________________
દાદા ભગવાન ?
બાકી આમ ફ્રેશનેસ કોઈ દહાડો ગઈ નથી. તમે જ ફ્રેશ રહેશોને, પછી તમને હઉ એવું લાગશે કે દાદાએ અમને ફ્રેશ બનાવ્યા !
પ્રશ્નકર્તા : દાદા, ઉંમર થઈ છે તોય ?
દાદાશ્રી : તોય ! ઉંમર તો આ દેહની થઈને ! આપણી ક્યાં ઉંમર થવાની છે ? અને બીજું શું કે તમને બધાને સાયકોલોજિકલ ઈફેક્ટ હોય. અમને કોઈ જાતની સાયકોલોજિકલ ઈફેક્ટ ના હોય કે ‘મને તાવ આવ્યો છે.” એ કોઈ પૂછે તો મોઢે બોલીએ, પણ પછી ભૂંસી નાખીએ પાછું. એટલી જાગૃતિ હોય !
હું” “મારા'માં તે “પટેલ' જગત કલ્યાણની વિધિમાં !
ઘણો ખરો ટાઈમ ‘હું “મૂળ સ્વરૂપમાં રહું છું, એટલે ‘પાડોશી” તરીકે રહું છું અને થોડોક જ ટાઈમ આમાં આવું છું. “મૂળ સ્વરૂપમાં રહું એટલે પછી ફ્રેશનેસને કશું અડે જ નહીંને ! ને રાતેય કોઈ દહાડો ઊંધ્યો નથી. પાએક કલાક જરા મટકું વાગી જાય એટલું જ, બે વખત થઈને પા કલાક, બાકી ફક્ત આંખ મીંચેલી હોય. આ કાને જરા ઓછું સંભળાય એટલે પેલા સમજી જાય કે દાદાજી ઊંઘી ગયા છે ને હુંય સમજું બરોબર છે. મારે વિધિઓ હોય બધી, તે હું મારામાં હોઉં અને એ.એમ.પટેલ વિધિમાં હોય. એટલે આ જગતનું કલ્યાણ કેમ થાય, એની વિધિ બધી કર્યા કરે. એટલે એ નિરંતર વિધિઓમાં હોય, દહાડેય હોય ને રાતેય હોય !!!
પ્રકૃતિને આમ વાળે જ્ઞાતી ! બાકી લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે. એ વાતમાં માલ નથી. પદ્માસન વાળીને એક કલાક સુધી અને આ સિત્યોતેરમે વર્ષે પદ્માસન વાળીને બેસવું. પગ હઉ વળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ, એ બધું જળવાઈ રહેલું.
દાદા ભગવાન ? જે હું પામ્યો, તે જગ પામો ! હું કહું છું કે મારે ભઈ, સત્યાવીસ વર્ષથી તો હું મુક્ત જ છું અને વિધાઉટ ટેન્શન. એટલે ટેન્શન થતું'તું ‘એ.એમ.પટેલ’ને. કંઈ મને ન'તું થતું. પણ ‘એ.એમ.પટેલ'નેય ટેન્શન થાય છે ત્યાં સુધી આપણે બોજો જ છે ને ! એ પૂરું થાય ત્યારે આપણે જાણવું કે આપણે છુટ્યા અને તોય દેહ છે ત્યાં સુધી બંધન. અને તે તો અમને વાંધો નથી હવે. બે અવતાર થાય તોય વાંધો નથી. અમારો તો હેતુ શું છે કે, “આ જે સુખને હું પામ્યો છું એ સુખને આખું જગત પામો.” અને તમારે શેમાં ઉતાવળ છે એ કહો. તમને ત્યાં પહોંચવાની ઉતાવળ છે ?
દાદાઈ બ્લેન્ક ચેક ! આ ‘દાદા’ એક એવું નિમિત્ત છે, જેવું કે દાદાનું નામ દેને, તો પથારીમાં હલાતું-ચલાતું ના હોય તોય ઊભું થઈ જવાય. માટે કામ કાઢી લો. એટલે નિમિત્ત એવું છે. તમારે જે કામ કરવું હોય તે થાય એવું છે, પણ એમાં દાનત ખોરી ના રાખશો. કોઈકને ત્યાં લગનમાં જવા માટે શરીર ઊભું થાય એવું ના કરશો. અહીં સત્સંગમાં આવવા માટે ઊભું થાય એવું કરજો. એટલે દાદાનો ઉપયોગ સારી રીતે કરજો. એમાં દુરુપયોગ પછી ના થવો જોઈએ. કારણ કે દુરુપયોગ ન થાય તો પછી એ દાદા ફરી મુશ્કેલીના ટાઈમે કામ લાગશે. માટે આપણે એમ ને એમ વાપરવા નહીં.
એટલે આ દાદાના તો બ્લેન્ક ચેક, કોરો ચેક કહેવાય. એ વારેઘડીએ વટાવવા જેવો નહીં. ખાસ અડચણ આવે તો સાંકળ ખેંચજો. સીગરેટનું પાકીટ પડી ગયું હોય અને આપણે ગાડીની સાંકળ ખેંચીએ. તો દંડ થાય કે ના થાય ? એટલે એવો દુરુપયોગ ના કરવો.
આપાપણું સોંપી દીધું ! જુઓ, હું તમને કહી દઉં. આમ કરતાં કરતાં ઘણો કાળ અમારો