________________
જવા નથી દેતા. અને લોકોને બીજું મળે નહીં એટલે ગમે તે દુકાનમાં બેસી જ જવું પડે ને ! આમ આવું અનંત અવતારથી ભટક ભટક કર્યા જ કરે છે ને !
પ્રશ્નકર્તા : એક બાજુ એમ કહેવાય છે કે, ‘ગુરુ-ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, જીસને ગોવિંદ દિયો બતાય.’
દાદાશ્રી : હા, પણ એવા ગુરુદેવ કોને કહેવાય ? ગોવિંદ બતાવે, એને ગુરુદેવ કહેવાય. એવું આમાં કહે છે. અત્યારે તો આ ગુરુઓ એમનું ગુરુપણું સ્થાપન કરવા માટે વાત કરે છે. પણ આપણે એમને કહેવું જોઈએ ને, કે “સાહેબ, હું તમને ગુરુદેવ ક્યારે કહું ? કે તમે ગોવિંદ મને બતાવો તો. આ લખ્યું છે એ પ્રમાણે જો કરી આપો, ગોવિંદ બતાવી દો, તો તમારામાં ગુરુપણું સ્થાપન કરું. તમે જ હજુ ગોવિંદ ખોળતાં હો ને હું ય ગોવિંદ ખોળું, તો આપણા બેનો મેળ ક્યારે પડે ?!'
બાકી, આજ તો બધા ગુરુઓ આનું આ જ ધરે છે આગળ ! ગુરુએ ગોવિંદ બતાવ્યા ના હોય ને, તો ય આવું ગવડાવે છે. એટલે ગુરુઓને ‘પ્રસાદી' તો મળે ને ! આ શબ્દોનો બીજા દુકાનવાળાને લાભ થાય ને. (!)
પ્રશ્નકર્તા : પણ આમાં ગુરુનું પલ્લું વધારે ભારવાળું કર્યું.
દાદાશ્રી : છે ભારવાળું જ, પણ એવા ગુરુ હજુ થયા નથી. ને આ તો પ્રોબેશ્રર ગુરુઓ ફાવી ગયા છે આમાં ! એટલે પ્રોબેશ્રરો માની બેઠાં કે ‘આપણે હવે ગુરુ, ને ભગવાન દેખાડ્યા, પછી મને પુજવા જોઈએ તમારે.” પણ પ્રોબેશ્રરો શું કામના ?! અને જેનામાં ‘હુંકાર’ ગયો હોય ને, ત્યાં પછી એ જ ભગવાન ! જો કદી વધારે દર્શન કરવા જેવું પદ હોય તો આ એકલું જ કે જેનો ‘હુંકાર' ગયો હોય, પોતાપણું ગયું હોય. જ્યાં પોતાપણું ગયું ત્યાં બધું સર્વસ્વ ગયું.
આ ‘ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વરા’ કહે છે, એ તો ગુરુઓ જ નથી. આ તો ‘ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ...” એ નામથી એમનો પોતાનો
લાભ ઊઠાવવા ફરે છે. એનાથી લોકો પછી પૂજે એમને ! પણ ખરેખર તો, આ સગુરુની વાત છે. સદ્ગુરુ એટલે જ્ઞાની પુરુષ માટે આ વાત છે. જે સને જાણે છે, સના ભોમિયા છે, એવા ગુરુની વાત છે. તેને બદલે આ ગુરુઓ, રસ્તે જનારા ગુરુઓ ઝાલી પડ્યા.
બાકી, ગુરુ જે થઈ બેઠા છે એમને તો કહી દેવું કે, ‘ભાઈ સાહેબ, મારે ગુરુ કરવા નથી. હું વેપારી ગુરુ કરવા નથી આવ્યો. હું તો જેને ગુરુ થવું નથી, તેને ગુરુ કરવા આવ્યો છું.’
ગુરુતો છોકરો ગુરુ ? પ્રશ્નકર્તા: પહેલાના જમાનામાં ગુરુ પરંપરા જે હતી કે ગુરુ શિષ્યને શીખવે, પછી પાછો શિષ્ય ગુરુ થઈને એના શિષ્યને શીખવે......
દાદાશ્રી : એ પરંપરા સાચી હતી. પણ અત્યારે તો પરંપરા રહી નથી ને ! હવે તો ગાદીપતિ થઈ બેઠા છે. ગુરુનો છોકરો ગુરુ થઈ જાય, એવું કેમ માની શકાય ! ગાદીઓના સ્થાપન કર્યા, તે દુરૂપયોગ કર્યો.
પ્રશ્નકર્તા : ધર્મની વ્યવસ્થાને બદલે સમાજ વ્યવસ્થા થઈ ગઈ !
દાદાશ્રી : હા, સમાજ વ્યવસ્થા થઈ ગઈ !! ધર્મ તો ક્યાં રહ્યો, ધર્મ તો ધર્મની જગ્યાએ રહ્યો !!! પાછો કળિયુગ ફરી વળે ને ! એકબે પુરુષો બરાબર સારા હોય. પણ પછી એની પાછળ ગાદીપતિઓ ને એ બધું ચાલુ થઈ જાય. જ્યાં ને ત્યાં ગાદીપતિને ?! ગાદીપતિ શોભે નહીં હંમેશાં, ધર્મમાં ગાદી ના હોય. બીજા બધામાં, બધી કળાઓમાં, વેપારમાં ગાદી હોય પણ આ ધર્મમાં ગાદી ના હોય. આમાં તો જેની પાસે આત્માનું હોય, એ આત્મજ્ઞાની હોવો જોઈએ !
પ્રશ્નકર્તા: પહેલાં ગાદીઓ નહોતી, તો આ ગાદીઓ નીકળી કેવી રીતે ?
દાદાશ્રી : એ તો આ અક્કલવાળાના હાથમાં ગયું ને, ત્યારે આ અક્કલવાળાઓએ શોધખોળ કરી. બીજા કોઈ રહ્યા નહીં, એટલે એમણે દુકાનો ઘાલી દીધી. બાકી, આંધળાને હૈયાફૂટા મળી આવે છે. આ દેશમાં