________________
દાદા ભગવાન ?
દાદા ભગવાન ? સ્વાદને કાઢે, તે જાણીએ કે આવો હતો. એક્ઝક્ટ જાણવું, વેદવું અને ભોગવવું. જગતના લોકો કાં તો ભોગવે કાં તો વેદે.
અમે તો અહીં ઠંડીમાં અમને ઓઢાડવામાં આવે તો હું જરા આમ શાલ ખસેડી નાખું. જો ઠંડો પવન લાગે તો જાગે, આમ આખી રાત જાગીએ. અને ના હોય તો ફરી ઉધરસ આવે તેનાથી જગાય. પછી ઉપયોગમાં રહીએ.
અમે કેટલાંય વર્ષથી રાત્રે તબિયત બગડી હોય, રાત્રે ગમે તે થયેલું હોય, પણ એક્કેક્ટ સાડા છ એટલે ઊઠી જવાનું. અમે ઊઠીએ ત્યારે સાડા છ વાગ્યા જ હોય. પણ અમે તો સૂતા જ નથી જો કે, અમારે તો અઢી કલાક તો વિધિઓ ચાલે મહીં રાત્રે. સાડા અગિયાર સુધી તો સત્સંગ ચાલે. આમ બાર વાગ્યે સૂઈ જઈએ. સૂવાનું સુખ, આ ભૌતિક સુખો અમે લઈએ નહીં.
વીતરાગો વધુ ઉપકારી વિશ્વ કાજે ! આ હું લગ્નમાં આવું તેથી લગ્ન મને ચોંટી ગયું ? આ અમે લગ્નમાં જઈએ પણ સંપૂર્ણ વીતરાગ રહેવાય. જ્યારે મોહના બજારમાં જઈએ ને ત્યારે સંપૂર્ણ વીતરાગ થઈ જવાય અને ભક્તિના બજારમાં જઈએ ત્યારે જરા વીતરાગતા ઓછી થઈ જાય.
તન્મયાકાર વિતાનો વ્યવહાર! લગ્નના, વ્યવહારના પ્રસંગો પતાવવાના છે. તે વ્યવહારથી હુંય પતાવું છું ને વ્યવહારથી તમેય પતાવો છો, પણ તમે તન્મયાકાર થઈને પતાવો છો ને હું એને જુદો રહીને પતાવું છું. એટલે ભૂમિકા ફેરવવાની જરૂર છે, બીજું કશું ફેરવવાની જરૂર નથી.
જ્ઞાતી વર્તે પ્રગટ આત્મરૂપે ! પ્રશ્નકર્તા: આ ત્રણ દિવસથી આ એકનો એક જ વિચાર ઘોળાયા કરે છે કે તમે સવારથી સાંજ સુધી, પંચોતેર વર્ષની ઉંમરે આમ ને આમ બેઠા છો. અને મને અહીંયાં બેસતાં કેટલીય વખત આમ આમ કરવું પડે છે દોઢ કલાકમાં, તો આપની એ કઈ શક્તિ ? - દાદાશ્રી : આ શરીર જૂનું છેને, પણ બીજું અંદર બધું જ જુવાન છે. એટલે એક જ જગ્યા ઉપર બેસીને દસ કલાક હું બોલી શકું છું. આ લોકોએ એવું જોયેલું. કારણ કે આ દેહ ભલે આવો દેખાય છે, પંચોતેરની અસરવાળો, વાળ અસરવાળા છે પણ મહીં બીજું બધું યુવાન છે. એટલે કંઈક જ્યારે આ શરીર ઉપર આફત આવે છે ત્યારે લોકોને હું કહું છું કે, ‘ભડકશો નહીં, આ છૂટવાનું નથી. અહીં જુવાન છે હજુ તો !' એટલે પેલાને સ્થિરતા આવે છે. કારણ કે અમારી સ્થિતિ અંદર જુદી છે. એક મિનિટ પણ હું થાકતો નથી. હમણે રાતના સાડા ત્રણ વાગ્યા સુધી અમારી જોડે બેસનાર જોઈએ !
સ્ટોર પણ નમસ્કાર કરે “આ વીતરાગને' !
અમેરિકામાં અમને સ્ટોરમાં લઈ જાય. “હંડો, દાદા', કહે. તે સ્ટોર બિચારો અમને પગે લાગ લાગ કરે, કે ધન્ય છે, સહેજ પણ દૃષ્ટિ બગાડી નથી અમારી પર ! આખા સ્ટોરમાં દૃષ્ટિ બગાડી નથી કોઈ જગ્યાએ ! અમારી દૃષ્ટિ બગડે જ નહીં એની પર. અમે જોઈએ ખરા, પણ દૃષ્ટિ ના બગડે. અમારે શી જરૂર કોઈ ચીજની ? મને કોઈ વસ્તુ કામ લાગે નહીં ને ! તારે દૃષ્ટિ બગડી જાય ને ?
પ્રશ્નકર્તા: જરૂર પડે એ વસ્તુ લેવી પડે.
દાદાશ્રી : હા, અમારી દૃષ્ટિ બગડે નહીં. હેય, સ્ટોર અમને આમ નમસ્કાર કર્યા કરે કે આવા પુરુષને જોયા નથી ! પાછો તિરસ્કારે ય નહીં. ફર્સ્ટ ક્લાસ, રાગેય નહીં, વૈષેય નહીં. શું કહ્યું ? વીતરાગ ! આવ્યા વીતરાગ ભગવાન !