કરવાના.
આત્મજ્ઞાન સાથે ખપે વ્યવહાર જ્ઞાતા! શાંતિ માટે બન્યું તે વ્યવસ્થિત જાણ!
આ જ્ઞાન જ બધું કામ કરે, બીજું કોઈ કરતું નથી. જ્ઞાન જ કામ કરે. જ્ઞાન જ જાણવાની જરૂર છે. પેલુ જ્ઞાન તો મળી ગયું. ‘હું કોણ છું ?” એ જ્ઞાન તો મળી ગયું. પણ જો આ વ્યવહારિક જ્ઞાનનું જો બધું જાણવાનું મળે પછી ડખો રહે નહીં કોઈ જાતનો.
બધા સંજોગો ભેગા થઈને બાબો એક કાર્ય કરતો હોય ત્યાં આપણે એની ઉપર ચિઢાયા કરીએ, એને ધીબ ધીબ કરીએ, એનો શું મિનીંગ છે તે ?! કારણ કે ગયા અવતારમાં પુરુષાર્થ કર્યો હોય, તે અવળો કર્યો હોય તેને લઈને આ પરિણામ આવ્યા. તેને આપણે કહેવાય કે કેમ આ બગાડ્યું ? ના, અત્યારે ભાવ બગડ્યા હોય એવું કર્યું હોય તેને એમ