________________
ગુરુ - શિષ્ય
ગુરુ એટલે ગાઈડ
પ્રશ્નકર્તા : હું ઘણી જગ્યાએ ફર્યો અને બધે મેં પ્રશ્ન કર્યા કે ગુરુ એટલે શું ? પણ મને કંઈ સંતોષકારક જવાબ નથી મળ્યો.
દાદાશ્રી : આપણે અહીંથી સ્ટેશને જવું હોય તો રસ્તે ચાલતા ચાલતા ગૂંચાઈ જઈએ અને રસ્તો જડે નહીં. રસ્તામાં ભૂલા પડ્યા હોય તો કોઈને પૂછવાની જરૂર ખરી ? કોની જરૂર પડે ?
પ્રશ્નકર્તા : જાણકારની.
દાદાશ્રી : એ જાણકાર એટલે ગુરુ ! જ્યાં સુધી રસ્તો ના જાણતો હોય ત્યાં સુધી રસ્તામાં કોઈને પૂછવાની જરૂર પડે, કોઈ નાના છોકરાને પણ પૂછવું પડે. જેને જેને પૂછવું પડે એ ગુરુ કહેવાય. ગુરુ હોય તો જ રસ્તો જડે છે. આ આંખો ના હોય તો શું થાય ?! ગુરુ એ બીજી આંખ છે ! ગુરુ એટલે આપણને આગળની સૂઝ પાડે.
ગુરુતી ગરજ કોને ?
પ્રશ્નકર્તા : આપનું એવું કહેવું છે કે ગુરુ જરૂરી છે ?
દાદાશ્રી : એવું છે ને, જે રસ્તો પોતે ભૂલ્યો, ને તે રસ્તો પોતાને ખબર ના પડે. સ્ટેશનનો રસ્તો ના જાણતા હોય ત્યાં સુધી મુશ્કેલી પડે. પણ રસ્તાનો જાણકાર જોડે મળી ગયો તો આપણે તરત સ્ટેશન પર પહોંચી જઈએ ને ?
ગુરુ-શિષ્ય
પ્રશ્નકર્તા : હા, બરોબર.
દાદાશ્રી : એટલે જાણકારની જરૂર છે. રસ્તો બતાડનાર એમ નથી કહેતા કે તમે અમને રસ્તો પૂછો ! આપણી ગરજે પૂછીએ છીએ ને ?! કોની ગરજે પૂછીએ છીએ ?
પ્રશ્નકર્તા : આપણી ગરજે.
દાદાશ્રી : નહીં તો પૂછ્યા વગર ચાલો ને, પૂછો નહીં ને એમ
ને એમ ચાલજો ને, કોઈ અનુભવ કરી જો ને ! એ અનુભવ શીખવાડશે તમને કે ગુરુ કરવાની જરૂર છે. મારે શીખવાડવું નહીં પડે. કે
એટલે રસ્તો છે, પણ એને દેખાડનાર નથી ને ! દેખાડનાર હોય તો કામ ઠંડે ને !
ગુરુ એટલે કો'ક દેખાડનાર ભોમિયો જોઈએ કે નહીં ? જે ગુરુ છે, એના આપણે ફોલોઅર્સ કહેવાઈએ. એ આગળ ચાલે ને આપણને આગળનો રસ્તો દેખાડતા જાય, એને ભોમિયા કહેવાય.
એક માણસ સુરતના સ્ટેશન ઉપર જવા માટે આ બાજુ ફરી ગયો. અહીંથી આ રસ્તે નીકળ્યો ને પેલો રોડ આવ્યો કે તરત આ દિશાને બદલે આ બીજી દિશામાં જતો રહે, પછી એ સુરત ખોળવા જાય તો જડે કે ? ફર ફર કરે તો ય ના જડે. રાત પડે, દહાડો પડે તો ય ના જડે ! એવો આ ગૂંચવાડો છે.
ભૂલાવામાં ભોમિયો ભેરુ !
પ્રશ્નકર્તા : કોઈ ગુરુઓ સાચો રસ્તો બતાડતા નથી.
દાદાશ્રી : પણ એ ગુરુઓ જ રસ્તો જાણતા નથી ત્યાં શું થાય તે ?! ભોમિયો જ કોઈ મળ્યો નથી. ભોમિયો મળ્યો હોત તો આ ઉપાધિ જ ના હોત. ભોમિયો મળ્યો હોત તો અહીં આપણને સ્ટેશન હઉ દેખાડે કે ‘આ
સ્ટેશન, હવે તું આ ગાડીમાં બેસ.' બધું દેખાડીને પૂરું કરી આપે. આ તો એ ય ભૂલો પડેલો ને આપણે ય ભૂલા પડેલા, એટલે ભટક ભટક કર્યા કરે છે. માટે સાચો ભોમિયો ખોળી કાઢો, તો એ સ્ટેશન દેખાડે. નહીં તો