________________
ખરી ?
દાદાશ્રી : મને શી રીતે ખબર પડે ?! એ તો તમે તપાસ કરો છો, તો તમને ખબર પડે. હું તપાસ કરવા નથી ગયો.
પ્રશ્નકર્તા : આપ શિખર પર છો, એટલે દેખાય ને ?
દાદાશ્રી : પણ હું જે શિખર પર છું, એનાથી બીજાં કોઈ શિખર મોટા હોય તો મને શું ખબર પડે ? દરેક શિખર પર ગયેલાઓએ કહેલું શું ? કે હું જ છેલ્લા શિખર પર છું. પણ મેં એવું નથી કહ્યું.
પ્રશ્નકર્તા : આપનાથી નાના શિખરો હોય તે બધાં દેખાય ને ?
દાદાશ્રી : નાના દેખાય પણ તે નાના ગણાતાં નથી. વસ્તુ તો એક જ ને ! કારણ કે હું જે શિખર ઉપર છું ને, ત્યાં લઘુતમ થઈને બેઠેલો છું, વ્યવહારમાં ! જેને વ્યવહાર કહે છે કે, જ્યાં લોકો ગુરુતમ થવા ગયેલા, ત્યાં હું લઘુતમ થયેલો છું. જ્યારે લોકોને, ગુરુતમ થવા ગયેલા તેનો બદલો શું મળે ?! લઘુ થયા. મારે વ્યવહારમાં લઘુતમ થયું માટે નિશ્ચયમાં ગુરુતમ થઈ ગયું !
આ વર્લ્ડમાં ય કોઈ મારાથી લધુ નથી એવો લઘુતમ પુરુષ છું. જો નાનો થાય તો તો એ બહુ મોટો, ભગવાન થઈ જાય. છતાં ભગવાન થવાનું મને બોજારૂપ લાગે, ઊલટી શરમ લાગે છે. આપણને એ પદ જોઈતું નથી. શેને માટે એ પદ જોઈએ ?! અને આવા કાળમાં એ પદ પ્રાપ્ત કરાય ? આવા કાળમાં ગમે તેવાં માણસો ભગવાન પદ લઈ બેઠા છે. એટલે દુરૂપયોગ થાય ઊલટો. આપણે એ પદને શું કરવું છે ?! હું જ્ઞાની છું એ પદ ઓછું છે ? અને આખા જગતના શિષ્યરૂપે જ્ઞાની છું ! લઘુતમ પુરુષ છું !! પછી આથી મોટું પદ કયું ? લઘુતમ પદથી ક્યારે ય પડી ના જવાય એવું મોટું પદ !!
અને જગતનો શિષ્ય થશે ને, તે ગુરુતમ થશે ! રસ્તો જ આ છે, હા !! આ વાક્ય દિશા બદલવાનું કહે છે. તમે જે ગુરુતમ અહંકાર કરતા ફરો છો, એટલે શું કે ‘હું આમ આગળ વધું અને આગળ મોટો કેમ થઉં”
એવો તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એ ગુરુતમ અહંકાર કહેવાય. એને બદલે ‘હું કેમ નાનો થઉં’ એમ લઘુતમ અહંકારમાં જશો તો જ્ઞાન જબરજસ્ત પ્રગટ થશે !! ગુરુતમ અહંકાર હંમેશાં જ્ઞાનને આવરણ લાવે છે અને લઘુતમ અહંકાર જ્ઞાન પ્રગટ કરે છે.
એટલે કોઈએ કહ્યું કે, “સાહેબ, તમે તો બહુ મોટા માણસ !” મેં કહ્યું, ‘ભઈ, તું મને ઓળખતો નથી. મારી મોટાઈને ઓળખતો નથી. તું ગાળ દઉં ત્યારે ખબર પડે કે મારી મોટાઈ છે કે નહીં તે !! ગાળ ભાંડે એટલે પોલીસવાળાનો સ્વભાવ દેખાઈ જાય કે ના દેખાઈ જાય ? ત્યાં ‘તું શું સમજે છે ?” એવું કહે તો સમજવું કે આવ્યો પોલીસવાળો ! પોલીસવાળાનો સ્વભાવ મારામાં દેખાય તો જાણવું કે મારી મોટાઈ છે. અને પોલીસવાળાનો સ્વભાવ ના દેખાય તો ‘હું લઘુતમ છું’ એ ખાતરી થઈ ગઈને !
એટલે અમને કોઈ ગાળ ભાંડે તો અમે કહીએ કે ભઈ, જો તારી ગાળ છે, તે અમને સ્પર્શ કરતી નથી. એથી ય અમે નાના છીએ. માટે તું એવું કંઈ ખોળી કાઢ, અમને સ્પર્શ કરે એવી ગાળ બોલ. તું અમને ‘ગધેડો છે' કહીશ, તેથી તો બહુ નાના છીએ અમે તો તારું મોટું દુખશે, અમને ગાળ અડે એવી જગ્યા અમારી ખોળી કાઢે. અમારી લઘુતમ જગ્યા છે !
જગતના શિષ્યતે જ જગત સ્વીકારશે ! એટલે ‘આ’ તો કોણ છે ? લઘુતમ પુરુષ ! લઘુતમ પુરુષનાં દર્શન ક્યાંથી હોય ?! આવાં દર્શન જ ના હોય ને ! વર્લ્ડમાં એક માણસ ખોળી લાવો કે જે લઘુતમ હોય અને આ પચાસ હજાર માણસો હશે, પણ આ બધાંના શિષ્યો છીએ અમે આપને સમજાયું ને ? હું પોતે શિષ્ય કરતો જ નથી. આ મેં શિષ્ય નથી કર્યા.
પ્રશ્નકર્તા: તો આપની પાછળ શું થાય પછી ? કોઈ શિષ્ય ના હોય તો પછીથી શું થાય ?
દાદાશ્રી : કશી જરૂર જ નથી ને ! અમારે શિષ્ય એક્ય નથી. પણ રડનારા બહુ છે. ઓછામાં ઓછું ચાલીસ-પચાસ હજાર માણસ ૨ડનારું છે.