________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : એ તો મારી પાસે આવે તો હું એને શીખવાડી દઉં. કારણકે ભૂલ કાઢનાર હું છું ને ! કોઈ પુસ્તકમાં એવું નહીં લખ્યું કે અનુક્વૉલિફાઈડ ફાધર્સ એન્ડ ઇન્ક્વૉલિફાઈડ મધર્સ. તે આ ઈન્ડિયામાં બધા પૂછવા આવે છે, અમને પોતાને સમજણ પહોંચતી નથી કે અમે અનુક્વૉલિફાઈડ છીએ તો હવે અમારે ક્વૉલિફાઈડ કેવી રીતે થવાય ? તે સમજાવી દઈએ. એમની સાથે કેવી રીતે વર્તન રાખવું, કેવી રીતે નહીં ! આમ ગમે તેમ થઈને બેઠા છો ?! અને પાછા એમ કહે છે. હું ધણી... મૂઆ, આ તમારા વેતા જુઓ. ધણી છો તે પેલી ગાંઠતી તો છે નહીં. એનો ઓં (પ્રભાવ) પડવો જોઈએ આમ ! ધણીનો તો ઑ પડવો જોઈએ. બોલ્યા વગર ઑ પડવો જોઈએ.
પ્રશ્નકર્તા: આ ‘અનૂસર્ટિફાઈડ’ ‘ફાધર’ અને ‘મધર' થઈ ગયાં છે એટલે આ ‘પઝલ' ઊભું થાય છે?
દાદાશ્રી : હા, નહીં તો છોકરાં આવાં હોય જ નહીં, છોકરાં કહ્યાગરાં હોય. આ તો મા-બાપ જ ઠેકાણાં વગરનાં છે. જમીન એવી છે, બીજ એવું છે, માલ રાશી છે ! ઉપરથી કહે કે “મારાં છોકરાં મહાવીર પાકવાનાં છે !' મહાવીર તે પાકતા હશે ? મહાવીરની મા તો કેવી હોય !! બાપ વાંકાચૂકાં હોય તો ચાલે, પણ મા કેવી હોય ?!
કરતા ના આવડતું હોય તો આમ પ્રધાનને પૂછે, હવે કેવી રીતે મારે રાજ કરવાનું ? તો આ ગાદી પરથી ઉતરી પાડે ને ! રામચંદ્રજી ત્યાં ગયા, વનમાં ગયાં સીતા લઈને. ક્યાં ગયા ? ચૌદ વર્ષ વનવાસ.
હવે સવારમાં તો ગાદી પર એ બેસવાના હતા રામચંદ્રજી. મોટા મોટા છે તે વિશ્વામિત્ર મુનિ, વશિષ્ઠ મુનિ. આવડાં આવડાં દાઢાં. તે આમ બેઠેલા બધા રાત્રે. સાડા બાર-એક વાગે જોષ કાઢો, જ્યોતિષના બધા, જ્યોતિષવાળાને બોલાવ્યા. સાડા પાંચ વાગે ગાદીએ બેસાડો રામચંદ્રજીને. બધું ડીસાઈડ થયા પછી દશરથ રાજા આમ ગયા, જ્યોતિષ એમ ગયા. પેલા બધા દાઢાવાળા આમ ગયા અને સવારમાં તો કંઈનું કંઈ થઈ ગયું. પેલું કૈકેયીએ કર્યું. કેકેવી હતીને, તેણે શું કર્યું ?
પ્રશ્નકર્તા: કંઈનું કંઈ કરી નાખ્યું.
દાદાશ્રી : તે કૈકેયીએ દશરથ રાજાને કહ્યું, ‘તમે મને વચન આપેલું, તે વચન પાળો.' તે આ રામચંદ્રજીને વનમાં જવાનું થયું.
એટલે કૈકેયીનો છોકરો ભરત, તે ખૂબ જ સિન્સિયર. ભરત રાજા રામચંદ્રજીને કહે છે કે તમે જશો તો મને ગમવાનું નથી. મને તો આ રાજ જોઈતું ય નથી ને આ.... ત્યારે કહે, ના, તું કરજે અને સારી રીતે રાજ કરજે અને આ મારી પ્રજા દુઃખી ના થાય એ જોજે. શું કહે છે ?
પ્રશ્નકર્તા : પ્રજા દુઃખી ના થાય.
દાદાશ્રી : એટલે એણે પ્રોમિસ આપ્યું કે કોઈને દુ:ખી નહીં કરું. એટલે રામચંદ્રજી વનમાં ગયા સારી રીતે, રામચંદ્રજી ને લક્ષ્મણ. અને ભરત એકલાએ રાજ કરવા માંડ્યું. એટલે ભરતે પ્રોમિસ કરેલું કે પ્રજાને દુઃખી ના કરું. એટલે એણે ધીમે ધીમે વેરા ઓછા કરવા માંડ્યા. રેવન્યુ અને તગાવી. લોકોએ લોન લીધી તે માંડવાળ કરી, અત્યારે કરે છે ને માંડવાળ !
પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : અત્યારે પ્રધાનો કરે છે ને માંડવાળ તે. લોનો માંડવાળ કરી નાખો. લોકો ખરાબ થાય, બગડી જાય ઉલ્ટા. લોન તો માંડવાળ
રાજ ચલાવતાં ન આવડ્યું ભરતને; રામે આદર્શ રાજય દીધું જગતને!
રાજાને રાજ ચલાવતા ના આવડતું હોય તો પ્રજા દુઃખી થઈ જાય અને બાપને છે તે ઘર ના ચલાવતાં આવડે તો છોકરાં બગડી જાય. એટલે હાઉ ટુ ચેન્જ, એ તો આપણે ના જાણવું જોઈએ, મા-બાપે ?! તે તેથી મારે લખવું પડ્યું બધાને. મને કંઈ તિરસ્કાર કરવાનું સારું લાગે ! ના સારું લાગે. પણ જરાક તો તમે ટ્રેઈન કરો આમને.
પ્રશ્નકર્તા : એ કેવી રીતના ટ્રેઈન કરીએ ?
દાદાશ્રી : તેથી જ અનૂકવૉલિફાઈડ લખ્યું મેં. એ તો તમારે પૂછવાનું જ ના હોય. એ તો આવડવું જોઈએ. રાજા થયો તો એને રાજ