________________
ગુરુનું કરેલું બધું, નવાણું વર્ષ સારૂ કર્યું હોય, તે ફક્ત છ મહિના અવળું કરે તો બધું શિષ્ય ઉડાડી મૂકે !
માટે ગુરુ પાસે જો કદી આધીન ના રહ્યો હોય તો ક્ષણવારમાં બધું ઉડાડી દે ! કારણ કે આ દારૂખાનું છે. આ બીજી બધી વસ્તુ દારુખાનું નથી. એ ગુરુ પાસે એકલી જ વસ્તુ દારુખાનું છે. બધું કર્યું હોય પણ તે દારુખાનું ભારે છે. માટે બહુ જાગ્રત રહેજે, ચેતતો રહેજે અને જો તણખું પડ્યું તો નવ્વાણું વર્ષનું કરેલું ધૂળધાણી ! અને દાઝી મરે તે જુદો ! ત્યાં ઉપાય કરવો રહ્યો !
એક માણસ મને કહે છે કે, ‘એક મોટા સંત પુરુષ છે, એમને ત્યાં જઉં છું, એમના દર્શન કરું છું. છતાં હવે મને મનમાં એમના માટે ખરાબ વિચારો આવે છે.’ મેં કહ્યું, ‘શું વિચારો આવે છે ?” ત્યારે એ કહે છે, ‘આ નાલાયક છે, દુરાચારી છે, એવા બધાં વિચારો આવે છે.’ મેં કહ્યું, ‘તને એવા વિચાર કરવાના ગમે છે ?' ત્યારે એ કહે છે, ‘નથી ગમતું છતાં ય આવે છે. તો હવે શી રીતે બંધ થાય ?! એનો શું ઉપાય કરવો ?” તમે શું ઉપાય કરો ? આમાં દોષ કોનો ? ગુરુનો ?
પ્રશ્નકર્તા : જેને વિચાર આવતાં હોય એનો.
દાદાશ્રી : હા, એટલે મેં એને શું કહ્યું ? કે “ભઈ, જો એવાં ખરાબ વિચાર આવે કે ‘આ નાલાયક છે ને આવા ખરાબ છે’, તો એ વિચારો આવે છે એ આપણા હાથના ખેલ નથી. તો ત્યારે તારે બોલવું કે બહુ ઉપકારી છે. મન ‘ખરાબ છે’ બોલ્યા કરે તો તારે ‘બહુ ઉપકારી છે’ એમ બોલવું. એટલે પ્લસ-માઈનસ થઈને ખલાસ થઈ જશે. એટલે આ ઉપાય બતાડું છું.”
ગુરુભક્તિ તો ખોજાઓતી ?
તે વખતે તો મેં એ ખોજા લોકોનું જોયું કે બધા એક ગુરુને માનતા હતા, કહે છે સમર્થ ગુરુ છે મારા ! અને અમેરિકામાં જઈને એ ગુરુ પૈણ્યા એટલે એ લોકો નાલાયક છે, નાલાયક છે કહેવા માંડ્યા. બધા શિષ્યો સામા થઈ ગયા કે આવો ગુનો ન કરવો જોઈએ. અલ્યા, તમારા ગુરુને નાલાયક
કહો છો ? તમે નમસ્કાર કોને કરતા હતા ?! ત્યારે મને કહે છે આવા ગુરુ નાલાયક ન કહેવાય ? મેં કહ્યું, ‘આ ખોજાઓને પૂછી જુઓ. એમની વિશેષતા એ લાગી કે એમના ભક્તો બહુ ઊંચામાં ઊંચા લાગ્યા આખી દુનિયામાં. પેલાં ફોરેનની લેડી જોડે શાદી કરે છે, તોય એમનાં ભક્તો ઉજવણી કરે છે અને આપણે અહીંના કોઈ ગુરુ એની નાતમાં પૈણે તોય મારીને ઢેડફજેતો કરી મૂકે અને પેલાં તો ફોરેનવાળાને પૈણે છે તોય ઉજવણી કરે છે. એમના શિષ્યો તો કહેશે, ભઈ, એમને બધો અધિકાર જ છે, આપણાથી એ કેમ ના કહેવાય ? આપણે તો તરત ઉજવણી કરવી જોઈએ. તે અહીં એમનાં બધા ફોલોઅર્સ ખૂબ ખૂશ થઈ ગયા ! અહીં તો વરઘોડા કાઢ્યા લોકોએ ! ગુરુ કરે એ કરવાનું નહીં, આપણે ગુરુ કહે એ કરવાનું.
આખી દુનિયામાં ગુરુ કરતાં જો કોઇને આવડ્યા હોય તો આ ખોજા લોકોને ! તમારા ગુરુ જો પૈણ્યા હોય, અરે, પૈણ્યા ના હોય પણ કો’કમાં સળી કરી હોય તો ત્યાં તમે બધા એમને માર માર કરો. અને
આ ખોજા લોકના ગુરુ તો પૈણ્યા એક યુરોપિયન લેડીને ! અને એ બધા લોકોએ ઉજવણી કરી કે આપણા ગુરુ એક યુરોપિયન લેડીને પૈણે છે ! એનું નામ શિષ્ય કહેવાય. ગુરુની ખોડ કાઢવાની ના હોય. બધાની ખોડ કાઢજો પણ ગુરુની ખોડ ના કાઢવાની હોય, એ તો બહુ મોટી જોખમદારી છે. નહીં તો ગુરુ કરશો જ નહીં.
હું ગુરુની આરાધના કરવાનું નથી કહેતો, પણ એમની વિરાધના કરશો નહીં. અને જો આરાધના કરે તો કામ જ થઇ જાય, પણ એ આરાધનાની શક્તિ એટલી બધી માણસને હોય નહીં. હું શું કહું છું કે ગાંડો ગુરુ કરજો, સાવ ગાંડો કરજો, પણ આખી જિંદગી એને ‘સિન્સિયર’ રહો તો તમારું કલ્યાણ થઇ જશે. તદ્દન ગાંડા ગુરુને ‘સિન્સિયર’ રહેવામાં તમારા બધા જ કષાયો ખલાસ થઇ જાય ! પણ એટલી સમજણ પડવી જોઇએ ને ! એટલી મતિ પહોંચવી જોઇએ ને ! તેથી તો તમારા માટે કે
‘પથ્થર’નાં દેવ મૂક્યા કે આ પ્રજા આવી છે માટે પથ્થરના મૂકો એટલે ખોડ કાઢે નહીં. ત્યારે કહે, ‘ના, પથ્થરમાં પણ ખોડ કાઢે છે કે આ આંગી બરાબર નથી !' આ પ્રજા તો બહુ વિચારશીલ ! બહુ વિચારશીલ, તે ગુરુનો દોષ કાઢે એવા છે ! પોતાના દોષ કાઢવાનાં તો ક્યાં ગયા, પણ