________________
બાપ રાતદા'ડો સખ્ત મહેનત કરીને પૈસા કમાય ને છોકરાં નવાબની જેમ ઉડાવે ! શા માટે ? એવા કુદરતના કાયદાને સમજે તો છે કંઈ ઉપાધિ ?!
છોકરાં શું માને કે બુઢાંની બુદ્ધિ બહુ બહેર મારી ગઈ છે તેથી અમે કરતા હોઈએ તે ના કરવા દે ! પણ આપણે કંઈ લગાડયા વગર પ્રેમથી ફરજો બજાવ્યે રાખવી.
છોકરાં ગમે તેટલું સામું બોલે તો ય એની નોંધ રાખ્યા કરીએ તો ચોપડો કેવોક તે ચીતરાય ?! ‘સહુ સહુના ઉદયકર્મને આધીન છે” આટલું સમજાય તો કંઈ ડખો રહે ?
બાળકોને સ્વતંત્રતા આપી તેથી સત્યનાશ વળ્યો ! હવે શું ? હવે ખૂબ ધીરજથી ભૂલ સુધારવાની જ રહીને ! છેવટે પ્રાર્થનાનો ઉપાય કરવો ! “હે દાદા ભગવાન, છોકરાને સબુદ્ધિ આપજો' એ ય ઘણું કામ કરે છે
જ્ઞાનથી જ હિસાબોની પતાવટ કરવાની ! કંઈક ગૂંચ પડી કે તરત જ પોતાની મહીં જ તપાસ કરી લેવી કે કયાં ભૂલ થઈ ગઈ ? શોધીને ભૂલ ભાંગવી. ‘હું શુદ્ધાત્મા છું.’ ‘બન્યુ તે જ ન્યાય’ ‘વ્યવસ્થિત છે, એમ અક્રમ જ્ઞાનનો ઉપયોગ કરતાં જ નીવેડો તુર્ત જ આવી જાય તેમ છે !
કોઈના ઘરનાં ઝગડામાં ન ઘલાય હાથ, નહિ તો આપણા જ માથે આવશે ને પેલા બે એક થઈ જશે !
ઘરમાં વડીલોથી વડીલપણું છૂટી જાય, નાના થઈ જવાય તો પૈડપણ શાંતિથી જાય. નહીં તો છોકરાં વારંવાર દબડાય દબડાય કરશે ! સાસુ વહુને બહુ કકળાટ થાય તેના કરતાં પ્રેમથી જુદા રહેવું ઉત્તમ. છોકરાં પરદેશમાં હોય તો ય આસક્તિ મૂકી દેશમાં એકલા રહી આત્મકલ્યાણમાં રત રહેવું સારું.
ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ ભેગી થાય એટલે બગીચો કહેવાય, એક સરખી પ્રકૃતિઓ હોય તે તો ખેતરાં કહેવાય ! કળિયુગમાં ઘેર ઘેર બગીચો હોય. ગુલાબ, મોગરાં, ધંતૂરો, હોય ને થોરે ય હોય ! કોઈ ઉડાઉ, કોઈ લોભી, કોઈ વેદીયો ઘરમાં હોય. દરેકની પ્રકૃતિને ઓળખીને કામ લેતાં આવડે, માળી થતાં આવડે તો બગીચો કેવો દીપી ઊઠે ?!
૧૦. શંકાતાં શૂળ ! છોડી રાત્રે મોડી આવે તો મા-બાપને શંકા પડે કે કોની જોડે રખડતી હશે ? પૂજય દાદાશ્રી કહે છે કે શંકા ભયંકર આત્મઘાતી માન્યતા છે ! શંકાથી કશું વળે નહિ ને મારી નાખશે. શંકા ઊઠતાં જ મૂળમાંથી ઊખેડી નાંખવી.
છોડી પરનાતમાં પરણી ગઈ તો ડાહ્યા થઈ સ્વીકારી લેવું. છેક પરણી જતાં સુધી વિરોધ રાખવો પણ પરણી ગઈ પછી, બન્યું તે કરેકટ, આ જ એનો પાછલા ભવથી ભાવેલો ધણી, એમ વાસ્તવિકતાને સમજી સ્વીકારી લેવું તેને જ ડહાપણ કહેવાય.
છોડીની કાળજી રખાય પણ શંકા ના કરાય. કાળજી એટલે છોકરા
નોબીલીટી અને ઓપન માઈન્ડથી પૂજય દાદાશ્રી કાયમ ચાલેલા. આપણી દ્રષ્ટિથી સામાને કેવી રીતે ચલાવાય ? વીતરાગોની વિરોધી વાત થઈ એ તો !
છોકરા જોડે કળથી કામ લેવાય. બાવળીયાને ઘણથી કંઈ કપાય ?' પોતાના ઘરનું તાળું પોતાને જ ઊઘાડતાં ન આવડે તો બીજો શું કરે ?
નવ મહિના મફતમાં ભાડે રહ્યા, પણ મા દવા પીવડાવે ત્યારે માના મોંઢા પર ફુઉઉ... કરે બધી દવા !!!
છોકરો દારૂડિયો હોય ત્યાં શું કરવું ? જોઈ લેવું કે બેમાં ભોગવે છે કોણ ? આપણે. માટે આપણી ભૂલ ! ભોગવે તેની ભૂલ !
વહુ આપણને ગાળો દે તો આપણે શો ઉપાય ગોઠવવો ?
છોકરાં સાથે ડહાપણથી કામ લેવું, નહીં તો સામા થશે ને પૈડપણ રોળશે ! આસક્તિનો જ માર પડે છે ! વીતરાગતાથી છૂટી જવાનું છે !
22