________________
૩૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૧ કરો છો ?” કહેશે. એ તો ફરજિયાત છે, એમાં શું આપ્યું તમે. ફરજો બજાવતાં નથી, આ તો ફરજિયાત છે. સમભાવે નિકાલ કરો આ ફાઈલોનો, તો આબરૂ રહેશે, નહીં તો આબરૂ નહીં રહે. એટલે ફાધરથી એવો અહંકાર ના કરાય કે મેં તને ભણાવ્યો. કારણ કે આ ભણાવવું એ બધું ફરજિયાત છે.
સુખ આપ્યું તે ક્યિા થઈ ફરજિયાત, આપવાનો ભાવ કર્યો, તે મરજિયાતા
પહેલાં બીજ નાખેલું તેનું. સમજાય છે વાત કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : સમજવામાં કાચું પડી જાય છે. પ્રશ્નકર્તા : ના, ના. ચાલે છે, બરાબર સમજાય છે. દાદાશ્રી : કાચું પડે તો બંધ રાખજો ત્યાં આગળ.
અમને ય એમ લાગે કે અમારો ટાઈમ સારે રસ્તે ગયો. એ ચોપડીઓમાં ખોળે, શી રીતે જડે ?! ચોપડીઓમાં, ફરજો બજાવજો ને આમ તેમ. અલ્યા મૂઆ, ચોપડીવાળાએ લખ્યું, એના લેખકોએ લખ્યું અને પેલા પ્રવચન કરનારા કહેશે, ભઈ, ફરજ આપણે બજાવવી જોઈએ. સારી રીતે ફરજ બજાવજો. અલ્યા મૂઆ, શું શીખવાડે છે, તું અમથો ગાંડો. તું ય ગાંડો અને મને યે ગાંડો બનાવું છું ?! એ બજાવાની જ ક્યાં રહી ! આને આ ગરબડ ચાલે છે આ બધું.
ચેતીને ચાલ પહેલેથી છોકરાં સંગ; મેલ ઘાલમેલ, નહિ તો ખેલાશે જંગ?
એક મોટા માણસ મને કહે છે, બધી જાતની ફરજો, મેં તો ઓફીસની ફરજો બધી... શું બજાવો છો તે કહીએ ? ફરજનો અર્થ શું સમજો છો ? ત્યારે કહે, ના, આપણે કરવું જ પડે ને, એ છૂટકો નહીં. કામ કરવું જોઈએ આપણે. મૂઆ શાથી કરો, કહું? ડ્યુટી બાઉન્ડ નહીં ? ત્યારે કહે, હા, ડ્યુટી બાઉન્ડ. અલ્યા, તું અર્થ તો કર, ફરજીયાત એટલે ! શબ્દો ખોટાં નથી હોતાં ને ?! લોકોને સમજણ પડવી જોઈએ ને !
ફરજો બજાવેલી છે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને તેમાં એનો પછી મનમાં એ માને કે ઘણી ફરજો બજાવી મેં ! સંતોષ લે ! અલ્યા, પણ શેનો સંતોષ, આ તો ફરજિયાત હતું ! કંઈ મરજિયાત શું કર્યું એ મને ખોળી લાવ ? આ તો બધું ફરજિયાત. નાહ્યા-ધોયા એ ફરજિયાત કર્યું કે મરજિયાત કર્યું ? શું શું મરજિયાત કર્યું છે તમે ?
પ્રશ્નકર્તા : શોધવું પડશે ! દાદા, પોતાનું સુખ બીજાને આપે છે, એ આમ તો ફરજિયાત કહેવાય ને ?
દાદાશ્રી : એ ફરજિયાત, આપી દીધું એટલે ફરજિયાત અને આપી દેવાનો ભાવ એ મરજિયાત છે. હા, તમે આ કઢી ખારી હોય તો એ શાંત ભાવે ચલાવી લેવી, એવો ભાવ છે તમારો. તે તમારું મરજિયાત છે, પણ ફરજિયાતમાં શું બન્યું કે “કઠું ખારું છે' બોલી ઉઠ્યાં. એ ભાવ એટલે શું ? બીજ કહેવાય. એને ડું આવે ત્યારે ! આ પહેલાનું ડું અત્યારે આવ્યું.
અમારા મામાના એક દીકરા કંટ્રાક્ટર હતા. તે છોકરાની બહુ ઘાલમેલ ઘાલમેલ કર્યા કરે. મેં કહ્યું, “અમારા મામાનો ફોટો તમે રાખતા નથી ?” ત્યારે કહે, “છે ને ફોટો.” મેં કહ્યું, ‘તો પૂજા કશું કરો છો ?” ત્યારે કહે, ‘પૂજા તો કંઈ નથી કરતા.” ત્યારે મેં કહ્યું, ‘તો આ છોકરાં આપની પૂજા કરશે, હવે ?” ત્યારે એ કહે, “એ તો કોઈ ના કરે.’ મેં કહ્યું, ‘જરા જંપોને, ઓ શું કરવા મોહનો માર ખાવ છો ? જરા પાંસરા પડો ને !” ત્યારે કહે, ‘હવે મને સમજણ પડી. નહીં તો મને તો એમ જ લાગતું હતું કે આ તો આપણે કરવું જ પડે ને !' પછી મેં સમજણ પાડી કે, છોકરાને ભણાવીએ નહીં તો ખોટું દેખાય. પૈણાવીએ નહીં તો યે લોક કહેશે, ‘એને પૈણવું છે તો ય પૈણાવતા નથી ?” પૈણાવ્યા પછી નોકરીએ કંઈ રાગે પડી ગયો, પછી આપણે લેવાદેવા નહીં. પછી આપણે ઘાલમેલ કરીએ ત્યારે લોક કહેશે, ‘હજુ આ ડોસા છોડતા નથી. એ ત્યાં ને ત્યાં