________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૮૭ પતાવવાનાં. જેની ગાળો ખાવાની હોય તેની ગાળ ખાવાનું, જેનો માર ખાવાનો હોય તેનો માર ખાવાનો, જેની સેવા કરવાની હોય તેની સેવા કરે, પણ હિસાબ બધાં ચૂકવવાં પડે. ચોપડામાં ચિતરેલું છે તે ચો તો કરવું પડે ને ?
૩૮૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર પ્રશ્નકર્તા: ખાય છે.
દાદાશ્રી : હા, ગડદાપાટુ ! સારી રીતે મેથીપાક. આવડું આવડું બોલે તે માથાની નસો ફાટે !! અને હકદાર પાછો. આપણે કહીએ કે હું તને કશું નહીં આપું. તો કહે, ‘તમે નહીં આપો તો કોર્ટમાંથી મેળવી લઈશ.” બોલો હવે, માગતાવાળો સારોને આનાં કરતાં ? એટલે આ ખાતાં જ, મોક્ષે જતાં રૂકાવટ જ એ છે !
બાપ કહે, તને કશું નહિ મળે; છોકરો કોર્ટે જઈને સામો લઢે!
જરૂરી ઉપાધિ વહોરાય; બહારથી નકામી તા ખેચાય!
પ્રશ્નકર્તા : આ કોઈ કુટુંબમાં બાળક જન્મે છે, તો એ બાળક એની પોતાની પુર્વેથી જન્મે છે કે કુટુંબીઓની પુર્વેથી જન્મે છે ?
દાદાશ્રી : પોતાની પુāથી. કુટુંબીઓની પુણ્ય તો ખરી. એટલે એ કુટુંબીઓનો હિસાબ અને પેલાનો હિસાબ, પણ એ જન્મે છે તે પોતાની પુણ્યથી. કુંટુંબીઓને શું ? કુંટુંબીઓ તો પેંડા ખવડાવે અને રોફ મારે. પણ
જ્યારે મરી જાય ત્યારે પેંડા ખવડાવેલા ખબર પડી જાય. પછી રડારોડ ! તે પેંડા ખવડાવતાં પહેલાં ના સમજવું જોઈએ ? કે ભઈ, આ તો હિસાબ છે તે આવ્યો છે. હિસાબ થઈ રહે તો જતો રહે. એવું સમજીને બેઠા હોય તો શું ખોટું ?!
પ્રશ્નકર્તા : અમુક વાંઝીયા હોય એને શું ઋણાનુબંધ નહીં હોય ?
દાદાશ્રી : ચોપડામાં હિસાબ બાકી ના હોય ત્યારે ખાતું ય ના હોય. ચોપડામાં કશું ના હોયને, એટલે ખાતું જ ના હોય. કંઈ બાકી હોય તો ખાતું હોય. આ તો આપણા લોકો પછી પેલો સુખીયો હોય ને, એને સુખીયો ના થવા દે.
પ્રશ્નકર્તા : બરાબર છે. સંસારમાં એવાં છોકરાં સાથે ઋણાનુબંધના અનુભવ બહુ થાય.
દાદાશ્રી : થયેલા જ હોય. પણ આ મોહના માર્યો માર ખાય છે. મોહના માર્યો એટલો બધો માર ખાય છે કે કંઈ પાર વગરનો માર ખાય છે. નર્કના જેવી યાતના ભોગવે છે બધા. છોકરો સામો થઈ જાય, ઊંધું બોલે, ગાળો ભાંડે. પણ મોહના માર્યા, બેભાનપણે માર ખાયા કરે છે. મોહના માર્યા માર ખાતાં હશે કે નહીં ?
એટલે બને એટલી ઓછી ઉપાધિ કરો. હવે તેમાં ખાસ સ્ત્રીની ઉપાધિ તો કરવા જેવી છે જ, કારણ કે સંસારમાં આવ્યા એટલે સંસારમાં કંઈક હેલ્પીંગ તો જોઈએ ને ! સાલું ધંધો કરીએ તો ય ભાગીદાર જોઈએ છે. તો પછી સ્ત્રીની ઉપાધી વહોરી, એટલે બાળ-બચ્ચાં જેના હિસાબમાં લખેલાં હોય એનાં થયા કરે. પણ બીજી બધી જાણી જોઈને ઉપાધિ બહારથી વહોરી લાવવી નહીં.
પ્રશ્નકર્તા : તમે કીધું ને કે બાપ-બચ્ચાં હિસાબમાં હોય એ થાય, તો એ હિસાબ શું છે ?
દાદાશ્રી : એ હિસાબ છે એટલો. મારે ઘેર છોકરા ને છોડી હતાં. તે બધાં આવ્યાં ને ગયાં. મેં કહ્યું, આ તો બધા મહેમાન, ગેસ્ટ છે. જેટલો મારી પાસે હિસાબ માંગતો હોય ને, એટલું લઈને ચાલ્યા જાય. આમાં કશું કોઈ કોઈની સગાઈ નથી આ. ધીસ ઈઝ રીલેટિવ !
એટલે આ રીલેટિવ રીલેશન છે. એટલે આપણે સંબંધ છે, કોઈ પણ જાતના એની જોડે એ સંબંધ છે પૂર્વના-પહેલાંનો. એટલે આપણે ત્યાં ભેગા થાય છે અને સંબંધનો નિવેડો લાવવાનો છે, ત્યારે ઊલટો સંબંધ વધારે ચીકણું કરે છે.
આ આંખે દેખાય છે, એ બધી વાત તદ્દન સાચી નથી. તદ્દન ખોટી ય નથી. સાપેક્ષ વાત છે. સાપેક્ષ એટલે આપણે એને ઋણાનુબંધ હોય ત્યાં સુધી સારું ચાલે, ને ઋણાનુબંધ અવળું થયું કે તરત એ કોર્ટમાં જાય,